Posts

Showing posts from January, 2013

ભવ્ય ગુજરાત......ભવ્ય ભારત

Image
હું ઘણાં વખતથી અંગ્રેજી ત્યજીને ગુજરાતીમાં બ્લોગ લખવાનું વિચારતો હતો પણ કોઈ સારો વિષય ધ્યાનમાં આવતો ન હતો. આજે "Train without engine" વાળી જાહેરાત જોતાં જોતાં આ "Citizen Journalism" પર નજર પડી અને જાણ્યું કે આમાં તો આપણે, સામાન્ય જન પણ યોગદાન આપી શકીએ. તદુપરાંત "CJ"ના બધા લેખો ઉપર નજર નાંખીને નોધ્યું કે આજ દિન સુધી કોઈએ ગુજરાતીમાં લેખ લખ્યો નથી. આ તો મજાની વાત થઇ! આપણા લોકલાડીલા મોદી સાહેબની વેબસાઈટ ઉપર ગુજરાતીમાં લેખ પ્રસ્તુત કરવાનો મોકો મળે એનાથી રૂડું શું!?


હું છેલ્લા ૮ વર્ષથી વિદેશ સ્થિત છું અને બીજા લાખો વિદેશમાં વસેલા ભારતીયોની જેમ જ આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણપણે આશાવાદી છું. મારે આજે અહીં આપની જોડે આ "વાદ" સાથેની અંગત સફર વિષે વાત કરવી છે. મેં જયારે ગુજરાતમાં ૨૦૦૦થી ૨૦૦૪ સુધીમાં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો તે દરમ્યાન શ્રી વાજપેયીજીની કેન્દ્ર સરકાર હતી. ૨૦૦૪માં જયારે લોકસભાની ચૂંટણીઓ થઇ ત્યારે "India Shining"ની જાહેરાતો ચારે બાજુ ફેલાયેલી જોવા મળતી હતી. એ જાહેરાતોએ કદાચ ૬૦ વર્ષના આપણા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર…