Monday, June 20, 2022

હિન્દુ શૂરવીર - અલ્લુરી સીતારામ રાજુ - રામપા વિદ્રોહ

દેશદાઝ પર ભૂતકાળમાં આપણે એવા વિષયો ઉપર લેખોનો સમાવેશ કર્યો છે કે જે જયારે પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારે તે વિષયો ઉપર પહેલવહેલા લેખ હતા અને એમના ઉપર આજે પણ ઇન્ટરનેટ ઉપર ખાસ માહિતી મળતી નથી. ઉદાહરણ તરીકે. 

1) રામ જન્મભૂમિ ઇતિહાસ

2)કૃષ્ણ જન્મભૂમિ ઇતિહાસ 

3) લાચિત બોરફુકન 

4) આનંદબાઇ ગોપાલ જોશી 

5) અયોધ્યા મુક્તિ સંગ્રામના ભૂલાઈ ગયેલા શૂરવીરો 

6) સંભાજી મહારાજ 

7) માનગઢ હત્યાકાંડ 

હવે આજ શૃંખલાને આગળ વધારતાં આપણે આજે વાત કરશું આંધ્રના પરમ દેશભક્ત એવા આદિવાસી નેતા અલ્લુરી સીતારામ રાજુની. આપણે લેખને ચાર સરળ ભાગમાં વહેંચી દઈશું. 

1) પૂર્વાધ :

બ્રિટિશ રાજમાં મોટાભાગનું વિંધ્યના પહાડોની દક્ષિણનું ભારત કે જેમાં આજના રાજ્યો જેવા કે કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર અને કેરળનો સમાવેશ થાય છે તે બધાં જ "મદ્રાસ પ્રેસિડેન્સી" નામના વિશાળ પ્રશાસનિક રાજ્યનો હિસ્સો હતા. અત્રે ધ્યાન રહે કે આ મદ્રાસ પ્રેસિડેંસીમાં નકશામાં દેખાતા નાના પાંચ રજવાડાઓ ન હતા, આ નીચેના પાંચ રજવાડા "મદ્રાસ પ્રિંસલી સ્ટેટ્સ એજન્સી" નામક અન્ય પ્રશાસનિક વિસ્તાર હેઠળ હતા. 

1) ત્રાવણકોર

2) કોચીન

3) પુડુકોટ્ટાઇ

4) બાંગનાપલ્લે

5) સંદૂર
મદ્રાસ પ્રેસિડેન્સીનો નકશો
મદ્રાસ પ્રેસિડેન્સીનો નકશો

આ મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળનો જંગલ વિસ્તાર જ 1902 સુધી 19,566 ચોરસ માઈલ હતો જે 1907 સુધીમાં વધીને 19607 ચોરસ માઈલ થયો હતો. 1922માં મદ્રાસ પ્રેસિડેંસીનો માત્ર આંધ્ર વિસ્તાર જ વધીને 19287 ચો. માઈલ થઇ ગયો હતો જેમાં ગંજામ, વિશાખાપટનમ અને ગોદાવરી મુખ્ય વિસ્તારો હતા. મદ્રાસ પ્રેસિડેન્સીના આ આંધ્ર વિસ્તારનો પહાડી ભૂભાગ મુખ્ય બે વિભાગોમાં વહેંચાયેલો હતો, રામપા અને ગુડેમ, જે અનુક્રમે 700 અને 740 ચો. માઈલમાં ફેલાયેલા હતા. રામપા 30 અને ગુડેમ 10 જાગીરોમાં વહેંચાયેલા હતા. સ્થાનિક ભાષામાં જાગીરોને "મુત્તા" અને જાગીરદારોને "મુત્તાદાર" કહેવાતું હતું. અંગ્રેજોના આગમન પહેલાં આ મુત્તાદારો જ સ્થાનિક પ્રજા ઉપર નિરંકુશ રાજ ભોગવતા હતા, જેતે રાજા દ્વારા નિમાયેલા શાસક તરીકે એમની મરજી પ્રમાણે કર વસૂલવો, એમાં ફેરબદલ કરવો, વગેરે. આ રામપા વિસ્તારમાં બ્રિટિશ રાજ દરમ્યાન 2 વાર આદિવાસીઓએ તેમની સામે બળવો કર્યો હતો. સૌથી પહેલો બળવો 1879માં થયો હતો જે રામપાના પ્રથમ વિદ્રોહ તરીકે જાણીતો છે અને બીજો વિદ્રોહ 1922માં થયો હતો. આપણે આ દ્વિતીય બળવા ના પૂર્વાર્ધ વિશે વાત કરશું. 

બ્રિટિશ રાજમાં આ મુત્તાદારોની નિરંકુશ સત્તામાં ઘણો મોટો કાપ આવી ગયો હતો, તેઓ હવે બ્રિટિશ સરકારના વચેટિયા માત્ર રહી ગયા હતા અને તેમને બ્રિટિશ રાજ માટે સ્વાભાવિક રીતે આક્રોશ હતો. તેઓ એક સમયે સ્થાનિક પ્રજા ઉપર જુલમ ગુજારતાં હતા, શોષણ કરતા. પણ હવે શોષિત અને શોસક બંને બ્રિટિશ રાજના વિરોઘી થઇ ગયા હતા. આદિવાસીઓના બ્રિટિશ વિરોધ પાછળ નિમ્ન મુખ્ય કારણો હતા. 

1.1) પોડુ કૃષિ પદ્ધતિ ઉપર પ્રહાર 

આજે પણ આંધ્રમાં વસતા આ કોયા પ્રજાતિના આદિવાસીઓ સામાન્ય રીતે પહાડોના ઢાળના વિસ્તારોમાં અમુક નાના વિસ્તારના વૃક્ષો કાપી જમીનનો ઉપયોગ ખેતી માટે કરતા. ઝાડ ડિસેમ્બરની આસ-પાસ કાપવામાં આવતા અને તેમના લાકડાનો શિયાળાની ઠંડીમાં બળતણ તરીકે ઉપગોય થતો, તેની રાખને તેઓ ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગ કરતા. તેઓ સામાન્ય રીતે મકાઈ, રાગી અને સમાઈનું વાવેતર કરતા. નવા વર્ષે નવા ઢાળ ઉપર આજ ક્રમનું પુનરાવર્તન થતું અને આગલા વર્ષે જે જગ્યામાં વાવેતર થયું હોય તે વિસ્તારમાં બીજા 10-15 વર્ષ સુધી કે જ્યાં સુધી તે વિસ્તાર ફરી જંગલમાં પરિવર્તિત ના થઇ જાય ત્યાં સુધી ફરી વાવેતર કે ઝાડની કાપણી થતી નહિ. તેઓ જરૂર પૂરતાં નાના વિસ્તારમાં જ પોડુ કૃષિ કરતાં અને તેઓ જંગલ અને ઝાડના પૂજક હતા એટલે અંધાધૂંધ કાપણી દ્વારા જંગલ સંપત્તિનો વિનાશ તેમનો ઉદ્દેશ્ય નહોતો. પણ બ્રિટિશ રાજના કાયદાઓ મુજબ જંગલના કેટ કેટલાય માઈલોના વિસ્તારને "આરક્ષિત" જાહેર કરી દેવામાં આવ્યા અને પોડુ કૃષિને રાતોરાત ગેર-કાયદેસર જાહેર કરી દેવામાં આવી. સંપૂર્ણ-પણે પ્રકૃતિ ઉપર નિર્ભર અને સાવ અભણ આદિવાસીઓ માટે બ્રિટિશ રાજના કાયદાઓના લીધે "Forced  Famine " એટલે કે કુદરતના લીધે નહિ પણ બ્રિટિશ રાજ નિર્મિત ભૂખમરાની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. 

1.2) જંગલમાં સંગ્રહ ઉપર પ્રતિબંધ. 

બ્રિટિશ રાજ પહેલાં આદિવાસીઓ જંગલમાંથી બળતણ માટેનું લાકડું, ફૂલો, ફળો, ઔષધીય વનસ્પતિઓ વગેરે સંગ્રહીને વેચીને પેટગુજારો કરતા અને તેમની સમજણ પ્રમાણેની આર્થિક પ્રવૃતિઓ કરતા. ટૂંકમાં તેઓ જંગલમાં કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે સ્વતંત્ર હતા અને હજારો વર્ષોથી તેઓ આમ જ જીવન ગુજારવા ટેવાયેલા હતા. બ્રિટિશ વન વિભાગે 1882ના મદ્રાસ ફોરેસ્ટ એક્ટ હેઠળ આ જંગલ સંપત્તિના 'સંગ્રહ' ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો. અને હવે આ પ્રવૃત્તિ માત્ર અને માત્ર વન વિભાગના અધિકાર હેઠળ મૂકવામાં આવી, વન વિભાગે "ફૂલી" મજૂરી [ રેલવે પ્લાટફોર્મો ઉપર ફૂલી પ્રથા ક્યાંથી આવી ? ]  પ્રથા શરુ કરી અને ખૂબ જ અલ્પ મહેનતાણું આપીને આદિવાસીઓ પાસે આ વસ્તુઓ ભેગી કરાવવાનું શરુ કર્યું. આ વસ્તુઓને વેચીને બ્રિટિશ સરકારે, પોતાની તિજોરીઓ ભરવાનું કુકર્મ શરુ કર્યું અને આદિવાસીઓની જીવનચર્યા ઉપર વજ્રઘાત કર્યો. 

1.3) ફૂલી મજૂરી

બેકાર થઇ ગયેલા આદિવાસીઓને બ્રિટિશ સરકાર જંગલો કાપીને રોડ બાંધવાના કામ માટે મજૂરો તરીકે ઉપયોગમાં લેવા લાગી અને કાગળ પાર એવું બતાવવામાં આવતું કે ત્યારના પ્રવર્તમાન ધોરણો પ્રમાણે મજૂરી ચૂકવાઈ રહી છે પણ હકીકત કઈંક જુદી જ હતી. ભાષાના અવરોધના લીધે આદિવાસીઓ સાથે સંપર્ક માટે નિમાયેલી "ઐય્યપન કમિટી" નોંધે છે કે અમુક પ્રકારના કામ માટે કોઈ જ મહેનતાણું ચુકવાતું નહોતું. તદુપરાંત વન વિભાગના અધિકારીઓ જ સ્વીકારતા કે સરકારે નક્કી કરેલું મહેનતાણું છૂટક મજૂરી માટેના બજાર ભાવ કરતાં ઓછું હતું. વિશાખાપટનમના રાજના એજન્સી કમિશ્નર F. W. Stewart નરસપટમ સ્થિત ચીફ સેક્રેટરીને સપ્ટેમ્બર 12 1922ના રોજ લખેલા પત્રમાં નોંધે છે કે "રામપાના તહેસીલદારે રોડ બાંધકામના કાર્યમાં જોડાયેલા મજૂરોને એક પણ પૈસાની મજૂરી ચૂકવી નથી." 

વન વિભાગના અધિકારીઓ અને સરકાર માટે સંગ્રહનો ઠેકો લેતા ઠેકેદારોની મિલીભગતના લીધે આદિવાસીઓનું ખૂબ શોષણ થતું હતું. ઘણીવાર રાજના કામો માટે 1858 એક્ટ 1 નો દુરુપયોગ કરીને ફરજીયાત અને વગર પૈસા ચૂકવે મજૂરી કરાવવામાં આવતી તેને ત્યાં સ્થાનિક ભાષામાં 'વેત્તિ' કહેતા.[જેને આપણે ગુજરાતીમાં "વેઠ" કહીએ છીએ] વેત્તિ કરતાં પણ વધુ શોષણ "ગોઠી" પ્રકારની મજૂરીમાં થતું કે જેમાં આદિવાસીઓને બંધક મજૂર બનાવવામાં આવતા. એટલું જ નહિ પણ જે કમનસીબ આદિવાસી બંધક મજૂર બનાવવામાં આવ્યો હોય તેના બાળકોને પણ આગળ જતાં આ પ્રકારની ખૂબ જ જુલ્મી અને શોષણવાળીવ્યવસ્થાનો વ્યવસ્થાનો ભાગ બનવું પડતું. 

2) બાળપણ

છાપામાર યુદ્ધમાં પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી અમર થઇ જનાર એવા અલ્લુરી સીતારામ રાજુનો જન્મ વિશાખાપટનમથી આશરે 50 કિમી ઉપર ઈશાન (ઉત્તર-પૂર્વ)માં પંડારંગી નામે ગામમાં 4થી જુલાઈ 1897ના રોજ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. અલ્લુરીના પિતા વેંકટરામ રાજુ વ્યવસાયે ફોટોગ્રાફર હતા અને તનજીકના મોટા શહેર રાજમુંદરીમાં ઠરીઠામ થયેલા હતા. વેંકટરામ ખૂબ જ સ્વતંત્ર મિજાજના હતા અને કોઈની હેઠળ કામ કરવું તેમને ફાવતું નહોતું. તે સમયે રસ્તા પરથી જો કોઈ યુરોપિયન વ્યકતિ પસાર થાય તો તેમના માનમાં ઝુકવાની કે સલામી આપવાની પ્રથા હતી, એક વાર વેંકટરામ અલ્લુરીને આવી રીતે કોઈ યુરોપિયનને સલામ કરતા જોઈ ગયા તો તેમણે તેને ઠપકો આપ્યો અને ફરી ક્યારેય આવી રીતે સલામી ન આપવા તાકીદ કરી. અલ્લુરીના માતા નારાયણમ્મા એક ધાર્મિક સ્ત્રી હતા. અલ્લુરીએ માત્ર 8 વર્ષની કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. ગામડે જ પ્રાથમિક શાળા પતાવ્યા બાદ હાઈ સ્કુલ માટે તેઓ કાકીનાડા ગયા જ્યાં તેમનો સંપર્ક મદદુરી અન્નપૂર્ણયા સાથે કે જે આગળ જતાં ગાંધી ચિંધ્યા સત્યાગ્રહના માર્ગે જોડાયા અને રાષ્ટ્રીય સ્તરે જાણીતાં થયા. તેઓ બંને ભેગા માતૃભૂમિના સ્વાતંત્ર્યના સ્વપ્નો જોતા અને ભણવાના ભોગે તેની વાતો, કલ્પના કરતા. અલ્લુરીને ધ્યાનમાં બેસવું પણ ગમતું એવું નોંધાયું છે. 1912માં તેઓ IV ફોર્મ (આજના શિક્ષણ સાથે આ ક્યાં બંધ બેસે તેની જાણ નથી) ભણવા વિશાખાપટનમ ગયા. ત્યાં તેમના કોઈ મિત્રની બહેન સીતા માટે તેમને ખૂબ પ્રેમ હતો જે તેઓ ક્યારેય વ્યક્ત કરી શક્યા નહોતા. કોઈ આકસ્મિક સંજોગોમાં જયારે તેનું અચાનક અવસાન થયું ત્યારે તેઓ ખૂબ જ નાસીપાસ થઇ ગયા અને તે સીતાની યાદમાં તેમણે પોતાના મૂળનામ અલ્લુરી રામમાં "સીતા" ઉમેરી દીધું ત્યારથી તેઓ અલ્લુરી સીતારામ તરીકે ઓળખાયા. ત્યારબાદ તેમના કાકા રામકૃષ્ણ રાજુ કે જે નરસપુરના તહેસીલદાર હતા તે તેમને તેમની પાસે લઇ આવ્યા અને તેમને ત્યાંની "Taylor" હાઇ સ્કૂલમાં દાખલ કર્યા. પણ મૂળ બળવાખોર પ્રકૃતિના અલ્લુરીને આ ગોઠ્યું નહિ, તેઓ તો કાકાનો ઘોડો લઈને તેને ડુંગરોમાં લાંબી સવારી માટે નીકળી પડતા. તેમને ઘોડેસવારી ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા અભ્યાસમાં અને સ્થાનિક ઔષધીય વનસ્પતિઓમાં પણ રસ હતો. તેમણે વિદેશી પદ્ધતિ પ્રમાણેનો અભ્યાસ પડતો મૂક્યો પણ જાતે જ તેલુગુ, સંસ્કૃત, ઈંગ્લીશ અને હિન્દી ઉપર પકડ મેળવી. યુવાન વયે તેમને દેશાટનનો પણ ચસ્કો હતો. કહેવાય છે કે તેઓ હિમાલય ખૂંદવા નીકળ્યા હતા અને ગંગોત્રી અને નાસિક કે જે અનુક્રમે મા ગંગા અને ગોદાવરીના ઉદગમ સ્થાનો છે ત્યાંની મુલાકાતે ગયા હતા. હિમાલયમાં તેઓ મહાન ક્રાંતિકારી પૃથ્વી સિંહને મળ્યા કે જે બેડીઓમાં જકડાયેલા અને સિપાહીઓની વચ્ચે હોવા છતાં ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી ગયા હતા અનેજાણીતા થયા હતા. તેઓ બંને અન્ય ક્રાંતિકારીઓને મળવા હાલ બાંગલાદેશમાં સ્થિતઃ એવા ભાગલા પહેલાના ભારતના ક્રાંતિકારીઓના ગઢ એવા ચિત્તાગોંગ ગયા. 

Reference Book for the citation

અંતે તેઓ હાલના આંધ્ર પ્રદેશ સ્થિત પપિકોન્ડા રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક આવેલી પપીની ટેકરીઓમાં સ્થાયી થયા. ઉપર પૂર્વાર્ધમાં જણાવેલ કોયા પ્રજાતિના આદિવાસીઓ સાથે થતો અન્યાય જોઈ તેઓ ખૂબ જ વ્યથિત થયા. આ ઉપરાંત સ્થળપુરાણ (સ્થાનિક ઇતિહાસ)માં એવું પણ નોંધાયું છે કે આવી વિષમ પરિસ્થિતિમાંયે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન થતું જોઈ તેઓ ખૂબ જ રોષે ભરાતા. બ્રિટિશ રાજના વેપાર ભેગો યુરોપની અતિ-જાણીતી વટાળ પ્રવૃત્તિ અને તેમાં આગળ પડતો એવો પ્રોટેસ્ટન્ટ પંથ પણ ભારત આવ્યો હતો. પ્રોટેસ્ટંટોના 100 માંથી 80 સંપ્રદાયો તે વખતથી જ આ વટાળ પ્રવૃત્તિમાં જોરશોરથી જોડાયેલા હતા. પી. રાજેશ્વર રાવ પોતાના પુસ્તક "ધ ગ્રેટ ઇન્ડિયન પેટ્રિઅટસ" ભાગ 2માં અલ્લુરી પ્રકરણમાં નોંધે છે કે તે જમાનામાં 30 કરોડ રૂપિયા વાર્ષિક મિશનરીઓ ધર્માંતરણ માટે વાપરતા હતા.(જે આજની તારીખ પ્રમાણે આશરે 900 કરોડ થાય.) અને જયારે પણ ધર્માંતરણની વાત આવે છે ત્યારે મને કેન્યાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કીધેલું એક જાણીતું વાક્ય હમેંશા યાદ આવે છે. 

જે આફ્રિકાની ગરીબ પણ સ્વાયત્ત આદિવાસી જાતિઓ સાથે થયું એજ બ્રિટિશરાજના સમયથી આપણા દેશના આદિવાસીઓ સાથે આજે પણ થઇ રહ્યું છે.

વધારાની વાત : કહેવાતા 'કટ્ટર' હિન્દૂ એવા મોદી સરકારના આઠ-આઠ વર્ષ પછીયે હજીયે ભારત સરકાર વિદેશીઓને બેરોકટોક "મિશનરી" વિસા આપે છે કે જેથી કરીને તેઓ ભારતના સનાતન ધર્મની અને સંસ્કૃતિની ઘોર ખોદવાનું 500થીયે વધુ વર્ષોથી ચાલ્યું આવતું અવિરત કાર્ય ચાલુ રાખી શકે, પણ એ બધી દુઃખદ વાતો હાલમાં રહેવા દો. 

સારો બાંધો, કદ-કાઠી અને દેખાવડાં હોવા છતાં ય 18 વર્ષે અલ્લુરીએ સંન્યાસ લઇ લીધો અને આજ રામપા અને ગુડેમના ડુંગરો-કોતરોમાં ભટકતા. તેમની તપસ્યા, જ્યોતિષનું તેમ જ ઔષધીય જ્ઞાન અને તે ઉપરાંત જંગલી પશુઓને વશમાં કરવાની આવડતને કારણે તેઓ સ્થાનિક આદિવાસીઓના લાડીલા થઇ ગયા અને આદિવાસીઓ તેમને દૈવી શક્તિવાળા સંત તરીકે જાણવા લાગ્યા. તેમની આ સંત તરીકેની ઓળખ તેમની પ્રસિદ્ધિનું કારણ બની. સ્થાનિક લોકો તેમને 'દેવુડુ' (દેવ) તરીકે સંબોધવા લાગ્યા. લોકોમાં એવો ભાવ જાગ્યો કે બ્રિટિશના 'જબરદસ્ત' જુલમી શાસનમાંથી આ દેવ જ આપણને મુક્ત કરાવશે અને યુવાન સંત અલ્લુરીને ત્યાંના લોકસંગીતમાં વણી લેવામાં આવ્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હયાત હોય ત્યારે તેનો ઉલ્લેખ લોક-સંગીતમાં નથી થતો, વ્યકતિના આ દુનિયામાંથી વિદાય લીધા બાદ જ તેમના નામનો લોક-સંગીતમાં ઉમેરો થતો હોય છે. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે તેઓ કેટલા લોકપ્રિય હતા. તેમના એક સમયના સહાધ્યાયી અને ગાંધીવાદી અન્નપૂર્ણયા જેમનો પહેલાં ઉલ્લેખ કર્યો હતો તે નોંધે છે કે અલ્લુરી આદિવાસીઓને ધર્મરૂપી દૂધમાં દેશભક્તિની સાકાર ઘોળીને પીવડાવતાં. 

3) વિદ્રોહ 

અલ્લુરી તે સમયની રાજકીય ગતિવિધિઓથી સુપેરે પરિચિત હતા. ત્યારના કોંગ્રેસના પ્રચારકો દ્વારા મળતા સમાચારના લીધે અસહકાર આંદોલન વિશે તેઓ જાણતા હતા અને ગાંધીજીના અમુક પ્રયોગોનો તેમણે પોતાની વિદ્રોહની યોજનાને ગુપ્ત રાખવા એક જાતના માટે આવરણ તરીકે ઉપગોય કર્યો. તેમણે  અંગ્રેજો દ્વારા ચલાવવામાં આવતી કોર્ટોના તથા દારૂના બહિષ્કાર માટે સ્થાનિક લોકોને અપીલ કરી અને તેમનું વચન ભોળા અને ભાવુક જંગલમાં વસતા લોકો માટે દૈવી આજ્ઞા સમાન હતું, ગોદાવરી અને વિશાખાપટ્ટનમમાં તેમને લોકોનો ઘણો જ સહકાર મળ્યો. કોર્ટોમાં કાગડા ઉડવા માંડ્યા અને દારૂનો લોકોએ મોટી સંખ્યામાં ત્યાગ કર્યો. ઠેકઠેકાણે નાની નાની પંચાયત કોર્ટો શરુ થઇ અને લોકોએ જાતે જ સ્થાનિક રીતે ન્યાય તોળવાનું શરુ કર્યું. અલ્લુરીએ પોતે ખાદી અપનાવી અને પાછળથી એ પણ બહાર આવ્યું કે તેમના સૈનિકો માટે પણ ખાદી જ વાપરવામાં આવતી. તેઓ આ બધી પ્રવૃતિઓના લીધે તેમની સશસ્ત્ર બળવાની યોજના ગુપ્ત રાખવામાં એ હદે સફળ થયા હતા કે જયારે ઓગસ્ટ 1922માં જયારે તેમણે 500 સૈનિકો સાથે 3 પોલીસ સ્ટેશનો ઉપર હુમલા કર્યા અને સ્વતંત્રતા માટે યુદ્ધની જાહેરાત કરી ત્યારે બંને કોંગ્રેસ આગેવાનો અને બ્રિટિશ સરકાર આંચકો ખાઈ ગયા. ચિન્તાપલ્લી, કૃષ્ણદેવીપેટ અને રાજવોમમાંગી આ ત્રણે સ્થળે એક પછી એક એમ 22,23 અને 24 ઓગસ્ટ 1922માં હુમલા થયા અને તેઓ 26 કાર્બાઇન બંદૂકો અને 2500 રાઉન્ડ ચોરી ગયા. ભારતના સ્વાતંત્ર્યતાના ઇતિહાસમાં જવલ્લે જ આવા ગોરીલા યુદ્ધનીતિના સફળ દાવ વિશે વાંચવામાં આવે છે. આ સફળતા બાદ તેઓ ઈશાન દિશામાં ગુદેમ તરફ રાવણ થયા જ્યાં એક સ્થાનિક ઉત્સવમાં ભાગ લઇ વધુ યુવાનોને પોતાની સશસ્ત્ર લડતમાં જોડવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. ત્યાર બાદ તેમને 25 સપ્ટેમ્બરે દમણપલ્લીના ઘટમાં ફરી એક મોટી સફળતા મળી. તેમને ઓચિંતા હુમલા માટે બ્રિટિશ તૈયાર નહોતા અને તેમણે બે બ્રિટિશ ઓફિસરો સ્કોટ કોવર્ડ અને એલ. એન. હેયટરને ત્યાં ને ત્યાં ઠાર કરી દીધા. તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો કે તેમની લડત "ગોરાઓ" સામે છે. બ્રિટિશ સરકાર ટૂંકા સમયમાં ચાર ચાર હુમલાઓમાં માર ખાધા બાદ હચમચી ગઈ હતી અને "માલાબાર સ્પેશિયલ ફોર્સ" કે જેની પાસે વાયરલેસ સેટ જેવા ત્યારના અદ્યતન સાધનો, જંગલોમાં માલવહન માટે ખચ્ચરો ઉપરાંત જંગલોમાં લડવા માટે ખાસ પ્રશિક્ષણ મળેલું હતું તેમને લાવવામાં આવ્યા. પણ કારણકે આ દુર્ગમ વિસ્તારોમાં કે જ્યાં સ્થાનિક લોકોને જંગલના ખૂણે ખાંચરાની માહિતી હતી તેઓ એક જાતનું માહિતી તંત્ર હતા તેમજ તેમને અલ્લુરી માટે ખૂબ માન હતું, તેઓ બધી જ રીતે અલ્લુરી અને તેના સાથીઓનું રક્ષણ કરતા તેથી બ્રિટિશ સરકાર માટે તેમને શોધવું/પકડવું લગભગ અશક્ય હતું. બ્રિટિશ માટે અલ્લુરીને શોધવો એ ઘાસના પૂળામાં સોય શોધવા જેટલું કપરું કામ હતું. છેવટે બેચેન બ્રિટિશ સરકાર જેમ પહેલાં ઘણીવાર કરી ચૂકી હતી તેમ પોતાની લશ્કરી દમન નીતિ ઉપર આવી ગઈ. માહિતી આપનારને ઇનામથી માંડીને પોલીસને બાતમી ન આપવા તેમ જ અલ્લુરી અને તેના સૈનિકોને શરણ આપવા બાદલ "શિક્ષા-કર", આડેધડ ગામોંમાંથી ધરપકડ કરીને શારીરિક અત્યાચાર જેવા જાત જાતના ગતકડાં અજમાવા મંડી. અલ્લુરીની ધરપકડ માટે રૂપિયા 1500, તેમના જમણો હાથ ગણાતાં કોયા બંધુઓ ગામ ગણતમ  દોરાની અને ગામ મલ્લુદોરાની ધરપકડ માટે 1000ના ઇનામ જાહેર થયા. માર્શલ લૉ અમલમાં મૂકવામાં આવ્યો કે જે પોલીસને વધુ સત્તા આપે કે જેથી કરીને તેઓ આદિવાસીઓ તેમજ ગામ વાળાઓ ઉપર વધુ અત્યાચાર આચરી શકે. 

શિક્ષા કર રીતસર માથે બંદૂક તાકીને વસૂલવામાં આવતો. બીજી જૂન 1923 સુધીમાં બે મહિનાના ગાળામાં અંગેજોએ રૂપિયા 1768 એકત્ર કર્યા, જુલાઈ 21,1923 સુધીમાં લેવાના થતાં 1705 રૂ. ની સામે 5761 રૂ. ગરીબ પ્રજા પાસેથી વસૂલવામાં આવ્યા જે ત્યારના સમયમાં ખૂબ મોટી રકમ હતી. તે છતાંય સફળતા ના મળતાં અંગ્રેજોએ ગામેગામ રીતસર એક-એક ઘરની તલાશી લેવાનું ચાલુ કર્યું. પણ આ બધી વિપદાઓ છતાં લોકોએ ક્યારેય અલ્લુરી અને તેના સાથીઓ સાથે દગો ના કર્યો. ઘણાં વિસ્તારોના મુત્તાદારોએ પણ અલ્લુરીને સાથ આપ્યો ને અમુક જેમકે મકરામ મુત્તાના મુત્તાદાર બળવાખોરોને સાથ આપવાના ગુનામાં જેલભેગા પણ થયા. આ બધા પ્રયત્નો બાદ પણ લોકો ટસથી મસ નથી થઇ રહ્યા અને ઉલ્ટાનું વધુને વધુ લોકો અલ્લુરીની સાથે જોડાઈ રહ્યા છે જાણી બ્રિટિશ સરકારે "શિક્ષા-કર" નાબૂદ કર્યો. માલાબાર સ્પેશિયલ ફોર્સ પણ બળવાને જોરજુલમથી દાબી દેવામાં અક્ષમ રહ્યો અને છેવટે બ્રિટિશ સરકારે તેમના લશ્કરને બોલાવ્યું. બ્રિટિશ લશ્કરે અમાનુષી અત્યાચારોની સીમાઓ વટાવી દીધી. જેમના ઉપર અલ્લુરી અને તેમના સાથીદારોને શરણ આપવા કે મદદ આપવાની શંકા હોય તેમના ખેતરોમાં ઉભા પાક સળગાવી દેવા, ઘરો સળગાવી દેવા, તેમના પશુધનને મારી નાખવું અને તેમની સ્ત્રીઓ સાથે નિર્દયી કૃત્યો કરવા વગેરે. અંતે બ્રેકન(Bracken) કે જે પૂર્વ ગોદાવરીનો કલેક્ટર હતો અને રૂધરફર્ડ (R.T. Rutherford ) કે જે વિશાખાપટ્ટનમનો કલેકટર હતો તે બંને જાત જાતના કાવતરાં કરીને અલ્લુરીએ ચાંપેલી સ્વરાજની જ્યોતને બુઝાવી દેવામાં સફળ થયા અને સાતમી મે 1924ના રોજ, બળવાના આશરે 2 વર્ષ બાદ અલ્લુરીને કોંડાપલ્લીના યુદ્ધમાં ગોળી વાગી અને તે વીરગતિ પામ્યા. જો કે અમુક લોકવાયકાઓ એવી પણ છે કે તેઓ આ યુદ્ધમાંથી જીવતા બચી ગયા હતા અને બ્રિટિશરોને ભરમાવવા તેમની જગ્યાએ કોઈ અન્ય મૃત સૈનિકને મૃત અલ્લુરી જાહેર કરી દેવાયો હતો. અમુક વર્ષો બાદ એલુરુ, રાજમુંદરી અને ભીમાવરમ વગેરે સ્થળોએ અલ્લુરીના હોવાના દાવા થયેલા હતા. 

 તેમનો ખૂબ નિકટનો સાથી ગણતમ દોરા છઠી જૂન 1924ના રોજ વીરગતિ પામ્યા અને મલ્લુદોરા જીવતા પકડાયા અને તેમને આજીવન કારાવાસની સજા થઇ. દેશની આઝાદી બાદ આજ મલ્લુદોરા દેશની પહેલી લોકસભામાં આંધ્ર પ્રદેશના વિશાખા પટ્ટનમથી સાંસદ બન્યા. 

4) મરણોપરાંત સન્માન: 

  1. આંધ્ર પ્રદેશ સરકારે આઝાદી બાદ અલ્લુરીના જન્મસ્થળ તેમજ તેમની ગતિવિધિઓના સ્થળોએ સ્મારકો બનાવડાવ્યા. આ સ્થળોની યાદીમાં ભીમાવરમ પણ શામેલ હતું. આ લેખમાં સૌથી પહેલો ફોટો તેમના ગામમાં આવેલ "અલ્લુરી વિગ્રહ પ્રાંગણ"માં તેમની પ્રતિમાનો છે. 
  2. અલ્લુરીના હયાત ભાઈઓને રાજકીય નિવૃત્તિ-વેતન આપવામાં આવ્યું.
  3. એલુરુ શહેરમાં આજે પણ અલ્લુરીની સ્મૃતિમાં વિશાળ "અલ્લુરી સીતારામ રાજુ" સ્પોર્ટ્સ સંકુલ ઉભું છે. 
  4. ભારત સરકારે અલ્લુરીની સ્મૃતિમાં આ નીચેનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો જે સ્ટેમ્પ સંગ્રહના શોખીનો પાસે જોવા મળી શકે છે.

જતાં જતાં: આ મલ્ટીમિડીયાનો જમાનો છે એટલે જતાં જતાં આ અલ્લુરી માટે ઇન્ટરનેટ ઉપર પ્રચલિત અમુક ઇન્ફોગ્રાફિક્સ ઉપર નજર નાખતાં જાઓ અને જો RRR મૂવી હજુયે ના જોયું હોય તો આજે જ જોઈ નાખો !! 

Tuesday, December 7, 2021

શૌર્ય દિવસ: અયોધ્યા મુક્તિ સંગ્રામના દસ ભૂલાઈ ગયેલા શૂરવીરો

દેવરાહા બાબાજી

ડિસેમ્બર એટલે મજાનો મહિનો, એક તો વિદેશમાં નાતાલના લીધે એમાં લાંબી રજાઓ આવતી હોય અને ઉપરથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આવતો આપણા હિન્દુઓનો શૌર્ય દિવસ. આપણે આપણું ગુમાવી ચૂકેલા સાહસ અને ધર્મદાઝને નવજીવન આપનાર ચીર-સ્મરણીય પ્રસંગ. આપણા ધર્મની જ્યોતને આવનાર સદીઓ સુધી જીવંત રાખવા માટે તેલ પૂરનાર બેજોડ સફળ પ્રયાસ. હકીકતમાં તો આ દિવસને ઉત્સવની જેમ ઉજવવો જોઈએ. થશે એય થશે, 10-15 વર્ષે એય થશે. હજીયે દેશમાં ઘણા હિંદુઓ એવા છે કે એમને આ દિવસની મહત્તા ખ્યાલ નથી પણ એની બહુ ચિંતા કરવી નહિ, આપણે વ્યવહારિક વાતોમાં નથી કહેતા કે ફલાણાંને  'ટ્યુબલાઈટ' મોડી થાય છે, એવું જ બીજું કઈ નહિ, આ બાકીના હિંદુઓ પણ વહેલે મોડે એની મહત્તા સમજી જશે અને આપણી સાથે જોડાઈ જશે. સમય બડા બલવાન...

તો આજના દિવસે હું તમને એવા દસ વ્યક્તિ વિશે જાણ કરવા માંગું છું કે જેમના વગર આપણા રામમંદિરનો પુનરોદ્ધાર થયો જ ના હોત. મને એ વાતનો આનંદ છે કે દુનિયાના 130થી વધુ દેશોમાં ફેલાયેલા લગભગ 7.3 કરોડ ગુજરાતીઓમાં કદાચ આ વિષય ઉપર માહિતી પ્રસ્તુત કરનાર હું પહેલો છું. મને હમેંશાથી એક વાત કઠે છે કે આપણે હિંદુઓ બહુ જ સરળતાથી આપણા શૂરવીરો/યોદ્ધાઓને ભૂલાવી દઈએ છે એટલે જ આજે શૌર્ય દિવસે આ વિષય પસંદ કર્યો. તો ચાલો શરુ કરીએ.

1) વૈરાગી અભિરામ દાસ 

એવું મનાય છે કે મૂળ દરભંગા બિહારના રામાનંદ સંપ્રદાયના તપસ્વી અભિરામ દાસને વિવાદિત સ્થાન ઉપર ડિસેમ્બર 22-23, 1949ની રાતે  પ્રભુ શ્રી રામની મૂર્તિ પધરાવવાનું શ્રેય જાય છે. ત્યારની સરકારે કરેલી FIRમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે લખાયું હતું. તેઓ એક જાણીતાં "લડવૈયા" સંત હતા. તેમનું શરીર કસાયેલું હતું અને તેઓ કુસ્તીમાં પારંગત હતા. તેઓ હિન્દૂ મહાસભાના સદસ્ય થયા તે પહેલા કોંગ્રેસના સદસ્ય હતા અને 1981માં રામશરણ થયા. 

2) દેવરાહા બાબાજી 

આધ્યાત્મના સર્વોચ્ચ શિખરે પહોંચેલા દેવરાહા બાબાજી એક ખૂબજ રહસ્યમયી સંત હતા. કેટલાય વર્ષો સુધી હિમાલયમાં અજ્ઞાતવાસ બાદ તેઓ દેવરિયા, ઉત્તર પ્રદેશમાં સરયૂ નદીના કાંઠે 12 ફૂટ ઊંચો માંચડો બાંધીને તેના ઉપર રહેતા હતા અને માત્ર સવારે ન્હાવા માટે નીચે ઉતારતા હતા. તેઓ આહારમાં માત્ર દૂધ અને મધનું સેવન કરતા હતા. એ સિવાય તેમણે જીવનમાં કોઈપણ નક્કર પદાર્થ ગ્રહણ કર્યો નહોતો. તેઓએ અહીં જ સ્થાયી મુકામ કર્યો હોવાથી દેવરિયા જગ્યાના નામ ઉપરથી તેઓ 'દેવરાહા' બાબાજી તરીકે પ્રસિદ્ધ થયા. કહે છે કે તેમના જન્મ અંગે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી પણ સ્થાનિક લોકવાયકાઓ મુજબ તેઓ 500 થી 900 વર્ષની આયુના હતા. [માનવામાં નથી આવતું ને, મનેય વાંચીને આંચકો લાગ્યો હતો, રસ પડે તો ગુગલ તો છે જ વધુ સંશોધન કરવા.] ત્યાં સુધી કે અમેરિકાના વૈજ્ઞાનિકોને પણ એમનામાં ખૂબ રસ હતો. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત મદન મોહન માલવીય, પુરુષોત્તમદાસ ટંડન, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી જેવા  કેટકેટલાય રાજકારણના દિગ્ગજો એમના અનુયાયી હતા. તેઓ પોતાના ભક્તોને અતિસરળ એવા બસ રામ મંત્રની દીક્ષા આપતા હતા. 

एक लकड़ी हृदय को मानो, दूसर राम नाम पहिचानो
राम नाम नित उर पे मारो, ब्रह्म दिखे संशय न जानो ।

આ તેમનો જીવનમંત્ર હતો. 

તેમની અધ્યક્ષતામાં 1984માં કુમ્ભ મેળા દરમ્યાન પ્રયાગરાજમાં ભરાયેલી 'ધર્મ સંસદ'માં સમગ્ર સંત સમાજે એકસૂરમાં 9મી નવેમ્બર 1989ના દિવસે રામ મંદિરના શિલા ન્યાસ અંગે નિર્ણય લીધો હતો. એમણે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ને રામ મંદિર અંગે "બચ્ચા, હો જાને દે" એવો પ્રસિદ્ધ સંદેશ આપ્યો હતો. પ્રયાગરાજમાં 1989માં મહાકુંભના પવન પ્રસંગે તેમણે  વિશ્વ હિન્દૂ પરિષદના મંચ ઉપરથી સંદેશ આપ્યો હતો કે  "દિવ્યભૂમિ ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા અને ગૌસેવા વિના અસંભવ છે. ગૌ-હત્યાનું કલંક મિટાવવું દેશ માટે અત્યંત આવશ્યક છે." બાબાજી પાસે ઘણી ચમત્કારી શક્તિઓ હતી જેવી કે પાણી ઉપર ચાલવું અને લોકોના તે જોયાના ઘણા પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ છે. કહેવાય છે કે "ઇમર્જન્સી" બાદની ચૂંટણી હાર્યા બાદ ઇન્દિરા ગાંધી બાબાના આશીર્વાદ લેવા આવી હતી અને તેમણે તેને પોતાના હાથના પંજાથી આશીર્વાદ આપ્યો જે એક રોચક ઘટના હતી કારણકે તેઓ સામાન્ય રીતે પોતાના પગનો અંગૂઠો અડાડીને ભક્તોને આશીર્વાદ આપતા હતા. આ ઘટના બાદ જ ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ "ગાય અને વાછરડું" બદલીને હાથનો પંજો કર્યો હતો. [ લખવા માટે સંશોધન કરતાં ખરી ખરી રસપ્રદ વાતો હાથ લાગી જાય છે !!]  

3) મોરોપંત પિંગળે 

નાગપુર "મોરિસ" કોલેજના સ્નાતક અને રાષ્ટ્રીય સવયંસેવક સંઘના પ્રચારક એવા મોરોપંતજી એક 'અદ્રશ્ય' અને કુશળ વ્યૂહ રચનાકાર હતા. દેશભરમાં આયોજન કરવામાં આવેલી 'યાત્રાઓ' અને 'શિલા પૂજન'ના કાર્યક્રમો કે જેના અંતર્ગત દેશના 6,00,000 માંથી 3,00,000 ગામોમાંથી મંદિર નિર્માણ માટે ઈંટો અયોધ્યા મોકલવામાં આવી હતી તેના રચયિતા હતા. તેઓ જાહેર જીવનથી દૂર અજ્ઞાત રહીને રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરી રહ્યા હતા. 

4) મહંત અવૈદ્યનાથજી 

1980-90 દસકાના મધ્યમાં રામ મંદિર ચળવળના નેતૃત્વ માટે ગઠિત એવા રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના પ્રથમ અધ્યક્ષ એવા શ્રી અવૈદ્યનાથજી એ બીજા કોઈ નહિ પણ આપણા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીના ગુરુજી. તેઓ જ આદિત્યનાથજી પહેલા સુપ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર  (મુખ્ય મહંત) હતા. આ ઉપરાંત તેઓ રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના પણ અધ્યક્ષ હતા. 

મૂળ કૃપાલ સિંહ બિશ્ત નામે જન્મેલ અવૈદ્યનાથજી ગૌરક્ષપીઠ (ગોરખનાથ મંદિર)ના તત્કાલીન પીઠાધીશ્વર મહંત દિગ્વિજયનાથજીના 1940માં અનુયાયી થયા બાદ આ નામ ગ્રહણ કર્યું અને સંસારનો ત્યાગ કરી મહંત બન્યા. 1969માં તેઓ ગોરખનાથના પીઠાધીશ્વર થયા અને આગળ જતાં હિન્દૂ મહાસભા સાથે જોડાયા. તેઓ પાંચ-પાંચ વાર ગોરખનાથથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિધાયક અને ચાર વાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. બાબરી વિધ્વંસના કેસમાં તેમનું નામ પણ આરોપી તરીકે લખાયું હતું. તેમની અને યોગી આદિત્યનાથજીની મૂળ અટક બિશ્ત એ એક માત્ર યોગાનુયોગ છે, તેઓ બંને ભિન્ન પરિવારોથી આવે છે. 12 સપ્ટેમ્બર,2014ના રોજ 93 વર્ષની વયે અવૈદ્યનાથજી રામશરણ થયા. 

5) સ્વામી વામદેવ 

વામદેવજી એક અત્યંય મૃદુભાષી તપસ્વી હતા જે ગૌરક્ષાને વરેલા હતા. દેશભરના વિવિધ હિન્દૂ સંતો અને ધર્મગુરુઓને જયપુરમાં 1984માંરામ મંદિર ચળવળ માટે રાષ્ટ્રીય આયોજન કરી ભેગા કરવાનું શ્રેય તેમને જાય છે. 400 સંતો અને ધર્મગુરુઓ સાથે 15 દિવસ સુધી ખૂબ જ ઊંડાણમાં અને વિસ્તૃત ચર્ચા કરીને રામ મંદિર ચળવળની તેમણે  રૂપરેખા તૈયાર કરી. પોતાની ઉંમરની ચિંતા કર્યા  વિના 6 ઠ્ઠી ડિસેમ્બર, 1992 એ તેમણે કાર સેવાનું નેતૃત્વ કર્યું કે જેમાં મુલાયમ સિંહના આદેશ પર કર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આજ દિવસે નીચે યાદીમાં શામેલ આવે કોઠારી બંધુઓ ધર્મકાજે વીરગતિ પામ્યા હતા. 

6) શ્રીશ ચંદ્ર દીક્ષિત 

1982થી 1984 સુધી ઉત્તર પ્રદેશ પોલીસના ડિરેક્ટર જનરલ રહી ચૂકેલા દિક્ષિતજી રામ જન્મભૂમિ ચળવળના સૌથી આગવી હરોળના નેતા હતા. નિવૃત્તિ બાદ તરત જ તેઓ વિશ્વ હિન્દૂ પરિષદના ઉપ-પ્રમુખ તરીકે જોડાયા હતા. તેમના પોલીસ ખાતાના અનુભવના લીધે તેઓ સ્વાભાવિક રીતે જ એક ખૂબ જ કાબેલ અને સફળ વ્યૂહ રચનાકાર હતા. તેમણે જ વિશ્વ હિન્દૂ પરિષદના ચળવળ સાથે જોડાયેલી વિવિધ સ્થાનિક ઝુંબેશોની રચના અને અગવાઈ કરી હતી. 1990માં કર સેવામાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ પણ થઇ હતી. આખરે 1991માં આપણા હાલના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના મત ક્ષેત્ર એવા વારાણસીથી તેઓ ભાજપના સંસદ તરીકે ચૂંટાયા હતા. 

7) વિષ્ણુ હરિ દાલમિયા 

જાણીતા દાલમિયા ઔદ્યોગિક પરિવારના વંશજ એવા વિષ્ણુ હરિજી 1992થી 2005 સુધી વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ રહ્યા અને તેમણે પણ મોરોપંત પિંગળેજી જેમ પડદા પાછળ રહીને ચળવળ માટે ખૂબ કાર્ય કર્યું. જયારે 1985માં શ્રી રામ જન્મભૂમિ ન્યાસની સ્થાપના થઇ ત્યારે તેઓ તેના કોષાધ્યક્ષ/ખજાનચી તરીકે નિમાયા હતા. બાબરી વિધ્વંસ પછી તેમની પણ અન્ય નેતાઓ સાથે ધરપકડ થઇ હતી. 

8) દાઉ દયાળ ખન્ના 

મૂળ કોંગ્રેસના એવા દયાળ ખન્ના 1960ના દાયકામાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા હતા. આગળ જતા તેઓ રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના જનરલ સેક્રેટરી બન્યા અને રામ મંદિર ચળવળમાં જોડાયા. તેઓએ 1983ની જાહેર સભાઓમાં અયોધ્યા, કાશી અને મથુરામાં મંદિર નવનિર્માણની વાત વહેતી કરી જેનાથી ચળવળને વેગ મળ્યો. સપ્ટેમ્બર 1984માં તેમણે સીતામઢી, બિહારથી પહેલી 'યાત્રા'નો આરંભ કર્યો હતો.  તમે ધ્યાનથી વાંચ્યું હશે તો નોંધ્યું જ હશે કે 10 શૂરવીરોમાંથી 2 તો મૂળ કોંગ્રેસના નેતાઓ હતા અને આજ કોંગ્રેસ આજે કેરળમાં "ગૌમાંસ પાર્ટીઓ"નું આયોજન કરે છે જે અત્યંદ દુઃખદ છે. હું જાણું છું કે મારા વાચકોમાં એવા પણ છે જે ચુસ્ત હિન્દૂ પણ સાથે સાથે કટ્ટર કોંગ્રેસીઓ છે. એમને કદાચ આ વાંચીને દુઃખ થશે પણ જે છે એ આજ કટુ સત્ય છે. 

9) કોઠારી બંધુઓ 

મૂળ કોલકાતાથી આવેલા રામ અને શરદ કોઠારી સાગા ભાઈઓ હતા અને ઓક્ટોબર 1990માં કર સેવા માટે આવ્યા હતા. પૂરા 1000 કિલોમીટર ચાલીને આવેલા આ બે ભાઈઓ 30 ઓક્ટોબરના આયોજિત પહેલી કર સેવામાં જોડાયા હતા. બે દિવસ બાદ 2જી નવેમ્બરે 'મુલ્લા' મુલાયમ સિંહ એવા મુખ્યમંત્રીના આદેશ પર કરવામાં આવેલા ગોળીબારમાં બંને ઉપર પોલીસે 'પોઇન્ટ બ્લેન્ક' રેન્જથી ગોળીઓ ચલાવી અને તેઓ વીરગતિ પામ્યા. રામ કોઠારી માત્ર 23 વર્ષના હતા અને શરદ કોઠારી માત્ર 20 વર્ષના. એમની હત્યા બાદ દેશભરમાં હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો અને હજારો હિન્દુઓએ અયોધ્યા તરફ કૂચ કરી. એમને રામ મંદિર ચળવળના 'ભગત સિંહ બંધુઓ' તરીકે બિરદાવીએ તો જરાક પણ અતિશયોક્તિ નહિ ગણાય.

10) કલ્યાણ સિંહ 

આ રાજનેતા વિશે લખવાના બદલે એમની એક નાની વિડીયો કલીપ રજૂ કરું છું જેમાં એમના જ શબ્દોમાં જાણીએ કે તેઓ કેવી રીતે આ ચળવળમાં હિસ્સેદાર હતા. 

જતાં  જતાં આ નીચેનો વિડીયો અને ફોટો જોતાં જજો, આ લેખમાંથી બીજું કાંઈ યાદ ના રાખો તો વાંધો નહિ, બસ આ વીડિયોમાં રજૂ થયેલ સંદેશ યાદ રાખજો....જય શ્રી રામ!!

માહિતી :
પ્રિન્ટના અંકમાંથી સાભાર

Saturday, May 15, 2021

श्री राघवयादवीयम्

By : Shri Sunil Sharma

क्या ऐसा संभव है कि जब आप किताब को सीधा पढ़े तो राम कथा के रूप में पढ़ी जाती है और जब उसी किताब में लिखे शब्दों को उल्टा करके पढ़े तो कृष्ण कथा के रूप में होती है । जी हां, कांचीपुरम के 17वीं शदी के कवि वेंकटाध्वरि रचित ग्रन्थ "राघवयादवीयम्" ऐसा ही एक अद्भुत ग्रन्थ है। इस ग्रन्थ को ‘अनुलोम-विलोम काव्य’ भी कहा जाता है। पूरे ग्रन्थ में केवल 30 श्लोक हैं। इन श्लोकों को सीधे-सीधे पढ़ते जाएँ, तो रामकथा बनती है और विपरीत (उल्टा) क्रम में पढ़ने पर कृष्णकथा। इस प्रकार हैं तो केवल 30 श्लोक, लेकिन कृष्णकथा (उल्टे यानी विलोम)के भी 30 श्लोक जोड़ लिए जाएँ तो बनते हैं 60 श्लोक।


पुस्तक के नाम से भी यह प्रदर्शित होता है, राघव (राम) + यादव (कृष्ण) के चरित को बताने वाली गाथा है ~ "राघवयादवीयम।" उदाहरण के तौर पर पुस्तक का पहला श्लोक हैः


वंदेऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा यः ।

रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वासे ॥ १॥

अर्थातः

मैं उन भगवान श्रीराम के चरणों में प्रणाम करता हूं, जो

जिनके ह्रदय में सीताजी रहती है तथा जिन्होंने अपनी पत्नी सीता के लिए सहयाद्री की पहाड़ियों से होते हुए लंका जाकर रावण का वध किया तथा वनवास पूरा कर अयोध्या वापिस लौटे।


अब इस श्लोक का विलोमम्: इस प्रकार है

सेवाध्येयो रामालाली गोप्याराधी भारामोराः ।

यस्साभालंकारं तारं तं श्रीतं वन्देऽहं देवम् ॥ १॥


अर्थातः

मैं रूक्मिणी तथा गोपियों के पूज्य भगवान श्रीकृष्ण के

चरणों में प्रणाम करता हूं, जो सदा ही मां लक्ष्मी के साथ

विराजमान है तथा जिनकी शोभा समस्त जवाहरातों की शोभा हर लेती है।


" राघवयादवीयम" के ये 60 संस्कृत श्लोक इस प्रकार हैं:-


राघवयादवीयम् रामस्तोत्राणि

वंदेऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा यः ।

रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वासे ॥ १॥


विलोमम्:

सेवाध्येयो रामालाली गोप्याराधी भारामोराः ।

यस्साभालंकारं तारं तं श्रीतं वन्देऽहं देवम् ॥ १॥


साकेताख्या ज्यायामासीद्याविप्रादीप्तार्याधारा ।

पूराजीतादेवाद्याविश्वासाग्र्यासावाशारावा ॥ २॥


विलोमम्:

वाराशावासाग्र्या साश्वाविद्यावादेताजीरापूः ।

राधार्यप्ता दीप्राविद्यासीमायाज्याख्याताकेसा ॥ २॥


कामभारस्स्थलसारश्रीसौधासौघनवापिका ।

सारसारवपीनासरागाकारसुभूरुभूः ॥ ३॥


विलोमम्:

भूरिभूसुरकागारासनापीवरसारसा ।

कापिवानघसौधासौ श्रीरसालस्थभामका ॥ ३॥


रामधामसमानेनमागोरोधनमासताम् ।

नामहामक्षररसं ताराभास्तु न वेद या ॥ ४॥


विलोमम्:

यादवेनस्तुभारातासंररक्षमहामनाः ।

तां समानधरोगोमाननेमासमधामराः ॥ ४॥


यन् गाधेयो योगी रागी वैताने सौम्ये सौख्येसौ ।

तं ख्यातं शीतं स्फीतं भीमानामाश्रीहाता त्रातम् ॥ ५॥


विलोमम्:

तं त्राताहाश्रीमानामाभीतं स्फीत्तं शीतं ख्यातं ।

सौख्ये सौम्येसौ नेता वै गीरागीयो योधेगायन् ॥ ५॥


मारमं सुकुमाराभं रसाजापनृताश्रितं ।

काविरामदलापागोसमावामतरानते ॥ ६॥


विलोमम्:

तेन रातमवामास गोपालादमराविका ।

तं श्रितानृपजासारंभ रामाकुसुमं रमा ॥ ६॥


रामनामा सदा खेदभावे दया-वानतापीनतेजारिपावनते ।

कादिमोदासहातास्वभासारसा-मेसुगोरेणुकागात्रजे भूरुमे ॥ ७॥


विलोमम्:

मेरुभूजेत्रगाकाणुरेगोसुमे-सारसा भास्वताहासदामोदिका ।

तेन वा पारिजातेन पीता नवायादवे भादखेदासमानामरा ॥ ७॥


सारसासमधाताक्षिभूम्नाधामसु सीतया ।

साध्वसाविहरेमेक्षेम्यरमासुरसारहा ॥ ८॥


विलोमम्:

हारसारसुमारम्यक्षेमेरेहविसाध्वसा ।

यातसीसुमधाम्नाभूक्षिताधामससारसा ॥ ८॥


सागसाभरतायेभमाभातामन्युमत्तया ।

सात्रमध्यमयातापेपोतायाधिगतारसा ॥ ९॥


विलोमम्:

सारतागधियातापोपेतायामध्यमत्रसा ।

यात्तमन्युमताभामा भयेतारभसागसा ॥ ९॥


तानवादपकोमाभारामेकाननदाससा ।

यालतावृद्धसेवाकाकैकेयीमहदाहह ॥ १०॥


विलोमम्:

हहदाहमयीकेकैकावासेद्ध्वृतालया ।

सासदाननकामेराभामाकोपदवानता ॥ १०॥


वरमानदसत्यासह्रीतपित्रादरादहो ।

भास्वरस्थिरधीरोपहारोरावनगाम्यसौ ॥ ११॥


विलोमम्:

सौम्यगानवरारोहापरोधीरस्स्थिरस्वभाः ।

होदरादत्रापितह्रीसत्यासदनमारवा ॥ ११॥


यानयानघधीतादा रसायास्तनयादवे ।

सागताहिवियाताह्रीसतापानकिलोनभा ॥ १२॥


विलोमम्:

भानलोकिनपातासह्रीतायाविहितागसा ।

वेदयानस्तयासारदाताधीघनयानया ॥ १२॥


रागिराधुतिगर्वादारदाहोमहसाहह ।

यानगातभरद्वाजमायासीदमगाहिनः ॥ १३॥


विलोमम्:

नोहिगामदसीयामाजद्वारभतगानया ।

हह साहमहोदारदार्वागतिधुरागिरा ॥ १३॥


यातुराजिदभाभारं द्यां वमारुतगन्धगम् ।

सोगमारपदं यक्षतुंगाभोनघयात्रया ॥ १४॥


विलोमम्:

यात्रयाघनभोगातुं क्षयदं परमागसः ।

गन्धगंतरुमावद्यं रंभाभादजिरा तु या ॥ १४॥


दण्डकां प्रदमोराजाल्याहतामयकारिहा ।

ससमानवतानेनोभोग्याभोनतदासन ॥ १५॥


विलोमम्:

नसदातनभोग्याभो नोनेतावनमास सः ।

हारिकायमताहल्याजारामोदप्रकाण्डदम् ॥ १५॥


सोरमारदनज्ञानोवेदेराकण्ठकुंभजम् ।

तं द्रुसारपटोनागानानादोषविराधहा ॥ १६॥


विलोमम्:

हाधराविषदोनानागानाटोपरसाद्रुतम् ।

जम्भकुण्ठकरादेवेनोज्ञानदरमारसः ॥ १६॥


सागमाकरपाताहाकंकेनावनतोहिसः ।

न समानर्दमारामालंकाराजस्वसा रतम् ॥ १७ विलोमम्:

तं रसास्वजराकालंमारामार्दनमासन ।

सहितोनवनाकेकं हातापारकमागसा ॥ १७॥


तां स गोरमदोश्रीदो विग्रामसदरोतत ।

वैरमासपलाहारा विनासा रविवंशके ॥ १८॥


विलोमम्:

केशवं विरसानाविराहालापसमारवैः ।

ततरोदसमग्राविदोश्रीदोमरगोसताम् ॥ १८॥


गोद्युगोमस्वमायोभूदश्रीगखरसेनया ।

सहसाहवधारोविकलोराजदरातिहा ॥ १९॥


विलोमम्:

हातिरादजरालोकविरोधावहसाहस ।

यानसेरखगश्रीद भूयोमास्वमगोद्युगः ॥ १९॥


हतपापचयेहेयो लंकेशोयमसारधीः ।

राजिराविरतेरापोहाहाहंग्रहमारघः ॥ २०॥


विलोमम्:

घोरमाहग्रहंहाहापोरातेरविराजिराः ।

धीरसामयशोकेलं यो हेये च पपात ह ॥ २०॥


ताटकेयलवादेनोहारीहारिगिरासमः ।


हासहायजनासीतानाप्तेनादमनाभुवि  ॥ २१॥


विलोमम्:

विभुनामदनाप्तेनातासीनाजयहासहा ।

ससरागिरिहारीहानोदेवालयकेटता ॥ २१॥


भारमाकुदशाकेनाशराधीकुहकेनहा ।

चारुधीवनपालोक्या वैदेहीमहिताहृता ॥ २२॥


विलोमम्:

ताहृताहिमहीदेव्यैक्यालोपानवधीरुचा ।

हानकेहकुधीराशानाकेशादकुमारभाः ॥ २२॥


हारितोयदभोरामावियोगेनघवायुजः ।

तंरुमामहितोपेतामोदोसारज्ञरामयः ॥ २३॥


विलोमम्:

योमराज्ञरसादोमोतापेतोहिममारुतम् ।

जोयुवाघनगेयोविमाराभोदयतोरिहा ॥ २३॥


भानुभानुतभावामासदामोदपरोहतं ।

तंहतामरसाभक्षोतिराताकृतवासविम् ॥ २४॥


विलोमम्:

विंसवातकृतारातिक्षोभासारमताहतं ।

तं हरोपदमोदासमावाभातनुभानुभाः ॥ २४॥


हंसजारुद्धबलजापरोदारसुभाजिनि ।

राजिरावणरक्षोरविघातायरमारयम् ॥ २५॥


विलोमम्:

यं रमारयताघाविरक्षोरणवराजिरा ।

निजभासुरदारोपजालबद्धरुजासहम् ॥ २५॥


सागरातिगमाभातिनाकेशोसुरमासहः ।

तंसमारुतजंगोप्ताभादासाद्यगतोगजम् ॥ २६॥


विलोमम्:

जंगतोगद्यसादाभाप्तागोजंतरुमासतं ।

हस्समारसुशोकेनातिभामागतिरागसा ॥ २६॥


वीरवानरसेनस्य त्राताभादवता हि सः ।

तोयधावरिगोयादस्ययतोनवसेतुना ॥ २७॥


विलोमम्

नातुसेवनतोयस्यदयागोरिवधायतः ।

सहितावदभातात्रास्यनसेरनवारवी ॥ २७॥


हारिसाहसलंकेनासुभेदीमहितोहिसः ।

चारुभूतनुजोरामोरमाराधयदार्तिहा ॥ २८॥


विलोमम्

हार्तिदायधरामारमोराजोनुतभूरुचा ।

सहितोहिमदीभेसुनाकेलंसहसारिहा ॥ २८॥


नालिकेरसुभाकारागारासौसुरसापिका ।

रावणारिक्षमेरापूराभेजे हि ननामुना ॥ २९॥


विलोमम्:

नामुनानहिजेभेरापूरामेक्षरिणावरा ।

कापिसारसुसौरागाराकाभासुरकेलिना ॥ २९॥


साग्र्यतामरसागारामक्षामाघनभारगौः ॥

निजदेपरजित्यास श्रीरामे सुगराजभा ॥ ३०॥


विलोमम्:

भाजरागसुमेराश्रीसत्याजिरपदेजनि ।स

गौरभानघमाक्षामरागासारमताग्र्यसा ॥ ३०॥


॥ इति श्रीवेङ्कटाध्वरि कृतं श्री  ।।

https://www.scribd.com/doc/281542977/raghavayadaveeyam-anulom-vilom-kavya

raghavayadaveeyam anulom vi... by Sunil Sharma

कृपया अपना थोड़ा सा कीमती वक्त निकाले और उपरोक्त श्लोको को गौर से अवलोकन करें कि यह दुनिया में कहीं भी ऐसा न पाया जाने वाला ग्रंथ है । जय श्री राम

Saturday, May 8, 2021

શ્રીમદ વલ્લભાચાર્ય

સાધુ વિવેકપ્રિયદાસજીની કલમે લખાયેલ અને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મુદ્રિત 'આપણો સાંસ્કૃતિક વારસો-ભાગ-2' માંથી સાભાર 



આજે શ્રીમદ વલ્લભાચાર્યજીના 544માં પ્રાગટ્ય દિને એમના ચરણોમાં શીશ નમાવી સર્વે વૈષ્ણવોને તેમના જીવન અંગે પરિચિત કરાવવાનો એક નમ્ર પ્રયાસ.

મધ્યકાળ મુઘલ બાદશાહોનો સમય હતો. દેશમાં ભક્તિનો વિસ્તાર ઘટી રહ્યો હતો. શાંકર વેદાંતીઓની બ્રહ્મચિંતનની વિચારસરણી, આત્મજ્ઞાનના નામે સામાન્ય લોકોમાં નીરસતા, શુષ્કતા અને દંભ પ્રસારતી હતી. તેવા સમયે વલ્લાભાચાર્યજીએ ભક્તિમાર્ગને વેગ આપ્યો. લોકોને શુષ્ક્તામાંથી ઉગારી ભક્તિરસમાં તરબોળ કર્યા.

દક્ષિણ ભારતમાં કાંકરવાડ (કાંકરપટુ) ગામમાં ભારદ્વાજ-ગોત્રી (ગોત્રના) તૈલંગ બ્રાહ્મણનો પરિવાર વસતો. તેમની પેઢી દર પેઢીએ સોમયજ્ઞ યોજાયા કરતા. કુટુંબની માન્યતા એવી હતી કે આવા 100 સોમયજ્ઞો ઊજવાય ત્યારે કુટુંબમાં દેવાંશી પુત્રની પ્રાપ્તિ થાય છે. આ કુળ-પરંપરા મુજબ લક્ષ્મણ ભટ્ટ અને તેમના પત્ની ઇલ્લમા ગારુ(તેળુગુ ભાષામાં માનવાચક શબ્દ જેવું કે હિન્દીમાં આપણે કોઈના નામની પાછળ "જી" જોડીએ)એ  એક્સોમો સોમયજ્ઞ પૂરો કર્યો અને સને 1479(સંવત 1535)માં પોતાના સગર્ભા પત્ની ઇલ્લમાગારુ સાથે લક્ષ્મણ ભટ્ટ કાશીની યાત્રાએ જવા નીકળ્યા. કાશી ઉપર યવનો (મુસલમાનો)નું આક્રમણ થવાનું છે તે સાંભળી તેમણે ચૈત્ર સુદ 10ની રોજ ઝડપ વધારી, પરંતુ છત્તીસગઢ પાસેના રાયપુર જિલ્લામાં આવેલા ચંપારણ્યમાં જ ચૈત્ર સુદ 11ના શુભ દિવસે ઇલ્લમાગારૂએ પુત્રને જન્મ આપ્યો. તેજસ્વી પણ મૃતવત બાળકને જોઈને  માતા-પિતાને સખત આઘાત લાગ્યો. પણ બાજુમાં જ આવેલા શમીવૃક્ષની ગોખમાં મૂકી ચોતરફ અગ્નિ પ્રગટાવી દીધો જેથી હિંસક પશુથી બાળકની રક્ષા  થાય.
માએ સવારના ઊઠતાંની સાથે જ બાળકની સંભાળ લીધી....બાળક પોતાના જમણા પગનો અંગૂઠો મુખમાં મૂકી આનંદ સાથે ચૂસી રહ્યો હતો ! બાળકના દૈવી પ્રભાવે જ જાણે યવનો પાછા ફરી ગયા હોય તેવી માતા-પિતાને પ્રતીતિ થઇ.

સૌ કાશી પહોંચ્યા અને ત્યાંના હનુમાન ઘાટ ઉપર વસી ગયા. બાળકનું નામ પાડવામાં આવ્યું 'વલ્લભ' ! આચાર્ય શ્રી માધવેન્દ્રપુરી પાસે તેમણે અભ્યાસ આરંભ્યો. રૂપ-ગુણ-બુદ્ધિ અને કાંતિમાં અસાધારણ આ બાળકને સૌ 'બાળ-સરસ્વતી-વાક્પતિ' કહેવા લાગ્યા. 

થોડા જ સમયમાં વૈષ્ણવ ગ્રંથોમાં પારંગત થયા પછી તેમણે 13 વર્ષની વય સુધીમાં વેદ, વેદાંગ, પુરાણ વગેરે ધર્મશાસ્ત્રોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી અને વિદ્વત સભાઓમાં સક્રિયપણે ભાગ લેવા માંડ્યા. 

 તેઓ શ્રી 16 વર્ષની ઉંમરે (કેટલાક 11 પણ કહે છે ) જગન્નાથપુરી આવ્યા. અહીં રાજા ગજપતિ પુરુષોત્તમ રાજ્ય કરતા હતા. વલ્લભાચાર્યે શાંકર-વેદાંતીઓ સાથે જબ્બર શાસ્ત્રાર્થ કર્યો, જેમાં ભગવાનની કૃપાથી તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો. 

આ સભામાં બેઠેલા ક્ષત્રિયવીર કૃષ્ણદાસ મેઘન આચાર્યની પ્રતિભાથી અત્યંત અભિભૂત થયા અને વલ્લભાચાર્યના પ્રથમ શિષ્યનું સ્થાન મેળવ્યું. આ પછી તેઓ ઉજ્જૈન કુંભસ્નાન માટે પધાર્યા. ત્યાં દામોદર હરસાની તેમના શિષ્ય તરીકે જોડાયા જેમણે જીવનભર આચાર્યશ્રીની સેવા કરી. 

આચાર્યશ્રી વિજયનગર પાછા ફરી ચાર વર્ષ સુધી શાસ્ત્રાભ્યાસમાં ઊંડા ઉતર્યા ને 'તત્વાર્થદીપ નિબંધ' નામે ગ્રંથ તૈયાર કર્યો. શ્રીમદ્ભાગવત,ભગવદ્દ ગીતા અને ઉપનિષદોમાં રહેલા શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને ભક્ત-સમાજ સમક્ષ રજૂ કરવા માંડ્યો. તેમણે આ હેતુથી જ પ્રવાસ શરુ કર્યો ને જ્યાં જ્યાં 'ભાગવત કથાઓ' કરી તે સ્થાન આજે 'મહાપ્રભુજીની બેઠક' તરીકે પ્રસિદ્ધ છે. આ યાત્રામાં બુંદેલખંડના ઓરછા પ્રદેશના રાજવી મલખાનસિંહના દરબારમાં તેમની પધરામણી થઇ. અહીં શૈવો-વૈષ્ણવો વચ્ચે જબ્બર શાસ્ત્રાર્થ મંડાયો હતો. વલ્લભાચાર્યે તેમાં વૈષ્ણવ સિદ્ધાંતો સ્થાપી દિગ્વિજય કર્યો અને રાજાએ પણ પ્રસન્ન થઇ આચાર્યશ્રીનો 'કનકાભિષેક' કર્યો !  

થોડા જ સમયમાં દેવેન ભટ્ટના પુત્રી મહાલક્ષ્મી સાથે તેમના લગ્ન થયા. વિજયનગરમાં રાજા કૃષ્ણદેવ સામે વિદ્વાનો સાથે થયેલા 27 દિવસ સુધી ચાલેલ શાસ્ત્રાર્થમાં તેમણે શાંકરવાદના દાર્શનિક સિદ્ધાંતો અને માયાવાડનું ખંડન કરી શુદ્ધ ભક્તિની મર્યાદા સ્થાપી. તેમના આ વિજયથી પ્રસન્ન થઈને રાજા કૃષ્ણદેવે તેમને 'આચાર્ય'ના બિરુદથી નવાજ્યા. આ પછીથી તેઓ 'આચાર્ય' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. રાજા કૃષ્ણદેવે આપેલી 16,000 સોનામહોરોમાંથી 8000 મહોરો તેમણે કૃષ્ણ-મંદિરમાં અર્પણ કરી દીધી. 
આચાર્યશ્રી વ્રજ અને ગોકુળની યાત્રા દરમ્યાન ગોકુળમાં ગોવિંદઘાટ ઉપર પહોંચ્યા, તે દિવસો હતા વિક્રમ સંવત 1563 શ્રાવણ માસના. શ્રાવણ સુદ એકાદશીએ તેમને મધ્યરાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. આ 'બ્રહ્મ-સંબંધ'થી તેમને અપાર આનંદનો અનુભવ થયો. આથી જ તેમણે પ્રભુના શરણાર્થીઓને 'બ્રહ્મ-સંબંધ' આપવાનું શરૂ કર્યું. તેઓ આવી દીક્ષા લેનારને 'શ્રી કૃષ્ણ શરણં મમ' નો મંત્ર આપતા. 

પ્રયાગ પાસે અડૈલ ગામે યમુનાકિનારે તેમણે કુટુંબ સાથે નિવાસ કર્યો. અને 'પુષ્ટિ સંપ્રદાય'ની સ્થાપના કરી. પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ-ભગવાનની કૃપા. આ તેમના ઉપદેશનો મર્મ હતો. ભાગવત કથાઓ દ્વારા તેઓ કૃષ્ણભક્તિનો પ્રચાર કરતા રહ્યા. 

શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી શ્રી કૃષ્ણની લીલા તેમને મન અખંડ અને પૂર્ણ લીલાઓ હતી. તેમણે ભાગવત પારાયણો કરી ભક્તિની સાર્થકતા જન-સમાજને સમજાવી. એકવાર જગન્નાથપુરીની યાત્રા સમયે તેમના સમકાલીન ઉત્તમ ભક્ત ચૈતન્ય મહાપ્રભુની સાથે તેમની આત્મીય મુલાકાત થઇ. બંને પરસ્પરની સાક્ષાત્કારની ભૂમિકા જોઈને ખૂબ આનંદ પામ્યા. એકાદશીના દિવસે તેઓ જગન્નાથપુરીના દર્શને ગયા ત્યારે મંદિરના પૂજારીએ તેમને રાંધેલા ભાતનો પ્રસાદ આપ્યો. પુરીમાં એકાદશી બંધનમાં હોવાથી આ વ્રત અહીં ક્યારેય કરવામાં આવતું નથી, પરંતુ વલ્લભાચાર્યને પોતાનું વ્રત તૂટે તે ક્યાંથી પસંદ હોય? વળી પ્રસાદનો અનાદર પણ કેવી રીતે કરવો? પૂજારી તેમની આ દ્વિધાને જોઈને મલકાઈ રહ્યો હતો. એવામાં તેમના અંતરમાં અદ્દભૂત ઉકેલ સ્ફુરી ઉઠ્યો. હાથમાં પ્રસાદ રાખી તેમણે પ્રસાદના માહાત્મ્યનું ભાવસભર વર્ણન કરવા માંડ્યું. આખો દિવસ વીતી ગયો, રાત પણ વહેવા માંડી. બારસની સવાર સવાર ઉગી ત્યાં સુધી આ કથા ચલાવી વલ્લભાચાર્યે નિયમ અને મહિમા બંનેનું અદ્દભૂત સંતુલન પોતાના જીવન દ્વારા સ્થાપિત કરી દીધું.

અડૈલના નિવાસ દરમ્યાન એક સજ્જન આચાર્યશ્રીની મુલાકાતે આવ્યા. તેઓ શાલિગ્રામ અને પ્રતિમા બંનેની પૂજા કરતા, પરંતુ શાલિગ્રામ પ્રત્યે વધુ આસ્થા હતી અને પ્રતિમા પ્રત્યે હીનભાવ હતો. વલ્લભાચાર્યે તેમને કહ્યું : 'આવી ભેદ-દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપમાં રાખવી યોગ્ય નથી.'

પેલા સજ્જન તો આ સાંભળી ગુસ્સે થઇ ગયા અને પ્રતિમાના સ્થાને શાલિગ્રામ રાખીને મૂર્તિ નદીમાં પધરાવી દીધી અને માત્ર શાલિગ્રામની જ પૂજા કરવાનું નક્કી કર્યું. સવારે પૂજામાં જોયું તો શાલિગ્રામના ટુકડે-ટુકડા થઇ ગયા હતા! તેમને ખૂબ પસ્તાવો થયો. તે દોડીને આચાર્યશ્રીના શરણે આવ્યા. આચાર્યશ્રીએ ભગવાનનું ચરણામૃત લઈને આ ટુકડાઓ પર છાંટ્યું અને સજ્જનને કહ્યું " 'આ બધા ટુકડા ભેગા કરો.' તેમણે આજ્ઞા પાળી. તરત જ શાલિગ્રામ હતા તેવા થઇ ગયા. 


ભક્તિના પ્રભાવે એમના જીવનમાં આવા તો અનેક ચમત્કારો થયા હતા. એક વાર ભગવાનને ધરાવવા તેમની પાસે કોઈ પ્રસાદ જ નહોતો. તેથી સોનાની કટોરી ગીરવે મૂકી ભગવાન સમક્ષ ભોગ ધરાવ્યો, પણ પોતે પ્રસાદ પણ ન લીધો. વૈષ્ણવોએ કારણ પૂછ્યું  ત્યારે મહાપ્રભુએ કહ્યું કે 'એ કટોરી પૂર્વે ઠાકોરજીને સમર્પિત કરેલી. તેથી તેના ભાગનો પ્રસાદ લેવાથી મહાપાતક થાય...'

તેઓ કહેતા : 'મારા વંશમાં કે મારો કહેવડાવીને જે ભગવદ્દ્રવ્યનો ઉપયોગ પોતાના માટે કરશે તેનો નાશ થઇ જશે !'

આવા નિર્મોહી અને ભક્તિપ્રધાન આચાર્યશ્રી ભક્ત હોવા ઉપરાંત મહાન દાર્શનિક અને પ્રકાંડ પંડિત પણ હતા. તેમણે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, ગીતા અને શ્રીમદ્દ ભાગવત - આ ચાર ગ્રંથોને 'પ્રસ્થાન ચતુષ્ટયી' માની છે. બ્રહ્મસૂત્ર ઉપર તેમણે 'અણુભાષ્ય' રચ્યું. ભાગવતના દશમ સ્કંધ તથા અન્ય સ્કંધો ઉપર 'સુબોધિની ટીકા' લખી પ્રેમલક્ષણા ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે સ્થાપેલા મતને 'શુદ્ધાદ્વૈત' [શુદ્ધ-અદ્વૈત - Pure Non-dualism] કહેવામાં આવે છે. તેમના મતે પરબ્રહ્મ એક અને અંતિમ સાકાર તત્વ છે. માયા રહિત શુદ્ધ જીવ તે બ્રહ્મ છે. જગત માયાત્મક છે, છતાં મિથ્યા નથી કારણકે ભગવાન જ ચિદ-અંશ અને આનંદાંશને ઢાંકીને સદ્-અંશપણે જગતરૂપે થાય છે. તેમનો આચારધર્મ એ છે કે પુષ્ટિજીવ ગમે તેવો શુદ્ધ થાય પણ બ્રહ્મનો અંશ જ છે. એથી એ સેવક જ છે. માટે બ્રહ્મ પ્રત્યે દાસભાવ, સખાભાવ, કાંતાભાવ સહજ સિદ્ધ છે. 

ભગવાનની કૃપાથી જીવનું 'પોષણ' થાય છે, 'પુષ્ટિ' મળે છે. આમ ઈશ્વરકૃપા એ જ  સાચી પુષ્ટિ. તે માટે લૌકિક કે વૈદિક કર્મફળનો ત્યાગ કરવો અનિવાર્ય છે. ભાગવત (2.10.4) માં ભગવાનની કૃપા ને 'પોષણ' કહી છે. તેમાંથી આચાર્યે આ શબ્દ પ્રવર્તાવ્યો હતો. પુષ્ટિ માર્ગીય મંદિરોમાં પ્રભુની આઠ વાર સેવા પૂજા થાય છે. તેમનો મંત્ર છે : શ્રી કૃષ્ણ શરણં  મમ. આ સિદ્ધાંતને અનુરૂપ મંત્રનો દાર્શનિક ગ્રંથ છે : 'તત્વદીપ નિબંધ'

વલ્લભાચાર્યના 84 વૈષ્ણવ ભક્તો ઇતિહાસ પ્રસિદ્ધ છે. તેમના આઠ મુખ્ય ભક્તો હતા, જેમાંના ચાર મહાકવિઓ સૂરદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ અને પરમાનંદદાસે ભક્તિમાર્ગનો ખૂબ વિસ્તાર કર્યો હતો. તેમના જીવનના અધિક વર્ષો વ્રજમાં વીત્યા. વલ્લભાચાર્યજીના બે પુત્રો હતા : ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વિઠ્ઠલનાથજીએ કરેલા વ્રત-ઉત્સવના નિર્ણયને અનુસરવાની આજ્ઞા આપી છે. 

મહાપ્રભુજીએ જીવનલીલા સંકેલવાનો નિર્ણય કાશીના હનુમાનઘાટ ઉપર કર્યો. પોતાના અંતિમ દિવસો આવી ચૂક્યા છે એનો અણસાર એમને પહેલેથી જ આવી ગયો હતો. તેમણે પત્ની પાસે સંન્યાસ દીક્ષા માટે સંમતિ  માંગી, પણ તેમણે  ના કહી. એક વાર ઘરમાં આગ લાગી અને પત્નીએ બૂમ પાડી : 'સ્વામી ! ઘરમાંથી બહાર નીકળો !' એ વાક્યને આજ્ઞા માનીને આચાર્યશ્રી નીકળી ગયા અને એક માસ સુધી મૌન ધરી હનુમાનઘાટ ઉપર ભક્તિલીન બન્યા અને અંતિમ દિવસોમાં નારાયણેન્દ્રતીર્થ સ્વામી પાસેથી સંન્યાસ ગ્રહણ કર્યો. આજ્ઞા માંગવા આવેલા પુત્રોને અને શિષ્યોને પગના અંગૂઠાથી રેતીમાં શિક્ષાશ્લોક તરીકે ઓળખાતા સાડા ત્રણ શ્લોકો લખી પ્રભુમાં જોડાવાનો આદેશ આપ્યો. પછી ગંગામાં પ્રવેશ કર્યો અને અચાનક એક જ્યોતિ:શિખા ઉત્પન્ન થઇ જેના અનેક ભક્તોને દર્શન થયા. વલ્લભાચાર્ય સદેહે ભગવદ્દધામમાં લીન થઇ ગયા. તે સમયે તેમની ઉંમર હતી માત્ર 53 વર્ષની. એ દિવસ હતો સને 1532 (સંવત 1589) અષાઢ સુદ બીજનો! 

મહાપ્રભુજીની બેઠક તરીકે આજે પણ તેમનાં પ્રાસાદિક તીર્થસ્થાનો પૂજાય છે કારણકે ત્યાં ત્યાં ભાગવત પારાયણો કરી તેમણે ભક્તિની શુદ્ધ રીતિ-નીતિમાં વર્તીને આધ્યાત્મિક માર્ગમાં નવી ચેતના રેડી હતી. વલ્લભાચાર્યના સિદ્ધાંતને પુષ્ટિ આપવા ગિરિધરજી અને બાલકૃષ્ણ ભટ્ટે અનુક્રમે 'શુદ્ધાદ્વૈત માર્તન્ડ' અને 'પ્રમેય રત્નાર્ણવ' જેવા વેદાંત-ગ્રંથો લખ્યા છે. આચાર્યશ્રીના વંશમાં ગોસ્વામી પુરુષોત્તમજીએ આ સંપ્રદાય દ્વારા મધુર ભક્તિ અને વાત્સલ્યભાવની ભક્તિનો બહુ જ પ્રચાર કર્યો હતો. 

નોંધ : આચાર્યશ્રીના 500માં પ્રાગટ્ય દિનના સ્મૃતિચિન્હ રૂપે 1977માં ભારત સરકારે એક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો હતો. 

Friday, January 1, 2021

સમર્પિત માલવાહક માર્ગ - DFC

 

લો હાશકારો ખાઓ 2020 તો પત્યું!  આ ગયા વર્ષમાં જાણે કોઈ જ સારા આનંદદાયક સમાચાર જ નહોતા નહિ? એટલે આ નવા વર્ષમાં સારા સમાચારથી વર્ષ ચાલુ કરવાના આશયથી આ લેખ લખવાનું નક્કી કર્યું. આ ઉપર મૂકેલ ચિત્ર પહેલાં કદી જોવામાં આવ્યું છે ? બસ આ ચિત્ર જ સારા સમાચાર છે! આવનાર જાન્યુઆરી 18, 2021 ના રોજ આ DFC એટલે કે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor )ના નિર્માણ માટે રચાયેલ અને રેલવે મંત્રાલયને આધીન એવા DFCCIL ને 15 વર્ષ પૂરા થશે. ચાલો જરા માંડીને વાત કરીએ.

સ્વર્ગીય પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ નિર્માણ કરેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના (Golden Quadrilateral ) કે જે દેશના ચાર મહાનગરોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના 4 લેનના ઘોરીમાર્ગોથી (Highway) જોડે છે તે યાદ છે?  બસ આ DFC પણ કૈક એવું જ છે, ફરક માત્ર એટલો કે હું અને તમે એના ઉપર આપણી 4 પૈડાની ગાડીઓ સડસડાટ દોડાવીના શકીએ. એના ઉપર માત્ર ચાલશે દોઢ કિલોમીટર લાં......બી માલવાહક ગાડીઓ. કોઈ પણ પ્રકારની યાત્રિક ટ્રેનો નહિ, માત્ર માલવાહક ટ્રેનો. કોઈ કહેશે માલવાહક ગાડીઓ તો હાલમાંયે આખા દેશમાં ભારતીય રેલવે દોડાવે જ છે ને એમાં શું નવાઈ ? અરે ભાઈ, ખરી નવાઈ તો એ છે કે આ પરિયોજના હકીકતમાં દેશની કાયાપલટ કરવાની છે અને તે છતાંય ક્યાંય કોઈ રાષ્ટ્રીય સમાચારમાં એનો ઉલ્લેખ નથી. નિમ્નલિખિત આંકડાઓ અને માહિતી તેની તાતી જરૂરિયાત છે એટલું જ નહિ પણ તેના વગર દેશનો વિકાસ રૂંધાઇ જશે થઇ જશે તેની નક્કર સાબિતી છે. 

આ ઉપરનો આલેખ જુઓ. છેલ્લા 65 વર્ષોમાં ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેરમાં રેલવેનો હિસ્સો 85% થી ઘટીને 33% થઇ ગયો જયારે ઘોરીમાર્ગોનો હિસ્સો 15%થી વધીને 58% થઇ ગયો. આના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ છે જેમ કે 

  1. હમેંશા પહેલી સમસ્યા પૈસાની જ હોય. યાત્રી ટ્રેનો એ ભારતીય રેલવે માટે મોટે ભાગે ખોટનો ધંધો છે, અમુક રૂટને બાદ કરતાં ઘણાંય રૂટ દેશમાં આવાગમન અને જોડાણ વધારવા માટે દોડાવવામાં આવતા હોય છે, રેલ તંત્ર માટે ખરી આવક જ માલવાહક ગાડીઓ છે. જેમ જેમ ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેરમાં રેલવેનો હિસ્સો વર્ષે દર વર્ષે ઘટે છે એમ એમનો ચોખ્ખો નફો ઘટે છે.  
  2. ઔદ્યોગિક માલનું પરિવહન ધોરીમાર્ગો પર ટ્રકો દ્વારા થતાં ટ્રાફિકની અત્યંત વિકટ સમસ્યાઓ દેશના દરેક શહેરમાં માથાનો દુખાવો બની ચૂકી છે. આપણા ગુજરાતની વાત કરીએ તો જેઓ સુરત-ભરૂચના બ્રિજ પાસે ટ્રાફિકમાં અટવાયા હશે એમને ખ્યાલ આવશે. 
  3. હાલમાં આ જે ઔદ્યોગિક માલનું પરિવહન સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગો દ્વારા થાય છે તે દેશના કુલ રોડ માર્ગના માત્ર 0.5% હિસ્સો છે પણ તે 40%થી વધુ રોડ માલ પરિવહનમાં વપરાય છે અને હમેંશા વ્યસ્ત રહે છે જેનાથી ટ્રાફિકની સમસ્યા વકરે છે. 
  4. ભારતમાં હજીયે 1970-80ના દાયકાના ટેકનોલોજીની દ્રષ્ટિએ પછાત એવા ડીઝલ ટ્રકો ચાલતાં હોવાથી આ ટ્રકો પ્રદૂષણમાં ખૂબ વધારો કરે છે જેને લીધે સ્વાસ્થ્યની કેટલીયે ગંભીર સમસ્યાઓ સામે આપણે લડી રહ્યા છીએ. દેશની રાજધાની દિલ્હીના હાલ તો એવાં  છે કે ત્યાં પ્રદૂષણનું સ્તર પ્રદૂષણ માપવાના વિદેશી મશીનોની મહત્તમ ક્ષમતા કરતાંયે ઉપર છે. 
  5. ધોરીમાર્ગો દ્વારા મોકલવામાં આવતાં માલસામાનના લીધે આંતર-રાજ્ય ચેક પોઇન્ટ સ્થાનો ઉપર દિવસો સુધી હજારો ટ્રકોનો ભરાવો, ત્યાં ચાલતો ભ્રષ્ટાચાર અને અન્ય કુરીતિઓ.
  6. ધોરીમાર્ગો ઉપર થતાં 75%થી વધુ જીવલેણ અકસ્માતોમાં ટ્રકો જેવા મોટા વાહનો સંડોવાયેલા હોય છે.
  7. ધોરીમાર્ગો ઉપર થતાં પરિવહનથી ઝડપી તેમજ એકદમ સમયસર માલ નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં ઉદ્યોગોને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે.  આ મુદ્દો અત્યાધિક અગત્યનો છે. ભારત સરકારના એક અનુમાન અનુસાર દર વર્ષે દેશને આ કારણસર 1% GDPનું નુકસાન થાય છે. હાલનો આપણાં GDP પ્રમાણે તે 2200 કરોડ કરતાં વધુ થયા. 
  8. સમર્પિત માલવાહક માર્ગ નેટવર્ક ના હોવાને કારણે યાત્રી ટ્રેનો અને માલવાહક ગાડીઓ હાલમાં એક જ માર્ગ નેટવર્કનો ઉપયોગ કરે છે જેને લીધે આ નેટવર્ક તેની ક્ષમતા કરતાં વધુ વપરાય છે (150%), વધુ ઘસારો પહોંચે છે અને તેમાં જાળવણી, નાના-મોટાં  રીપેરીંગ માટે ટ્રેક ઓફલાઈન લેવામાં તકલીફ ઉભી થાય છે અને જો ઑફલાઇન લેવાય તો કેટલીય વાર યાત્રી અને માલવાહક ટ્રેનો ખૂબ જ મોડી પડે છે અને નિર્ધારિત સમયો સાચવી શકતી નથી. 
આ તો થઇ મુખ્ય સમસ્યાઓ, એ સિવાયની પણ ઘણી છે પણ એ જવા દઈએ તોય તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ DFCની જરૂરિયાત કેટલી બધી છે. 

DFCની સમયરેખા : 
સમયવિગતસરકારપ્રધાન મંત્રી શ્રી (જે CCEA અધ્યક્ષ પણ છે )
એપ્રિલ - 20052005માં જાપાન-ભારતની શિખર બેઠકમાં આ પરિયોજનાની ચર્ચા બાદ તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે વર્ષ 2005-06નું બજેટ દરમ્યાન પહેલીવાર પરિયોજનાનો જાહેરમાં ઉલ્લેખ કર્યો.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
ફેબ્રુઆરી - 2006RITES રિપોર્ટના આધારે આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ પરિયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
ઓક્ટોબર - 2006SPV( Special Purpose Vehicle )ના રૂપમાં DFCCILનું કંપની તરીકે સરકાર દ્વારા ગઠનUPA/કોંગ્રેસમનમોહન સિંહ
નવેમ્બર - 2007આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ જમીન સંપાદન અને અન્ય પ્રારંભિક કાર્યોની શરૂઆત માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
ફેબ્રુઆરી - 2008આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ EDFC(Eastern DFC ) અને WDFC(Western DFC) એમ બે પેટા પરિયોજનાઓ અને તેમના માટે રૂ 28,181 કરોડની જોગવાઈ કરી.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
સપ્ટેમ્બર - 2009કેબિનેટે JICA (Japan International Cooperation Agency) એટલે કે જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર સંસ્થાની WDFC માટે ચરણબધ્ધ લોનની શરતોનો સ્વીકાર કર્યો.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
માર્ચ - 2010JICAની 90 બિલિયન યેન એટલે કે ત્યારના 5,100 કરોડની WDFCના પ્રથમ ચરણની લોન ઉપર હસ્તાક્ષર થયા.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
ઓક્ટોબર - 2011વર્લ્ડ (World) બેંક સાથે અમેરિકન 975 મિલિયન ડોલર્સ એટલે કે ત્યારના 5,850 કરોડની EDFCના પ્રથમ ચરણ (ખુર્જા - ભાઉપુર) માર્ગ માટેની લોન ઉપર હસ્તાક્ષર થયા.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
જાન્યુઆરી - 2013EDFC (ખુર્જા - ભાઉપુર) માટે સિવિલ, સિસ્ટમ અને ટ્રેકનો રૂ 3267.54 કરોડનો કરાર એનાયત કરવામાં આવ્યો.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
માર્ચ - 2013JICA જોડે WDFCના બીજા ચરણ માટે 136 બિલિયન યેન એટલે કે ત્યારના 7,750 કરોડ રૂપિયાની લોન ઉપર હસ્તાક્ષર થયા.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
જૂન-2013WDFCના રેવાડી-પાલનપુર અનુભાગ માટે સિવિલ કોન્ટ્રેક્ટ અપાયો.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
ફેબ્રુઆરી - 2014DFCCIL અને રેલ મંત્રાલય વચ્ચે ભાડામાં રાહત અંગેના કરાર થયા.UPA/કોંગ્રેસમનમોહન સિંહ
ડિસેમ્બર - 2014વર્લ્ડ (World) બેંક સાથે અમેરિકન 1100 મિલિયન ડોલર્સમાં EDFC-2 માટેની લોન ઉપર હસ્તાક્ષર થયા.NDA/ભાજપનરેન્દ્ર મોદી
જૂન - 2015વર્લ્ડ (World) બેંક સાથે અમેરિકન 650 મિલિયન ડોલર્સમાં EDFC-3 માટેની લોન ઉપર હસ્તાક્ષર થયા.NDA/ભાજપનરેન્દ્ર મોદી
જૂન - 2015આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ 81,459 કરોડનો અંદાજિત ખર્ચ માન્ય કર્યો.NDA/ભાજપનરેન્દ્ર મોદી
ઓક્ટોબર - 2019EDFC-1 (ખુર્જા - ભદાન)ના 194કિમી માર્ગ ઉપર પ્રારંભિક ચકાસણી માટે ટ્રેનો દોડાવાઈ.NDA/ભાજપનરેન્દ્ર મોદી
ડિસેમ્બર - 2019WDFC-1 (રેવાડી-મદાર)ના 306 કિમી માર્ગ ઉપર પ્રારંભિક ચકાસણી માટે ટ્રેનો દોડાવાઇ. આ પૈકી રેવાડીથી શરુ થતાં 79 કિમી હરિયાણાના હિસ્સાઓ રેવાડી અને મહેન્દ્રગઢ જિલ્લામાં અને બાકીના 227 કિમી રાજસ્થાનના જયપુર, સીકર, નાગૌર, અલવર જિલ્લામાંથી પસાર થતાં થતાં અજમેર જિલ્લામાં અજમેર નજીક મદારમાં પૂર્ણ થાય છે.NDA/ભાજપનરેન્દ્ર મોદી

આ મેં ઉપરના કોષ્ટકમાં ખાસ પ્રધાનમંત્રીશ્રીની કોલમ કેમ ઉમેરી ખબર છે ? લગાવો તમે તારે, લાગ્યું તો તીર નહીં તો તુક્કો.
આ આપણા મૌનમોહન સિંહને 'બિરદાવવા' માટે. આપણા માનનીય અને લોકલાડીલા શ્રી મોદી સાહેબના શબ્દોમાં જ નીચે વાંચો.

ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના અમલીકરણમાં ભૂતકાળમાં થયેલા ભારે વિલંબ અંગે પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 સુધીમાં એક કિલોમીટરના પાટા પણ નાખવામાં આવ્યા ન હતા, પણ વર્ષ 2014માં સરકાર રચાઈ તે પછી સતત મોનિટરીંગ અને સહયોગીઓ સાથે બેઠકો કરીને પછીના થોડા મહીનાઓમાં 100 કિલોમીટરનુ કામ પૂરૂ કરવામાં આવ્યુ છે. તેમણે જેની ઉપર ટ્રેન દોડી શકે તેવા ટ્રેક વધારવાને બદલે ટ્રેઈનની સંખ્યા વધારવાની અગાઉની સરકારોની માનસિકતાની ટીકા કરતાં જણાવ્યુ હતું કે રેલવે નેટવર્કના આધુનિકીકરણ ઉપર ખાસ મૂડીરોકાણ કરવામાં આવતુ ન હતું. તેમણે કહ્યું કે અલગ રેલવે બજેટ રજૂ કરવાની પ્રથા રદ કરાતાં અને રેલવે ટ્રેક માટે વધુ મૂડીરોકાણ કરાતાં આ પરિસ્થિતિ બદલાઈ છે. તેમણે કહ્યું કે સરકાર રેલવે નેટવર્કને પહોળુ કરવા બાબતે તથા તેના વીજળીકરણ ઉપર તેમજ માનવ વિહોણા રેલવે ફાટકો બંધ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
 
DFCના પ્રોજેક્ટની વિશેષતાઓ ઊડતી નજરે :  
  • દિલ્હી-મુંબઈ-ચેન્નાઇ-હાવડા(કોલકાતા) આ ચાર મહાનગરોને જોડતું હાલનું ચતુષ્કોણીય સમર્પિત રેલ નેટવર્ક તેના બે વિકર્ણો સહિત કુલ 10,122 કિમી લાબું છે અને તે છતાંય દેશના કુલ રેલ નેટવર્કનું માત્ર 16% નેટવર્ક છે. પણ આ નેટવર્ક ઉપર દેશના 52% યાત્રિકો અને 58% માલનું વહન થાય છે. DFC આ હાલના નેટવર્કને સમાંતર બીજું સમર્પિત માલવાહક માર્ગ નેટવર્ક છે જેના લીધે યાત્રી ટ્રેનોની સંખ્યા અને તેમની સમયબદ્ધતામાં વધારો થશે. 
  • માલવહન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો. હાલની માલવાહક ટ્રેનની મહત્તમ ક્ષમતા 5000 ટનથી વધીને સીધી 13,000 ટન એટલે કે લગભગ ત્રણ ગણી !!
WDFC ઊડતી નજરે 
દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક માર્ગ દેશનો સૌથી વ્યસ્ત માર્ગ હોવાથી સ્વાભાવિક રીતે WDFCએ DFCCILની પ્રાથમિકતા છે. મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલથી હરિયાણાના દાદરી સુધીના ૧,૫૦૪ કિલોમીટર લંબાઈના તૈયાર થઈ રહેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં પ૬૫ કિલોમીટરનો કોરિડોર યાને કુલ પ્રોજેક્ટના ૩૭.૯ ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થવાનો છે. આ ગુજરાતના પ્રોજેકટની ચાલતી કામગીરી અંગે તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠકમાં એવી વિગતો બહાર આવી હતી કે, રાજ્યમાં પાલનપુરથી ભિલાડ વચ્ચે સર્જાઈ રહેલા આ નવા રેલવે ફેઇટ કોરિડોર માટે કુલ ૬૦ રેલવે ઓવરબ્રિજ બનાવવાના થાય છે, જે પૈકી અત્યાર સુધી ૭ રેલવે ઓવરબ્રિજ તૈયાર થયા છે અને બાકી બધાં ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં પૂરાં કરવા ડેડલાઇન નક્કી કરાઈ છે. ગુજરાતમાં જે કુલ ૬૦ રેલવે ઓવરબ્રિજ બનશે, તે પૈકી ૨૮ આરઓબી રેલવે તંત્ર દ્વારા એટલે કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કંપની થકી રૂ. ૧,૧૪૧.૨૫ કરોડના ખર્ચે બનાવાશે, જેમાં કહે છે કે, રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ અત્યાર સુધી થયો છે અને ૫ આરઓબી તૈયાર થઈ ચૂક્યા છે, બીજા ૨૩માં હજી કામગીરી વિવિધ પ્રક્રિયામાં છે. જે બીજા ૩૨ આરબી બનવાના છે તે ગુજરાત સરકાર પોતે રૂ. ૧,૬૬૭.૯૮ કરોડના ખર્ચે બનાવી રહી છે, જેમાં અત્યાર સુધી ૨ આરઓબી બન્યાં છે, બાકી ૨૧માં કામગીરી વિવિધ તબક્કે છે, ૬ આરઓબી હજી ટેન્ડર સ્ટેજ ઉપર છે અને અન્ય ૩ આરઓબીની કામગીરી હજી પ્લાનિંગ તથા એસ્ટિમેશન સ્ટેજ ઉપર છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી રૂ. ૪૫૦ કરોડ ખર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પીએમઓ (PMO)ની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. જોકે કોવિડ-૧૯ની સ્થિતિમાં આ પ્રોજેક્ટ થોડો વિલંબમાં પડે તેવા સંજોગો છે. 1506 કિમીના મુખ્ય માર્ગ ઉપરાંત નાના જોડાયેલા માર્ગો દ્વારા WDFC મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ (બંદર)ને મુન્દ્રા, પીપાવાવ, કંડલા, દ્વારકા અને હજીરા બંદરો સાથે જોડી દેશે કે જે દેશમાંથી ઔદ્યોગિક માલસામાનની આયાત-નિકાસ માટે ખૂબ જ જરૂરી  છે.

EDFC ઊડતી નજરે 

હાલમાં જ મોદી સાહેબે જેનું ઉદ્દઘાટન કર્યું તે ન્યુ ભાઉપુર - ન્યુ ખુર્જા વિભાગ 1875 કિમી લાંબા EDFC માર્ગનો હિસ્સો છે. આ માર્ગ પંજાબના લુધિયાણાથી લઈને પશ્ચિમ બંગાળના દાણકુની સુધી વિસ્તરેલો છે જેનું સંચાલન પ્રયાગરાજ સ્થિત અત્યાધુનિક નિયંત્રણ કક્ષમાંથી થશે. આ નીચે મૂકેલો તેનો ફોટો કોઈ હોલીવુડના Sci -fi ચલચિત્ર જેવું લાગે છે. આ માર્ગના કાર્યાન્વિત થવાથી દિલ્હી-કાનપુર મુખ્ય માર્ગ ઉપર ભારણ ઘટશે અને તેના લીધે યાત્રિકોને પડતી હાલાકીમાં ઘટાડો થશે અને માલવાહક ગાડીઓની સરેરાશ ઝડપ 25 કિમી/કલાકથી વધીને 75 કિમી/કલાક થતાં તેમાં ત્રણગણો વધારો થશે. EDFCના માર્ગમાં કોલસાની ખાણો, કોલસા આધારિત વીજ ઉત્પાદન પાવર સ્ટેશનો અને ઉદ્યોગ આધારિત ઘણાં નાના-મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા છે. આ માર્ગથી કાનપુર દેહાત જિલ્લામાં આવેલ પુખરાયાંમાં એલ્યુમિનિયમ ઉદ્યોગ,ઓરૈયા જિલ્લામાં ડેરી ઉદ્યોગ, ઇટાવા જિલ્લામાં ટેક્સ્ટાઇલ/કાપડ ઉદ્યોગ, ફિરોઝાબાદ જિલ્લામાં કાચ અને કાચની પેદાશોનો ઉદ્યોગ, બુલંદશહેર જિલ્લાના ખુર્જામાં કુંભાર ઉદ્યોગ, હાથરસ જિલ્લામાં હિંગ ઉત્પાદન ઉદ્યોગ અને અલીગઢ જિલ્લામાં વિવિધ હાર્ડવેર ઉદ્યોગને વેગ મળશે.

જતાં જતાં DFCCILનો માહિતીસભર વિડીયો જોતાં જાઓ......જોયા પછી મોદી સાહેબને ટ્વિટ કરીને આભાર વ્યક્ત કરજો....મોદી હૈ તો મુમકીન હૈ એ માત્ર ઉક્તિ નથી, દેશના વિકાસની હરણફાળનો મહામંત્ર છે. 

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...