ભારતના સર્વાધિક ઊંચા શિખર-રત્નો

શું તમે જાણો છો કે દુનિયાના ૪૫ સૌથી ઊંચા શિખરો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા છે?  આજે વાત કરશું ભારતના ૧૨ સર્વાધિક ઊંચા શિખરોની કે જે દુનિયાના ૧૦૦ સૌથી ઊંચા શિખરોની યાદીમાં શામેલ છે. સ્વાભાવિક છે કે આ બધાં જ ઉત્તર અથવા ઇશાન ભારતમાં સદૈવ સુશોભિત અને દૈદીપ્યમાન એવા હિમાલયની વિશાળ પહાડોની શૃંખલાનો હિસ્સો છે જે હરહમેંશ બરફાચ્છાદિત રહે છે.
કંચન જંઘાના ૫ શિખરો.

નીચેની યાદી ભારતના સૌથી ઊંચા શિખરથી ઉતરતા ક્રમમાં છે અને સાથે સાથે કૌંસમાં દુનિયાભરમાં તેની ઊંચાઈનો ક્રમ આપેલ છે. 

૧) કાંચન-જંઘા - (૨૮,૧૬૯ ફૂટ, ૮૫૮૬ મી.) (દુનિયાભરમાં ત્રીજો)


કાંચન-જંઘા ભારતના સિક્કીમ રાજ્યના  ઉત્તર છેવાડે નેપાળ સાથેની આંતરાષ્ટ્રીય સીમા પર આવેલ છે. કાંચન-જંઘા એ પાંચ ટોચ/શિખરોનો સમૂહ છે અને ત્યાંની સ્થાનિક ભાષામાં તેના નામનો અર્થ "બરફમાં પાંચ ખજાના" એવો થાય છે. આ પાંચ ખજાના એટલે જ આ પાંચ શિખરો. આમાંના ૩ શિખરો(મુખ્ય,વચલું અને દક્ષિણી) ભારતની હદમાં આવેલ છે. જયારે બાકીના બે નેપાળમાં આવેલ છે. અમુક લોકો તે વિસ્તારમાંથી મળી આવતા સોનું, ચાંદી, રત્નો( હીરા-માણેક વગેરે ), ધાન અને પવિત્ર ધાર્મિક પુસ્તકોને એ પાંચ ખજાના તરીકે ગણાવે છે. આ પહાડોની આયુ આશરે ૪૪,૫૦,૦૦,૦૦૦ થી ૧ અબજ વર્ષની વચ્ચે આંકવામાં આવે છે!!

2) નંદા દેવી ( ૨૫,૬૬૩ ફૂટ, ૭૮૨૪ મી) (દુનિયાભરમાં ૨૩મું)
ભલે આમ ભારતમાં નંદા દેવી બીજું સૌથી ઊંચું શિખર છે, અમુક લોકો તેને સૌથી ઊંચું શિખર માને છે. કારણ એમ છે કે આ પર્વતમાળા પૂરેપૂરી ભારતની હદમાં આવેલી છે. ઇસ ૧૮૫૨માં પશ્ચિમી શોધખોળકારોની નેપાળના ધોઉલાગીરી શિખરની શોધ સુધી નંદા દેવી દુનિયાનું સૌથી ઊંચું શિખર મનાતું હતું૩) કામેત (૨૫,૪૪૬ ફૂટ,૭૭૫૬ મી) (દુનિયાભરમાં ૨૯મું)
ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના ગઢવાલ ક્ષેત્રમાં આવેલું કામેત ભારતનું હાલમાં ત્રીજું ઉત્તુંગ શિખર છે. 
૪) સાસેર કાંગરી-૧ ( ૨૫,૧૭૧ ફૂટ, ૭૬૭૨ મી) (દુનિયાભરમાં ૩૫મું)
જમ્મુ કાશ્મીરની હદમાં આવેલ સાસેર કાંગરીનું સ્થાન ભારતમાં ચોથું છે. આ શિખર કારાકોરમ હારમાળામાં આવેલ છે. આ શિખર સર કરવું ખૂબ કપરું ગણાય છે. બીજા દુનિયામાં જાણીતા શિખરોની સરખામણીએ આ શિખર હજી ૧૯૭૩માં જ પહેલી વાર ITBP (Indo-Tibetian Border Police)ના જથ્થાએ સર કર્યું હતું. ત્યાર બાદ ૧૯૮૭માં ભારત અને બ્રિટનની સંયુક્ત ટુકડીએ આ શિખરનું પશ્ચિમ બાજુએથી સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું.Comments

Popular posts from this blog

Sagarika Ghose Calls Lord Ram a divine encroacher

Anandabai Gopal Joshi....A forgotten Indian icon

હનુમાન જયંતી