Monday, October 15, 2018

કાયદાની આડમાં.....

આખા લેખમાં જ્યાં જ્યાં લાલ રંગના વાક્યો છે તેના ઉપર ક્લિક કરતાં તે તમને સંલગ્ન સમાચારની વેબસાઈટ ઉપર લઇ જશે. 
આમ તો યાદી હજી ઘણી લાંબી છે પણ હાલ પૂરતું જવા દો.
આ બધાં બહાનાની આડમાં શું?


ભલા માણસ હજીય મગજમાં ઝબકારો ના થયો!? હિંદુ સંસ્કૃતિ પર આઘાત. આ બધાં બહાનાની આડમાં હિંદુ ધર્મના તહેવારો, મંદિરો અને હિન્દુઓની જીવન પદ્ધતિ ઉપર ખૂબ જ ચીવટતા, ગણતરી અને આયોજનપૂર્વક હુમલા કરવામાં આવી રહ્યા છે....અને આ કઈ અત્યારનું નથી. ભારત ૧૯૪૭માં આઝાદ થયો ને તે પહેલાનું ચાલે છે... હા, પહેલા બહુ નાના-પાયે, અહીં-તહીં નાનું-મોટું કૈક કર્યા કરતાં જે રાષ્ટ્રીય સ્તર સુધી લઇ જવાની તે લોકો હિંમત નહોતા કરતાં એટલું જ. ભલા માણસ, ગામના ઓછું ભણેલા પણ ઘણું ગણેલા લોકો સમજી ગયા, આપણે શહેરીને વિદેશમાં રહેતા હિંદુઓ ક્યારે સમજશું? ક્યારે જાગશું? ફરી સોમનાથ તોડશે ત્યારે કે પછી આ વખતે તિરૂપતિ કે વૈષ્ણવ દેવી તોડશે ત્યારે? શું ખામી છે આપણા બધાનાં મગજમાં કે બધું આમ આંખ સામે દીવા જેવું સ્પષ્ટ હોય તોય ગમ નથી પડતી....કાં તો સમજીનેય ચૂપ છીએ.

આપણા વિરોધી લોકો ખૂબ જ સંગઠિત છે અને પોતાના ધ્યેય અંગે સ્પષ્ટ છે. તેમનું એક જ ધ્યેય છે, સામ-દામ-દંડ-ભેદ, કોઈ પણ પ્રકારે જગ-વિખ્યાત ભારતની આધ્યાત્મિકતાનો ખાત્મો અને તેના ફળ સ્વરૂપે હિન્દુઓનું પતન જેથી કરીને આ દેશને ફરી ગુલામ બનાવી શકાય અને પહેલાંની જેમ જ એનું ફરી શોષણ કરી શકાય. તમને એવું લાગતું હશે કે ગપગોળા હાંકુ છું નહિ? કે પછી વાતનું વતેસર કરી રહ્યો છું, ખરુંને ? ચાલો તો તમને અમુક નક્કર હકીકતો જણાવું. ભારતમાં બિન-ખેતીલાયક ખાનગી જમીનો સૌથી વધુ કોની પાસે છે ? લગાવો તુક્કો અને સાચું પડે તો મને નીચે ટિપ્પણી કરીને કહેજો. દેશમાં સૌથી વધુ ખાનગી જમીન 'કેથોલિક' ચર્ચ પાસે છે. હું નથી કહેતો, ભારત સરકારના આધિકારિક આંકડા કહે છે. અને આ રહ્યો નીચે પુરાવો. 

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કેટલી જમીનથી શરૂઆત કરી હતી તે સમય કાઢીને વાંચી લેજો. હજી ય મારી વાતમાં વિશ્વાસ ના આવ્યો હોય તો ચાલો એકબે વધુ સવાલ પૂછું. 1) એશિયા ખંડનું સૌથી પહેલું ચર્ચ ક્યાં છે જાણો છો? 2) એશિયા ખંડનું સૌથી મોટું ચર્ચ ક્યાં છે જાણો છો? પહેલું નાગાલેન્ડમાં અને બીજું આર્થિક રીતે પછાત ગણાતાં  છત્તીસગઢમાં. જે રાજ્યોમાં પાંખી વસ્તી અને બેરોજગારી વધુ હોય ત્યાં આ ચર્ચીયાઓ સૌથી પહેલાં પહોંચી જાય અને રીતસર તમારી જોડે સોદો કરે. દરેક વ્યક્તિ જે ધર્માંતરણ કરે એમને 8 થી 10 લાખ રોકડા અપાય છે. એની પણ સાબિતી રૂપે નીચે વિડીયો લિંક મૂકું છું કે જેથી કદાચ તમને મારી વાત પર વિશ્વાસ બેસે. 
 

અને ધ્યાનમાં રાખજો આપણે ભલે હિંદુ કે જૈન કે શીખ કે પછી શિવપંથી કે શક્તિપંથી કે વિષ્ણુપંથીના નામે જુદા જુદા ફાંટાઓમાં વહેચાયેલા હોઈએ, એમના માટે તો આપણે બધાં જ મૂર્તિ-પૂજકો છીએ જે એમના ધર્મ પ્રમાણે અસ્વીકાર્ય છે. એમના ધાર્મિક પુસ્તકોમાં આપણને Satan (એટલે કે શેતાન) સાથે સરખાવવામાં આવ્યા છે. આ વિરોધીઓ કેટલા ‘Organized’ છે એનો હું તમને સ્વાનુભવ કહું છું. મારા નિયમિત વાચકો જાણે જ છે કે હું કેલીફોર્નીયામાં રહું છું. કેલીફોર્નીયા આમ “Progressive/Liberal” રાજ્ય ગણાય છે, એટલે કે અહીના લોકો અમેરિકાના બીજા રાજ્યોની સરખામણીમાં, દાખલા તરીકે ‘બાઈબલ બેલ્ટ’ તરીકે ઓળખાતા રાજ્યોની સરખામણીમાં ઓછા ધાર્મિક છે એમ કહી શકાય. પણ અહીંયે વટાળ પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે કારણકે અહીની ઘણી મોટી immigrant વસ્તી વિદેશથી આવેલી છે. અમારા ઘરે દર ૨-૩ મહીને ‘જેહોવા’સ વિટનેસ’ (Jehova’s Witness) કે જે દુનિયાભરમાં બિન-ખ્રિસ્તી લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવવા માટે કુખ્યાત છે તેઓના સદસ્યો મજાની ટાઈ-સૂટ-બૂટ પહેરીને આવે અને રવિવારે સવારે જ સ્મિત સાથે બારણું ખખડાવે. પ્રેમથી બે ઘડી આડી-અવળી વાતો કરે અને પછી પ્રેમથી મફત ‘બાઈબલ’ની પ્રત પકડાવતા જાય.પાછા કહે કે સમય મળે વાંચજો અને અમે પાછા આવશું. અમારી સોસાયટીમાં ઘણાં ભારતીય કુટુંબો રહે છે. એ લોકો આ વાતની બરાબર નોંધ લીધી અને ૬ મહિના પછી કોક નવા ધોળિયા નવલોહિયા યુવાન-યુવતીઓને સાથે લેતા આવ્યા જેઓ અહીંના સ્થાનિક મહાવિદ્યાલયો (University) માં ભારતની ભાષાઓ ભણે છે. આ કોલેજથી આવેલા આ યુવાન-યુવતીઓ, [યુવતીઓએ પંજાબી ડ્રેસ પહેરેલ હતો અને ભાઈઓએ ઝભ્ભો!!] અમારા ઘરે બેલ વગાડીને કહે, “કેમ છો!? આજે રજાનો શું કાર્યક્રમ છે. બાઈબલ વાંચવાનો મોકો મળ્યો કે!!? ”.... લે!!!! હું તો જોઇને- સાંભળીને દંગ રહી ગયો. એક ક્ષણ તો કઈ સૂઝે જ નઈ કે શું જવાબ આપવો. બાજુમાં રહેતા મરાઠી પાડોશીને ત્યાં બેલ મારે તો કે “काय म्हणते भाऊ !!! काय चालले ?!! “

ગજબ ના કહેવાય? મને કે તમને (ટૂંકમાં હિન્દુઓને કે જૈનોને કે શીખોને ) વટલાવવા માટે અને પોતાના ધર્મમાં ખેંચી જવા માટે કેટલી દ્રઢતા અને કટિબદ્ધતા. આપણને ફોસલાવવા આપણી ભાષા અને રીતભાતેય શીખ્યા. આપણામાં તો આવો વટલાવવાનો રિવાજ કે ઉત્સાહ નથી એટલે એ જવા દો પણ કોઈ આપણા ધર્મને કે આપણા ધર્મના અનુયાયીઓને ક્ષતિ ના પહોચાડે એની તકેદારી રાખવા માટે આમાંની ૧૦% ય પ્રતિબદ્ધતા કે કાર્યદક્ષતા છે??? 

દાખલા તરીકે હું કહું કે ચાલો રવિવારે સવારે હિંદુ સ્વયંસેવક સંઘની શાખામાં કે મફત ‘ભગવદ ગીતાજી’ના પુસ્તકોનું વિતરણ કરવા તો કેટલા હિંદુઓ તૈયાર થાય ખબર છે? ૧૦૦માંથી ૫ થાય તે દિ સાંજે હું ઘેર ઘીના પાંચ દીવા કરું છું. ગપગોળા નથી હાંકતો, સ્વાનુભવ પરથી કહું છું. અને સામે પક્ષે લોકો વટાળ પ્રવૃત્તિ માટે દરેક રવિવારે, એકેય રવિવારે ખાડો પાડ્યા વગર, ઠંડી હોય કે ગરમી, વરસાદ હોય કે પૂર, ભારત-ભરમાં હજારોની ટીમોમાં ગામે-ગામ ખૂંદવા નીકળી પડે છે. કુદરતી આફતોમાં તો ખાસ! એતો એમના ધર્મનો વેપલો કરવાનો કે માર્કેટિંગ કરવાનો સોનેરી અવસર!!! લોકોની બદહાલી અને તકલીફનો ગેરલાભ ઉઠાવીને એમને થોડી આર્થિક મદદ કરવી અને એના બદલામાં એમને આડકતરી રીતે ધર્માન્તરણ માટે દબાણ કરવું. એમને Sales and Marketing વાળાઓની જેમ રીતસરના ટાર્ગેટ આપેલા હોય છે. કોણે કયું ગામ, કઈ જાતિ, કઈ નાતનું કયું ખોરડું કે બારણું ખખડાવવાનું અને કેમ વાત કરવાની એની તાલીમ આપેલી હોય છે. અને નિયમિત પગાર ઉપરાંત જેટલાને વટલાવે એ પ્રમાણે 'બોનસ’ મળે છે. ના માનવામાં આવતું હોય તો જાતે કોઈ આંતરિયાળ ગામમાં જઈ તપાસ કરી આવો. અરે સાહેબ એનાથીય સહેલું, લો ને આ લીંક (અહીં ક્લિક કરો ) ઉપર એમણે જાતે જ ઈન્ટરનેટ ઉપર તેમના ટાર્ગેટ જીલ્લાઓ, તાલુકાઓ, ગામો અને નાતની યાદીઓ મૂકી છે. તમારા ગામનું અને તમારી જ્ઞાત(નાત)નું નામ એમાં છે કે નહિ ચકાસી લેજો. અને એય ના કરો તો આ એક-બે ઉદાહરણો નીચે જોઈ લેજો. 



અને સાહેબ જો મારી એક પણ વાત ખોટી હોયને તો મને એમના પ્રભુ ઇસુ ખ્રિસ્તની જેમ જાહેરમાં ટાંગી દેજો.

આ કેરળના શબરીમાલા મંદિરમાં સદીઓ જૂની ધાર્મિક માન્યતા અને લોક-ભાવનાને અવગણીને જે સુપ્રીમ કોર્ટે દખલગીરી કરી છે એની પાછળ મૂળ હાથ આ હિંદુ-વિરોધી લોકોનો છે. જે લોકો  જીવનમાં ક્યારેય કોઈ મંદિરના પગથિયા ચઢ્યા નથી અને ચઢવાનાય નથી તેઓ માત્ર અને માત્ર હિન્દુઓની એકતા તોડવા અને તેમના મંદિરોની પવિત્રતા ભંગ કરવાના બદ-ઈરાદાથી ‘પ્રજાતંત્ર’નો ગેર-ફાયદો ઉઠાવીને કોર્ટમાં બેકારની રજૂઆતો કરે. આ શબરીમાલા મંદિરમાં દાવો કરનારા કોણ છે ? હિન્દૂ છે? જેને આપણા મંદિરોના 'મ' ની સમજ નથી તે લોકો લોકતંત્રના નામે મન થાય ત્યારે અને મન થાય એ મંદિર અને તેની પ્રથાઓ વિરુદ્ધ કેસ કરી દે અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ કે જેઓને સ્થાનિક મંદિરોના ઈતિહાસ, પ્રથા/પદ્ધતિ અને સ્થાનિક લોકોની આસ્થા અને લાગણીઓની કોઈ માહિતી કે દરકાર નથી અને તેઓ આ બધું ધરાર અવગણીને ખોટા નિર્ણયો આપે તોય ભારતભરની ૮૦ કરોડથી વધુ હિંદુ પ્રજાના પેટનું પાણી ય ના હાલે એમાં મારી ઊંઘ ઊડી જાય છે. અને આજ કોર્ટ જયારે બિન-હિન્દુઓના મુદ્દાઓ ઉપર કોઈ કેસ દાખલ કરે (દાખલા તરીકે મુસલમાન સ્ત્રીઓના મસ્જીદમાં દાખલ થવા અંગે ) તો ફટ દઈને કેસ રદ્દ કરી દે છે. વાંચીને ખાતરી કર્યા પછી કહું છું કે આવું તો ક્યાંય આપણા બંધારણમાં નથી લખ્યું કે હિન્દુના દરેક વિષયમાં ચંચૂપાત કરવી અને બાકીનાને દૂધ પીતાં બાલુડાંની જેમ છાવરવા અને તેમના કેસોની સુનાવણી ના કરવી. એક તો ભારતની કુલ વસ્તીમાં હિન્દુઓની સંખ્યા દર વસ્તી ગણતરીમાં ઘટતી જઈ રહી છે, તેની પાછળ ઘણાં કારણ છે. ઉપરથી આ અન્ય ધર્મો દ્વારા સતત અપ્રત્યક્ષ રીતે કનડગત. આવું જ ચાલ્યું તો કાલ ઉઠીને ભારતની સંસ્કૃતિ પોતે જ એક ‘ઈતિહાસ’ બની જશે...

આ વિડીયો કેરળના હિન્દુઓના વિરોધનો છે. મારી તમારી અને દરેક હિન્દુની નૈતિક ફરજ છે કે એમનો સાથ આપીએ અને દેશમાં પ્રજાતંત્રના નામે આપણા હિંદુઓ ઉપર જે બળજબરી કરવામાં આવી રહી છે એનો સામનો કરીએ. જુઓ અને જાણો કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આજે કેરળના હિંદુઓ અને શબરીમાલા મંદિર જોડે આજે કરી રહ્યા છે એજ કાલે શ્રીનાથજી મંદિર કે અક્ષરધામ મંદિર જોડે કે અંબાજી મંદિર અને ગુજરાતના હિંદુઓ સાથે કરશે જ. કારણકે આ એમની “Tested and Perfected” Method છે.... કેરળ પહેલા તામિળનાડુના મંદિરોમાં, આંધ્ર પ્રદેશના મંદિરોમાં, તેલંગાણાના મંદિરોમાં આ જ થઇ જ ચૂક્યું છે એટલે આવું માનવાની ભૂલ ના કરતાં કે આપણા ગુજરાતમાં આવું ના થઇ શકે....

સ્વામી શરણં, અયપ્પા શરણમ.  

3 comments:

  1. સ્વામીયે શરણં અય્યપ્પા 🙏🙏

    ReplyDelete
  2. Hey nice blog. Thanks for sharing. I shared your blog in my social media group in Car towing service site. Every person gave positive response. Keep posting.

    ReplyDelete
  3. It’s hard to find knowledgeable individuals on this matter, however you sound like you recognize what you’re speaking about! Thanks casino bonus

    ReplyDelete

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...