Monday, March 23, 2020

Make_In_India: Largest_Order_to_Date

આજકાલ આ ચીનની વિશ્વને ભેટ એવા કોરોના [Covid-19] વાયરસની એવી વ્યાપક ભીતિ પ્રસરેલી છે કે જેના કારણે હું અને તમે ઘર-કેદ થઈને બેઠા છીએ. આટલો બધો નવરાશનો સમય મને એમ લાગે છે કે છેલ્લે 10માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ આપ્યા બાદ મળ્યો હતો. એવા નવરા ધૂપ હતા એ દિવસોમાં કે આખો દિ ભર તાપમાં વગર ટોપી પહેરે ક્રિકેટ ટીચ્યે રાખતા અને મા બિચારી લૂ લાગી જશે, ઘર ભેગા થાઓની નિરર્થક બૂમો પાડ્યે રાખતી. હવે અહીં તો ઠંડીમાં બહાર ક્રિકેટ ટીચવાનો વિકલ્પ પણ નથી, એટલે આપણે આપણા જૂના-જાણીતાં આ બ્લોગ ઉપર કૈંક લખવા આઈ ગયા. આ કોરોનાના ચક્કરમાં મને ખાતરી છે કે તમે આ લેખમાં પ્રસ્તુત સમાચાર ચૂકી ગયા હશો. આમ પણ આપણાં ત્યાં ટીવી/છાપાઓમાં મહત્વના સમાચારોને પ્રાધાન્ય આપવાનો રિવાજ નથી.



આજે આપણે વાત કરશું મોદી સરકારના રાજમાં લેવાયેલા મહત્વના અને મોટા નિર્ણયની કે જે ખરા અર્થમાં "મેક ઈન ઇન્ડિયા" [Make in India] ને સાર્થક કરશે.

રક્ષા મંત્રાલયે તારીખ 18/3/2020ના બુધવારે "માર્ક 1A " બનાવટના 83 સંપૂર્ણ સ્વદેશી એવા તેજસ યુદ્ધ વિમાનોનો સોદો મંજૂર કર્યો છે. 26,000 કરોડના ખર્ચે આ વિમાનોના નિર્માણનો સોદો હિન્દુસ્તાન એરોનોટિક્સ  લિમિટેડ  કાર્યાન્વિત કરશે. [નોંધ : અમુક સમાચાર વાળા 38000 કે 39000 કરોડ નોંધે છે. આ ગૂંચવણ એટલા માટે છે કારણકે સરકારે આંકડાઓ સ્પષ્ટ રીતે જણાવ્યા નથી. સરકારની આ અધિકૃત જાહેર નોંધ વાંચો એટલે ખ્યાલ આવશે.]

ભારતીય વાયુ સેના આ અગાઉ 40 તેજસ "માર્ક 1" બનાવટના 40 વિમાનોનો ઓર્ડર આપી ચૂકી છે જેમાંથી 16 વિમાનોની વાયુસેનાને સોંપણી થઇ ચૂકી છે. DAC [Defense Acquisition Council] એટલે કે સંરક્ષણ સંપાદન પરિષદે વધારાના 83 વિમાનોની મંજૂરી આપી હોવાથી HALની ફેક્ટરીઓ હાલમાં નિર્ધારિત ઉત્પાદન બાદ વધારાના ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી તેમની મહત્તમ ઉત્પાદન ક્ષમતા ઉપર કાર્યરત રહેશે.

"પહેલાના 40 વિમાનોની મંજૂરીની સફળતાને ધ્યાનમાં લેતા DAC તેમના કરતા તકનીકી રીતે વધુ આધુનિક એવા 83 માર્ક 1A વિમાનોનો સોદો HALને સોંપવાની દરખાસ્ત CCS [Cabinet Committee on Security] એટલે કે કેબિનેટ સુરક્ષા સમિતિ સમક્ષ રજૂ કરશે" એમ રક્ષા મંત્રાલયે જાહેર નોંધમાં જણાવ્યું છે.

"આ સોદાથી "મેક ઈન ઇન્ડિયા" [Make in India] ના કાર્યક્રમને ખૂબજ બળ  મળશે કારણકે તેજસ આયોજન, વિકાસ અને નિર્માણ એમ દરેક તબક્કામાં પૂર્ણપણે ભારતમાં વિકસિત હોવાથી HAL ઉપરાંત ઘણાં નિજી ક્ષેત્રના સ્થાનિક ઉદ્યોગોને વેગ મળશે." એમ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું.

HAL વાયુસેનાને પ્રત્યેક વિમાન 310 કરોડના ભાવે આપશે. સોદાની  વિગતો પ્રમાણે વિમાનોની સોંપણી [delivery]  સોદાના 36 માહ બાદ શરુ થશે. એટલે માનો કે CCS આ પ્રસ્તાવને 2020ના મધ્ય સુધીમાં મંજૂર કરે તો પહેલા વિમાનની સોંપણી આશરે 2023ના મધ્યમાં થશે.

HALની ફેક્ટરીઓ હાલમાં નિર્ધારિત ઉત્પાદન લક્ષ્ય પૂરું કર્યા બાદ જયારે આ 83 વિમાનોનું નિર્માણ કાર્ય હાથમાં લેશે તો આશરે 2028 સુધીમાં બધા જ વિમાનોનું નિર્માણ કાર્ય પૂરું થશે. એટલે કે 2028માં ભારતીય વાયુ સેનામાં તેજસ માર્ક 1 ની 2 ટુકડીઓ (40 વિમાનો) અને તેજસ માર્ક 1Aની ચાર ટુકડીઓ (83 વિમાનો) સેવામાં હશે. તે બાદ અટકળો એવી છે કે HAL તેજસ માર્ક 2ના નિર્માણ માટે સુસજ્જ થશે.

અડાના (ADA) વડા ગિરીશ દેવધરે જણાવ્યું હતું કે માર્ક 1A એ માર્ક 1 અને માર્ક 2 વચ્ચેનું વચગાળાનું મોડલ વિમાન છે અને માર્ક 2 વધુ મોટા અને વધુ સક્ષમ વિમાનો હશે. ADA (Aeronautical Development Agency)  એટલે કે વિમાન-વિજ્ઞાન વિકાસ સંસ્થા એ ભારતનું એક રતન છે જેનો ઓછાઓને ખ્યાલ છે.

ગમ્મત : ADAનું કાયદેસર ઉપરોકત ગુજરાતી નામાંકરણ કરનાર હું પહેલો જ છું. :) 

સામાન્ય રીતે યુદ્ધ વિમાનોમાં ત્રણ શ્રેણીઓ હોય છે, હળવા, મધ્યમ  અને ભારે. બંને માર્ક 1 અને માર્ક 1A હળવી શ્રેણીના વિમાનો છે જે અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક (GE ) નિર્મિત F-404 એન્જીનો ઉપર ચાલે છે જયારે માર્ક 2 એ મધ્યમ  શ્રેણીનું વિમાન હશે જે GEના F-414 એન્જીનો ઉપર ચાલશે.

દેવધરે જણાવ્યું કે ઇંધણ અને શસ્ત્રો સહિત માર્ક 1 અને માર્ક 1A નું મહત્તમ "ટેક-ઓફ" એટલે કે ઉડ્ડયન વજન ક્ષમતા 13.5 ટન એટલે કે 13,500 કિલો છે જયારે માર્ક 2ની ક્ષમતા 17.5 ટન અથવા 17,500 કિલો હશે. એટલે કે માર્ક 2 વધુ ઇંધણ અને વધુ શસ્ત્રો ધારણ કરી શકશે. જેથી તેજસની શસ્ત્ર વહન ક્ષમતામાં 85%નો વધારો થશે. વાયુસેના માટે આ સમાચાર "દિવાળી આવી" જેવો આનંદ પ્રેરે એવા છે. 

રક્ષા મંત્રાલયે HALને માર્ક 1Aમાં પાંચ નવી સંચાલન ક્ષમતાઓ ઉમેરવાનો આદેશ આપ્યો છે જેમાં “active electronic scanned array” (AESA) રડારનો  [આનું ગુજરાતી કરો જોઈએ!] સમાવેશ થાય છે. આ રડાર વિવિધ કામગીરીઓ એકસાથે બજાવી શકતા હોવાથી યુદ્ધમાં તેજસ શત્રુઓના સમકક્ષ વિમાનો કરતાં ચઢિયાતા પૂરવાર થશે. માર્ક 1A ની પહેલી ટુકડીના નિર્માણમાં ઇસરાયેલથી આયાત કરેલા એલ્ટા AESA રડાર લગાવવામાં આવશે જયારે પછીની ટુકડીઓમાં DRDO દ્વારા નિર્મિત "ઉત્તમ" AESA રડાર લગાવવામાં આવશે. તેજસના પ્રોટોટાઇપ  એટલે કે પરીક્ષણ માટેના મોડલ ઉપર બેસાડીને 'ઉત્તમ' રડારના 11 ઉડ્ડયન પરીક્ષણો થઇ ચૂક્યા છે અને આ રડારના ઉત્પાદનની સૈદ્ધાંતિક મંજૂરી માટે હજુ બીજા 2 વર્ષ સુધી પરીક્ષણો ચાલશે એમ DRDO જણાવે છે.

આ ઉપરાંત તેજસ માર્ક 1A માં ઇઝરાયેલી જ બનાવટના એલ્ટા SPJ [Self-Protection Jammers] એટલે કે સ્વ-રક્ષા માટેના જામર લગાવેલા હશે કે જે તેજસ તરફ ધસી આવતી મિસાઈલોની નિયંત્રણ પ્રણાલીને ખોરવી નાખવાનું કામ કરશે. વિમાનની પાંખોની નીચે લગાવવામાં આવતા આ SPJ વિમાનની સ્વ-રક્ષા પ્રણાલીઓનો હિસ્સો હોય છે. માર્ક 1A માં વધુ માહિતીને નિયંત્રિત કરી શકે એવું આધુનિક ઉડ્ડયન નિયંત્રણ માટેનું કમ્પ્યુટર હશે.

આડવાત : એક ઇલેકટ્રોનિકસ એન્જિનિયર તરીકે આપણા સ્વ-દેશી વિમાનોમાં flight control computer systems માટે કયું કમ્પ્યુટર અને કયા પ્રકારની ગોઠવણ છે એ જાણવાની ઉત્સુકતા છે. પણ મોટે ભાગે આ બધું અત્યંત ગુપ્ત હોય છે જે સામાન્ય પ્રજા માટે જાણવું શક્ય નથી..કૈંક જાણવા મળે તો કેજો.

જતા જતા : યોગ્ય લાગે તો આ લેખની લિંક કશેક મૂકજો, મોદી સાહેબ જે ખરેખર અમાપ દેશ-સેવા કરે છે એને જન-જન સુધી પહોંચાડો. બાપડો રાત-દિ એક કરે છે આપણી આવતી પેઢીઓ માટે. મળ્યા ત્યારે, રામ રામ.

Thursday, November 28, 2019

હિન્દુ શૂરવીર - લાચિત બોરફૂકન

આજથી 5-6 વર્ષ પહેલાં વિકિપીડિયા પર અહીં-તહીં નાના લેખોનું સંપાદન કરતાં કરતાં એક નામ ધ્યાનમાં આવ્યું હતું. તે નામ હતું લાચિત બોરફૂકન. કિત્તુરની રાણી ચેન્નમા જેવા કેટલાંય આપણાં માટે અપરિચિત નામોમાનું એક એવું આ પણ દેશના શ્રેષ્ઠ શ્રેણીના યોદ્ધાનું નામ છે જે તમને અને મને બાળપણમાં ભણાવવામાં નહોતું આવ્યું. ખબર નહિ આપણો દેશ આઝાદ થયો ત્યારે એ સાલા કોણ દેશદ્રોહીઓ હતાં  કે જેમણે એવા દરેક રાજા/સેનાપતિ/રાણીની વાતો આપણા પાઠ્યપુસ્તકોમાંથી બાદ કરી દીધી જેમણે  આપણા ધર્મના રક્ષણાર્થે મુઘલો સામે ન કે માત્ર ઝીંક ઝીલી પણ તેમને પરાસ્ત પણ કર્યા. નક્કી આ મુઘલો એમના બાપ-દાદા લાગતાં  હશે. એ વખતે ઉતાવળમાં એક નાનો ગુજરાતી લેખ લખીને વિકિપીડિયા ઉપર મૂક્યો હતો. મને એમ હતું કે આટલા વર્ષોમાં 'કોઈકે' તો એ લેખમાં સુધાર/ઉમેરો કરીને વધુ માહિતી જોડી હશે, પણ કમનસીબે આજે 6 વર્ષ પછીયે મારો એ ગુજરાતીમાં પહેલવહેલો લાચિત બોરફૂકન ઉપર લખાયેલો લેખ અકબંધ છે. 

આજે આમ તો મારે કોઈ બીજા વિષય ઉપર લખવાની ઈચ્છા હતી પણ હજી ચાર દિવસ પહેલાં જ લાચિત બોરફૂકનની જન્મ જયંતિ ઉજવાઈ હોઈ થયું કે આજ લેખ મારા બ્લોગ ઉપર મૂકી દઉં, કદાચ આ બ્લોગ મારફતે વધુ લોકો લાચિત વિશે  જાણે. એટલે જો તમે કદાચ લાચિત બોરફૂકન વિષે ગુજરાતી વિકિપીડિયા ઉપર પહેલાં વાંચ્યું હોય તો એમ નહિ માનતા કે મેં ઉઠાંતરી કરી છે. આજે કોઈ ફેરફાર કે વધારો નથી કરવાનો, માત્ર એ મૂળ લેખની અહીં નકલ જ મૂકી રહ્યો છું...હા, કોઈ લાંછન લગાડે એ પહેલાં ચોખવટ કરી દેવી સારી :)

જન્મ:૨૪ નવેમ્બર ૧૬૨૨, ઘરગાંવ, આસામ 
મૃત્યુ:25 એપ્રિલ 1672,જોરહટ, આસામ 

લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યનો એક મહાન સેનાપતિ હતો જે સન ૧૬૭૧માં આસામના સરાઈઘાટમાં મુઘલો વિરુદ્ધની લડાઈમાં પોતાની કાબેલિયત અને નેતૃત્વ-ક્ષમતાના લીધે જાણીતો થયો હતો. મોગલોએ કામરૂપ શહેર પર ફરી કબજો જમાવવાના ઈરાદાથી રામસિંહ પહેલાના નેતૃત્વ હેઠળ હુમલો કર્યો હતો જે લાચિત ખૂબ જ ઓછા સેન્ય સાથે ખાળવામાં સફળ રહ્યો હતો.[૧] આ યુધ્ધના વર્ષ બાદ માંદગીના લીધે લાચિતનું અવસાન થયું હતું.[૨]

સંક્ષિપ્ત જીવન

લાચિત બોરફૂકનનો જન્મ સુકૂતિ  નામના અત્યંત સાધારણ એવા મજૂરી કરીને પેટ પાળનાર આસામી વ્યકતિના ઘરે થયો હતો. તેઓ તેમના ચોથા અને સૌથી નાના પુત્ર હતા. સુકૂતિ ભલે સાધારણ ઘરના હતા પણ તેઓ જે કાંઈ  પણ કામ કરતાં  તે અત્યંત હોંશ અને ખંતથી કરતા. તેમની કાર્યકુશળતા અને દક્ષતાની વાત વર્ષો વહેતાં ત્યાંના રાજા પ્રતાપ સિંહ સુધી પહોંચી. રાજાએ તેમનું કામ જોઈ તેમને 'બાર તમુલી' એટલેકે રાજ્યના શાહી બગીચાના માળી  તરીકે કરી. તેઓ તેમના સ્નેહાળ વર્તનના લીધે લોકોમાં 'મોમાઈ' [આસામી ભાષામાં મામા માટેનો શબ્દ ] તરીકે જાણીતા થયા. અને તેઓ રાજ્યના અધિકારી એટલે કે 'તમુલી' તો હતાં  જ, એટલે જ તેઓ 'મોમાઈ તમુલી' તરીકે જાણીતાં  થયા. આગળ જતાં તેઓ રાજ્યના અન્ય મોટા હોદ્દાઓ ઉપર વિરાજ્યા.  લાચિત બોડ્બરુઆના સૌથી યુવાન પુત્ર હતા જેઓ પ્રતાપ સિંહના શાસનકાળ દરમ્યાન પહેલા બોડ્બરુઆ (આસામના રાજ્યપાલ અને અહોમ સૈન્યના સેનાપતિ) હતા. લાચિતે પિતાના મોભા અને હોદ્દાના લીધે ઉચ્ચ કુટુંબોના બાળકોને મળતી એવી માનવતા, શાસ્ત્રો અને યુદ્ધકળા જેવા વિષયની તાલીમ લીધી હતી. તે જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ તેમની મોટી જવાબદારીઓ વાળા પદ પર નિયુક્તિ થતી ગઈ. સૌપ્રથમ તેમની નિયુક્તિ ધ્વજ-વાહક (સોલધર બરુઆ) તરીકે થઇ હતી જે એક મહત્વાકાંક્ષી રાજનેતા કે રાજકારણી માટે પ્રથમ પગથિયું ગણાતું. ત્યારબાદ તેઓ રાજા ચક્ર-ધ્વજ સિંહની શાહી અશ્વ-શાળાના ઉપરી (ઘોડ બરુઆ) તરીકે નિમાયા. તેઓ આગળ જતાં વ્યૂહાત્મક રીતે અત્યંત અગત્યના એવા સિમુલગઢ કિલ્લાના ઉપરી નિમાયા.  તેઓ શાહી ઘોડેસવાર રક્ષકોના દળના પણ ઉપરી હતા.

સરાઈઘાટના યુદ્ધની પૂર્વ-ભૂમિકા 

મુઘલોને આશરે ૧૬૦૨ની આસપાસ બ્રહ્મપુત્ર ખીણ અને તેની આજુબાજુના વિસ્તારોમાં (હાલનું આસામ) રસ પડવા માંડ્યો અને ઢાકાના નવાબે રાજા પરીક્ષિત નારાયણ શાસિત આસામના પશ્ચિમ છેડે આક્રમણ કર્યું. ત્યારથી લઈને ૧૬૬૦ સુધી મુઘલોએ ૧૭ વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા અને વીર તેમ જ રાષ્ટ્રપ્રેમી આસામી હિન્દુઓએ દરેક વખતે તેમને હરાવ્યા. ૧૬૫૮માં ઔરંગઝેબની દિલ્હીના ગાદીનો વારસદાર નિમાયાના ત્રણ જ વર્ષ બાદ ૧૬૬૧માં, ઔરંગઝેબના આદેશાનુસાર મીર જુમલાએ અહોમની રાજધાની ઘરગાંવ ઉપર આક્રમણ કર્યું અને તે સમયના અહોમ રાજા જયધ્વ્જ સિંહે માત્ર થોડાક દિવસની ધીરજ ગુમાવતાં જીતેલી લડાઈ હારી ગયો અને પરાજયના શોકમાં થોડાક જ દિવસમાં મૃત્યુ પામ્યો. મરણશૈયા ઉપર તેણે તેના અનુગામી ચક્રધ્વજસિંહને "અહોમ દેશની છાતીએ વાગેલો પરાજયના અપમાનનો ભાલો" ખેંચી કાઢી નાખવા હાકલ કરી હતી. આ પરાજયના લીધે પહેલીવાર અહોમ રાજ્યનું શહેર ગૌહાટી મુઘલોના હાથમાં જતું રહ્યું, એટલું જ નહિ, રાજ્યની બે રાજકુમારીઓને ઔરંગઝેબના 'આનંદ-પ્રામોદ' માટે એના જનાન ખાનામાં [જીતેલા રાજ્યોની સ્ત્રીઓને બળજબરીથી રાખવામાં આવતો મહેલ ] મોકલી આપવામાં આવી.

રાજા ચક્ર-ધ્વજે ગૌહાટીને મુઘલો પાસેથી છોડાવવા માટેની યોજના અને યુદ્ધની જવાબદારી લાચિતને સોંપી હતી. ઇ.સ. 1667ના ઉનાળામાં લાચિતે તૈયારીઓ પૂરી કરી લીધી અને સફળ યુદ્ધ બાદ ગૌહાટીને ક્રૂર મુઘલોના પંજામાંથી મુક્ત કરાવ્યું.  રાજાએ તેમને સફળતા બદલ સોનાના હાથાવાળી  'હેન્ગ-ડાન્ગ ' નામની તલવાર અને પારંપરિક આસામી પોશાક ભેટ આપ્યા.

સ્મારકો અને યાદગીરી

1) લાચિત દિવસ

દર વર્ષે ૨૪ નવેમ્બરના રોજ આસામમાં લાચિત શૌર્યને બિરદાવવા રાજ્યવ્યાપી લાચિત દિવસ ઉજવવામાં આવે છે.[૩][૪]

2) લાચિત બોરફૂકન સુવર્ણ ચંદ્રક

National Defense Academy [NDA] એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા અકાદમીમાં આસામ રાજ્ય સરકારના સફળ પ્રયાસ બાદ વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીને લાચિત બોરફૂકન સુવર્ણ-ચંદ્રકથી નવાજવામાં આવે છે.[૫][૬]

3) લાચિત બોરફૂકન મેદાન

લાચિતની યાદગીરીમાં જોરહાટ, આસામમાં લાચિત બોરફૂકન મેદાનનું સન ૧૬૭૨માં અહોમ રાજા ઉદયિત્ય સિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ હયાત છે.

જો ક્યારેક આસામ જાઓ તો આ નીચે જણાવેલ જગ્યા ઉપર જઈને આ દેશના સપૂતને પ્રણામ કરજો. આ એક એવો યોદ્ધો હતો જેના લીધે આજ દિન સુધી આસામમાં હિન્દુઓની વસ્તી છે. બહુ ઓછા એવા રાજ્યો/રજવાડાં છે કે જેમને મુઘલો લાખ પ્રયત્નો છતાં જીતી નહોતાં  શક્યા. આસામ એમાનું એક છે. અને મને અને તમને કોઈએ આ આજ સુધી કીધું જ નહિ, જબરું આપણા દેશનું તંત્ર નહિ!


હુલુંગપારા, જોરહાટમાં લાચિત સ્મારક.

             લાચિત મેદાનમાં લાચિત ભવન.


લાચિત બોરફૂકન સ્મારક, રાષ્ટ્રીય સુરક્ષા અકાદમી, ખડકવાસલા ખાતે

લાચિત બોરકૂકનનું બાવલું, ચર્ચ ફિલ્ડ, તેઝપુર


...જતાં  જતાં  જો તમને વધુ જાણવાંમાં રસ હોય તો આ પ્રસિદ્વ યુ ટ્યૂબર અતુલ મિશ્રા સાહેબનો આ નીચેનો અંક અચૂક સાંભળો.



...છેલ્લે છેલ્લે....આવા જ કોઈક મહાન સપૂતનું નામ કે જે આપણા પુસ્તકોમાંથી કાઢી નંખાયું હોય એવો તમને ખ્યાલ હોય અને તમે ઇચ્છતા હો કે એમના ઉપર પણ કૈંક ગુજરાતીમાં લખાય તો અહીં નીચે ટિપ્પણીમાં મને નામ જણાવવા વિનંતી.

Saturday, September 28, 2019

ભારત - રશિયા રક્ષા કરારો

AK  -203
આ મહિનાની શરૂઆતમાં
(સપ્ટેમ્બર -2019), પહેલા અઠવાડિયામાં, વીસમી  ભારત-રશિયા વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રશિયાના વ્લાદિવોસ્તોક  શહેરના બે દિવસના પ્રવાસે ગયેલા હતા. ત્યાં તેમણે  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થયેલી બેઠકમાં રશિયાની અત્યાધુનિક તકનીકી કુશળતા અને ભારતની ઓછી કિંમતે ઉત્પાદન ક્ષમતા આ બંને પાસાનો સમન્વય કરીને ઉચ્ચ ગુણવત્તા વાળા હથિયારોની સસ્તામાં બનાવટ ઉપર ફરી જોર મૂક્યું. જોકે આ હાલમાં થઇ જ રહ્યું છે. અને આજે મારે એની જ વાત કરવી છે. હાલમાં જુદા જુદા રક્ષા કરારો અંતર્ગત કુલ 12 બિલિયન ડોલર્સ , એટલે કે હાલના 71 રૂપિયાના ભાવે ગણીએ તો 847.5 અબજ (84,750 કરોડ)  રૂપિયાની જુદી જુદી યોજનાઓ કાર્યરત છે. આ એ યોજનાઓ છે કે જે આપણાં દીર્ઘ-દ્રષ્ટા મોદી સાહેબનું  'મેક  ઈન ઈન્ડીયા' નું સ્વપ્ન સાકાર કરે છે અને આગળ જતાં ભારતને સંરક્ષણ અને લશ્કરી જરૂરિયાતોના સંદર્ભમાં એક સ્વ-નિર્ભર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે.

માર્ચમાં સ્ટોકહોમ સ્થિત International Peace Research Organisation એ જાહેર કર્યું હતું કે વર્ષ 2014-2018ના ગાળામાં રશિયા ભારતને શસ્ત્ર -સરંજામ પૂરો પાડનાર સૌથી મોટો વિક્રેતા દેશ હતો કે જેણે  ભારતને તેની 58% લશ્કરી આયાતો પૂરી પાડી છે. 2013-2017 દરમ્યાન આ આંકડો 62% હતો કે જે સૂચવે છે કે ભારત પોતાનું બાહ્ય દેશો પર લશ્કરી પૂરવઠામાટેનું અવલંબન ઘટાડવાનો સફળ પ્રયાસ કરી રહ્યું છે. પણ આતો લાંબી યાત્રા છે જે અમુક દાયકાઓ સુધી ચાલશે. ત્યાં સુધી ચાલો જાણીએ ખૂબ જ અદ્યતન અને દેશ માટે અતિ આવશ્યક એવું મોદી સાહેબનું Defence Shopping list. 

૧) S-400 LRSAM
ઉપર જણાવેલ 847 અબજ રૂપિયાની યોજનાઓ ઉપરાંત 383 અબજની S-400 LRSAM સિસ્ટમ કે જે લાંબી દૂરી સુધી હવાઈ હુમલા સામે રક્ષણ કવચ પૂરું પાડે છે તે ગયા વર્ષની વાર્ષિક બેઠકમાં જાહેર કરાઈ હતી. ગયા વર્ષે જ આ અદ્ભૂત  સિસ્ટમ ઉપર લખવાની ઈચ્છા હતી પણ મેળ  પડ્યો નથી. ટૂંકમાં આ All-in-one તંત્રમાં ભારત તરફ વધી રહેલી બેલેસ્ટિક કે ક્રુઝ મિસાઈલ, લશ્કરી ફાઈટર જેટ કે પછી ડ્રોન, કોઈ પણ કદ કે પ્રકારના હવાઈ હુમલાખોરને તોડી પાડવાની ક્ષમતા છે. આ તંત્રનું રડાર  600 કિમી દૂર સુધીનો વિસ્તાર સતત 'સ્કેન' કરે છે અને નીચેની ક્ષમતા મર્યાદા પ્રમાણે રક્ષણ આપે છે. 
બેલેસ્ટિક મિસાઈલ શોધ વિસ્તાર : 400 કિમી 
ફાઈટર જેટ શોધ વિસ્તાર : 250 કિમી 
ક્રુઝ મિસાઈલ શોધ વિસ્તાર : 120 કિમી 
ડ્રોન શોધ વિસ્તાર : 40 કિમી 

વધુ જાણવામાં રસ હોય તો આ નીચેનો વિડીયો શાંતિથી સાંભળજો. 
[ભારત સરકારની આ ચેનલ રાજ્યસભા ટીવી આવા રક્ષા પ્રણાલીઓને લગતાં ખૂબ જ સરસ વિડીયો મૂકે છે. ]



૨) કામોવ -226T  હેલીકૉપટરો 

મળતી માહિતી મુજબ 2015માં પોતાના મિત્ર એવા રશિયાના વડાપ્રધાન વ્લાદિમીર પુતિનના આગ્રહ ઉપર મોદી સાહેબે કોઈ પણ જાતના ટેન્ડરો વગર થળસેના અને વાયુસેના માટે 200 કામોવ હેલીકૉપટરોનો કરાર કર્યો. સામાન્ય રીતે ટેન્ડરો બહાર પડે અને અન્ય દેશોની રક્ષા સાધનો/પ્રણાલી બનાવતી કંપનીઓ આ ટેન્ડરો ભરે અને સૌથી ઓછા ભાવે સર્વોત્તમ ટેક્નોલોજી આપનાર કંપનીનું ટેન્ડર સ્વીકારાતું હોય છે. આ એક રીતના General Purpose હેલીકૉપટરો છે જે માલ-સામાન કે જવાનોની હેરફેર માટે અત્યંત ઉપયોગી છે. આ હેલીકૉપટરો સેનામાં ચોર કોંગ્રેસી રાજનેતાઓની અવગણનાના પાપે કાટ ખાઈ ગયેલા અને નિર્ધારિત અવધિ કરતાં ઘણી વધુ સેવા આપી ચૂકેલા ચિત્તા અને ચેતક હેલીકૉપટરોને વિરામ આપશે. [શબ્દોના ઉપયોગ માટે માફ કરશો પણ કોંગ્રેસના  રાજનેતાઓએ જે રીતે દેશની સુરક્ષા સાથે અક્ષમ્ય વિલંબનો અપરાધ કર્યો છે તે પ્રમાણે તો હું ખૂબ જ માપીને બોલી/લખી રહ્યો છું.] આ ટ્વીન (બે) એન્જીન વાળા હેલીકૉપટર હોવાના લીધે હિમાલયના દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં કે જ્યાં આબોહવાના લીધે તકનીકી ખામીઓ થવાની શક્યતા વધી જાય છે અને તેને લીધે નિયમિત અકસ્માતો થાય છે તે જવાનોને થતાં અકસ્માતો ટાળવામાં  ખૂબ જ મદદરૂપ થશે. ઉપર ઉલ્લેખ કરેલા 847 અબજના કરારોમાંનો એક એવા 141 અબજના આ કરારમાં કુલ 60 હેલીકૉપટરો રશિયા પાસેથી તૈયાર કે જેને flyaway condition તરીકે ઓળખે છે તેમ લેવામાં આવશે. જયારે બાકીના 140 બેંગ્લોર સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમીટેડ (HAL) ટેક્નોલોજી ટ્રાન્સફર અંતર્ગત નિર્માણ કરશે.



૩) કલાશનિકોવ AK - 203 

સાહેબના શોપિંગની સૂચિમાં આ મારી સૌથી પસંદગીની વસ્તુ છે. જાણો છો કેમ ? કારણકે આપણને એટલે કે સામાન્ય નાગરિકોને લશ્કર દ્વારા સમયાંતરે કરાતા જાહેર પ્રદર્શનોમાં આ સૂચિમાંનું કોઈ પણ હથિયાર જો પોતાના હાથમાં લેવા/જોવાનો કદાચ કયારેક મોકો મળે એવું આ એક માત્ર હથિયાર છે. અને તેને હાથ માત્રમાં લેવાનો રોમાંચ અનુભવી શકીએ.

70 અબજના inter-governmental agreement (IGA) હેઠળ ભારતીય થળસેના માટે 7,50,000 AK -203 નું નિર્માણ કરવામાં આવશે. મને ખાતરી છે કે તમે AK-47 નું નામ તો સાંભળ્યું જ હશે. આ રાઇફલ એનો મોટો ભાઈ છે એમ સમજો! મૂળ આ AK-47ની સુધારેલી આવૃત્તિ છે. ભારતના રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતાં આયુધ નિર્માણ બોર્ડ (Ordnance Factory Board - OFB) દ્વારા સંચાલિત એવી ભારતની 41 ફેક્ટરીઓમાંથી એક એવી અને ભાઈ શ્રી રાહુલ ગાંધીના પ્રિય એવા અમેઠી નજીકના કોરવા ગામ નજીક સ્થિત ફેકટરીમાં આ રાઇફલોનું નિર્માણ કરવામાં આવશે. આ રાઇફલો ભારતની ઘર આંગણે વિકસાવેલી અને જેના ઉપયોગથી લશ્કર ઘણે ખરે અંશે નિરાશ થયેલ છે એવી ઇન્સાસ ( INSAS) રાઇફલોને વિરામ આપશે. એટલું જ નહિ, આ રાઇફલોને નિકાસ માટે પણ બનાવવામાં આવશે જેનો નફો ભારત અને રશિયા 50-50 ટકા વહેંચશે.


૪) ક્રિવાક - 3 યુદ્ધ જહાજો 

ઓક્ટોબર 2018માં મોદી સાહેબની આગેવાની હેઠળની રક્ષા કેબિનેટ કમિટીએ આ ક્રિવાક શ્રેણીના 4 યુદ્ધ જહાજોની ખરીદી ઉપર મંજૂરીની મહોર મારી દીધી. આ કરાર અંતર્ગત રશિયાના યંતર શિપયાર્ડમાં અડધા નિર્માણ કરેલી હાલતમાં પડેલા 2 યુદ્ધ જહાજોને પૂરા કરવા માટે ભારત 105 અબજ રૂપિયા ચૂકવશે કે જે આ જહાજોમાં યુક્રેનના ઝોર્યા ગેસ ટર્બાઇન એન્જીન લગાવીને ભારતને સોંપવામાં આવશે. 

બાકીના બે જહાજ અન્ય કરારોની જેમ 'મેક ઈન ઈન્ડીયા' હેઠળ ગોઆ શિપયાર્ડમાં આકાર લેશે.

ભારત પાસે હાલમાં આ ક્રિવાક શ્રેણીના 6 યુદ્ધ જહાજો કાર્યરત છે જ. તેમના નામ છે 
1) INS તલવાર 
2) INS ત્રિશૂળ 
3) INS તાબર 
4) INS તેગ 
5) INS તરકશ
6) INS ત્રિકાણ્ડ 

પહેલાં ત્રણ 2003-2004 દરમ્યાન કાર્યરત થયા હતાં જયારે છેલ્લા ત્રણ 2012-2013માં સેવામાં જોડાયા.

૫) બ્રાહ્મોસ મિસાઈલો
આ મિસાઈલ યાદીની બાકીની વસ્તુઓની સરખામણીમાં પ્રમાણમાં જૂની અને જાણીતી છે. ભારત અને રશિયા દ્વારા સંયુકત રીતે વિકસાવાયેલી અને ભાગીદારીમાં હૈદરાબાદમાં નિર્માણ પામતી આ મિસાઈલના ઓર્ડર મૂકાયા છે કે જે ભારતીય યુદ્ધ જહાજો ઉપર લાદવામાં આવશે જેમાંથી ચાર તો ઉપર યાદીમાં સૂચવાયેલા નવી ક્રિવાક શ્રેણીના યુદ્ધ જહાજો માટે હશે. દરેક જહાજ માટેની મિસાઈલ પ્રણાલી, તેને દાગવા માટેની Launch System અને મિસાઈલો સહિત ૧૨૫૦ કરોડની કિંમતે પડશે. આ ચાર ઉપરાંત આ મિસાઈલ પ્રણાલી વિશાખાપટ્ટનમ-ક્લાસના વિધ્વંસક યુદ્ધ જહાજો તેમ જ "પ્રોજેક્ટ ૧૭A" અંતર્ગત નિર્માણ પામી રહેલા ૭ નવા જહાજો ઉપર પણ ગોઠવવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ કિંમત ૨.૬ બિલિયન ડોલર્સ અથવા ૧૮૪ અબજ છે. સાહેબ નાનું શોપિંગ તો કરતાં જ નથી :)

૬) ઇગલા - એસ (Igla -S)
ગયા વર્ષે નવેમ્બર ૨૦૧૮માં રક્ષા મંત્રાલયે જાહેરાત કરી કે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખ માટે રશિયાની આ Igla-Sની  “very short range air defence system” (VSHORADS) શ્રેણી માટે એટલે કે ખૂબ જ ઓછી પહોંચની મિસાઈલ તરીકે પસંદગી થઇ છે. સ્વીડનની સાબ અને ફ્રાન્સની MBDA કંપનીઓને ટેન્ડર બિડિંગની લડાઈમાં પછાડીને 4થી નવેમ્બર ૨૦૦૦ના સ્થપાયેલી એવી રશિયાની રોસોબોરોન એક્સપોર્ટ(ROE) કે જે રશિયન રક્ષા મંત્રાલય હેઠળની કંપની છે તેણે આ કરાર હાંસલ કર્યો છે. રોસોબોરોન ૧૦૬ અબજની કિંમતે ૮૦૦ મિસાઈલ દાગવાના Launcher સહિત ૫,૧૭૫ મિસાઈલો ભારતને સોંપશે. 

આ મિસાઈલોની મારક ક્ષમતા માત્ર ૮ કિલોમીટરની છે. પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ તેની અગત્યતા ખૂબ જ વધુ છે. આ મિસાઈલ પ્રણાલીનો ઉદ્દેશ્ય આપણા અણમોલ જવાનોને દુશ્મનના એવા હવાઈજહાજોથી (ફાઈટર જેટ) બચાવવાનો છે કે જે કોઈ પણ કારણસર યાદીમાં જણાવેલ પહેલી પ્રણાલી S-400ના કવચને ભેદીને તેમ જ હવાઈ દળના હુમલાઓને (Dog-fight) ચૂકવીને આપણી સીમામાં અંદર લશ્કરી થાણાઓ સુધી ઘૂસી આવ્યા હોય. રશિયાનું લશ્કર હાલમાં આ પ્રણાલીનો નવો અવતાર એવા 9K333 પ્રણાલીનો ઉપયોગ કરે છે પણ તે કદાચ હાલમાં નિકાસ માટે ઉપલબ્ધ નથી માટે આપણે આ જૂની પ્રણાલીથી કામ ચલાવવું પડશે.

૭) સુખોઈ- ૩૦MKI
હિન્દુસ્તાન એરોનોટીક્સના નાસિક સ્થિત કારખાનામાં ૨૨૨ ટ્વીન (બે) એન્જીનવાળા સુખોઈ ૩૦MKI ના નિર્માણનું કાર્ય પતવાના આરે હોવાથી રશિયન લાઇસન્સ હેઠળ વધારાના ૧૮ હવાઈ જહાજ બનાવવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. ૪૫૦ કરોડના એકની કિંમતે IAF(ભારતીય હવાઈ દળ) કુલ ૮૧ અબજની હિન્દુસ્તાન એરોનોટીક્સને ચૂકવણી કરશે. આ ફાઈટર જેટોની ડીલીવરી આવતાં વર્ષથી ચાલુ થશે અને ૨૦૨૨ સુધીમાં બધાંય ૧૮ જેટ IAFને સોંપવામાં આવશે. ત્યારે ૨૦૨૨માં IAF પાસે સુખોઈ -૩૦MKI નું સંખ્યાબળ ૧૪ સ્કવોડ્રન એટલે કે ૨૯૦ વિમાનોનું થઇ જશે. આ IAF ના સૌથી અત્યાધુનિક Frontline ફાઈટર જેટ છે. 


આ તો થઇ ૮૪૭ અબજ અથવા તો ૮૪,૭૫૦ કરોડના રક્ષા સોદાઓની વાત કે જે વિધિવત સહી થઇ ચૂક્યા છે અને મેક ઇન ઇન્ડિયા હેઠળ હાલમાં નિર્માણરત (Under construction) છે.
જુઓ ભાઈઓ અને બહેનો , બહુ સીધી ને સરળ વાત છે. મોદી હૈ તો મુમકીન હૈ. મને એમના અંધ ભકત હોવાનું ગૌરવ છે. રાષ્ટ્રહિત સર્વોપરી.
હવે ચાલો જાણીએ કે ભવિષ્યમાં કયા સોદા થવાની ઉંચી સંભાવનાઓ છે.

૧) પ્રોજેક્ટ ૭૫-I (પનડૂબ્બી/ Submarine project) 

રશિયાની રોસોબોરોન ૫૦,૦૦૦ કરોડના ખર્ચે જળસેના માટે બનનાર ૬ સબમરીનો માટેનું ટેન્ડર ભરવાની છે.  જળસેનાની ૩૦-વર્ષીય યોજના અંતર્ગત ૧૨ સબમરીન વિદેશી ટેકનોલોજી અને ૧૨ સબમરીન ઘર આંગણે વિકસાવાયેલી ટેકનોલોજીથી બનાવવાની યોજના છે. આ પૈકી હાલમાં માત્ર ૬ ઘર આંગણે સબમરીનો તૈયાર કરવામાં આવી છે અને વિદેશી સબમરીનો ખરીદવાનો આ પ્રોજેક્ટમાં આ છેલ્લો મોકો છે. રશિયાએ હંમેશ મુજબ આ આમુર-ક્લાસની સબમરીનોની ટેકોનોલોજી હસ્તાંતરણની બાંહેધરી આપી છે. રોસોબોરોન ઉપરાંત જર્મનીની થાયસેનકૃપ, ફ્રાન્સનું નેવલ ગ્રુપ અને સ્વીડનની કંપની કોકમ્સ પણ ટેન્ડર હરીફાઈમાં છે.

૨) મીડીયમ ફાઈટર

આ મીડીયમ ફાઈટર ઉપર જણાવેલા સુખોઈથી ક્ષમતામાં થોડા ઉતરતા ક્રમના યુદ્ધ વિમાનો છે. જો દુશ્મન પાસે ઉચ્ચ ક્ષમતાના વિમાનો જ ના હોય તો આપણે પણ શું કરવા આપણા શ્રેષ્ઠ વિમાનોને યુધ્ધમાં ઉતારવા? ફિયાટ સાથે હરીફાઈમાં ફરારી થોડી ઉતારાય!!  એ ગણિત ઉપર આ ફાઈટરોની પસંદગી થાય છે.  ૨૦૦૪માં ૧૨૬ “medium multirole combat aircraft” (MMRCA)ના ટેન્ડરના ફિયાસ્કા બાદ છેવટે ૩૬ રાફેલના ફાઈટરોની ખરીદીની વાત તો તમને ખબર જ હશે.

મૂળ 126ની જગ્યાએ માત્ર 36 વિમાનો ખરીદાયા હોવાથી, IAFએ 114 આવા મઘ્યમ  શ્રેણીના વિમાનો માટે હાલમાં ટેન્ડર બહાર પાડ્યા છે. રશિયાના મિગ -35 અને સુખોઇ -35 બંને હરીફાઈમાં છે.

તદુપરાંત  જળસેનાએ પણ ભારત દ્વારા હાલમાં નિર્માણાધીન સ્વદેશી એવા INS - વિરાટ અને INS -વિક્રાંત વિમાન-વાહક જહાજો ઉપરથી સંચાલિત કરવા 57 બહુ-હેતુક વિમાનો ખરીદવાના પ્રયાસ આદર્યા છે. તેમાં પણ આ મિગ-35 હરીફાઈમાં છે.

આ સબમરીન અને ફાઇટરોની કુલ ખરીદ કિંમત પ્રાથમિક અંદાજ પ્રમાણે સહેલાઈથી 25 બિલિયન ડોલર્સ એટલે કે 1,760,000,000,000 (એક લાખ 76 હજાર  કરોડ !!! થોડું યાદ-શક્તિ પર જોર આપો કે આ જ આંકડો પહેલાં  ક્યાં સાંભળ્યો છે? જેમને zero loss sibbal અંગે જાણકારીહશે તેમને ચોક્કસ યાદ આવશે :) ) રૂપિયા થશે જેમાંથી  50% નિર્માણ-કાર્ય મેક ઈન ઈંડિયા યોજના હેઠળ ભારતમાં કરવાનું રહેશે. એટલે હવે તમને કોઈ પૂછે કે આ Make in India યોજનાએ શું કાઠું કાઢ્યું તો આ લેખ વંચાવજો.
જે રાજનૈતિક દળના અણઘડ વહીવટને લીધે આપણા પરાક્રમી જવાનોના જીવ જોખમાયા હોય, જેમના લીધે હોવિત્ઝર જેવી ભારતીય લશ્કરમાં  જેની તીવ્ર  અછત છે અને જેની તાતી જરૂર છે એવી નવી તોપોના ખરીદનો કરાર 3 દાયકાઓ સુધી મુલતવી રહ્યો હોય અને પછી મોદી સાહેબના આવ્યા બાદ આ બધાં રાષ્ટ્ર-હિતના કાર્યક્રમોને વેગ મળ્યો હોય તો મારા જેવા ટેક્નિકલ વ્યવસાયી લોકો સાહેબના ભક્ત ના બને તો બીજું શું બને? 
છેલ્લી વાત : આ નવા shopping listમાં  બસ એક નાનું વિઘ્ન છે. અને તે છે અમેરિકાનો આ બધું આપણે તેમના બદલે રશિયા પાસેથી ખરીદીએ એ વાતનો વિરોધ. સ્વાભાવિક છે કે બંને રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી મોટા શસ્ત્ર વિક્રેતા છે અને ભારત દુનિયાનો સૌથી મોટો ખરીદદાર છે એટલે ભાઈ મોટા તગડા ગ્રાહક માટે ખેંચા -ખેંચ તો થવાની.પણ અમેરિકા સામાન્ય રીતે તેના ગ્રાહક દેશોને  શસ્ત્રો  વેચે પણ તેની ટેક્નોલોજિકલ માહિતીની આપ-લે કરતું  નથી. અને ટેક્નોલોજીમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા એક મહાસત્તા તરીકે તેઓ આ વિગતો ના આપે તે સમજી શકાય એમ છે. Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA) કાયદા હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ જે દેશો રશિયા સાથે મોટા લશ્કરી સોદાઓ કરે તેમના ઉપર પ્રતિબંધ લગાવતા આવ્યા છે. એ કારણસર બંને  દેશો સાથે સુમેળભર્યા સંબંધ સાચવીને આપણા લશ્કરની જરૂરિયાતોની ખરીદી કરવી એ રાજસ્થાની કલાકારોની જેમ હવામાં સંતુલન જાળવીને દોરડા પર ચાલવા જેવું કઠિન કામ છે. અને ખરેખર આ કામ મોદી સાહેબ જ કરી શકે. આ તમે જે હાલમાં ટ્રમ્પ સાહેબને હ્યુસ્ટનમાં મોદી સાહેબની આટલી બધી મહેમાનગતિને આવભગત કરતાં જોયું તેની પાછળ કારણો સમજાઈ  ગયા હશે.પેલું અંગ્રેજીમાં કહેને કે "connecting the dots"  :)

Monday, July 29, 2019

આવો જાણીએ : દારુલ ઉલૂમ દેવબંદ


નોંધ : લાંબો  લેખ.

તમે ફતવો એટલે શું જાણો છો? સમાચારમાં છાશવારે કૂતુહલ પ્રેરે એવા અથવા હાસ્યાસ્પદ  જાતજાતના ફતવાના સમાચાર આવતાં  જ રહેતા હોય છે એટલે એમ માનીને ચાલીશ કે તમે જાણો છો. તે છતાંય  જેમને જાણ નથી એમના માટે આ 2-4 સેમ્પલિયા નીચે મુકું છું, વિસ્તારથી વાંચવા હોય તો અંતમાં  કડીઓ પણ મુકેલી  છે.






મને આ ફતવાઓમાં બે કારણથી રસ પડ્યો. પહેલું તો એ કે આ છાપાવાળા જેમના માટે પહેલાથી લઈને છેલ્લા પાના ઉપર જાહેરાતો છાપવી અને આવક રળવી પ્રાથમિકતા હોવા છતાં આ સમાચારોને સ્થાન આપે છે એની પાછળ કૈક કારણ હોવું જોઈએ. અને બીજું એ કે કોઈક તો એમના ફતવા માનતું હશે ને? તો જ એ લોકો બહાર પાડતાં હશે. જો એમને માનનારો વર્ગ જ ના હોય તો પછી એ લોકો બોલે જ શું કામ? કોઈ હાંસીપાત્ર થવા માટે તો અટપટા નિયમો(ફતવા) અંગે જાહેરાત ના કરે ને? દાખલા  તરીકે હું કે તમે કે કોઈ પણ હિન્દૂ સંગઠન એમ જાહેરાત કરે કે ગુજરાતની દરેક શાળામાં ભગવદ ગીતાના નિયમિત પાઠ થવા જોઈએ તો કોઈ આપણી વાત સમાચારમાં છાપશે? કોઈ આપણને ગણકારશે?

મોટા ભાગના બિન-મુસ્લિમ લોકો સૌથી પહેલાં તો આ મુદ્દામાં ના રસ લે છે ના વાત કરે છે. અને વાત કરવા દબાણ કરો તો બહુ બહુ તો એટલું  કહેશે કે 'હા હવે, કોઈકે ફતવો બહાર પાડ્યો, એમાં આપણે શું?' 

બસ, આજે મારે આજ બે મુદ્દા પર વાત કરવી છે.

1) આ 'કોઈક'  કોણ છે?
2) "આપણે શું?"

પહેલાં મુદ્દાનો ટૂંકોને ટચ જવાબ છે આ 'કોઈક' છે દારુલ ઉલૂમ  દેવબંદ. અને આપણે શું એ સમજવા માટે પહેલાં દેવબંદને ઊંડાણથી જાણવું પડશે. અને દેવબંદને જાણવા પહેલાં અત્યાર સુધીની ઇસ્લામની સફરને ટૂંકમાં સમજવી  પડશે.

ઇસ્લામનો સંક્ષિપ્ત પરિચય :

ઇસ્લામની સ્થાપના મુહંમદ પયગમ્બરે કરી. મુહંમદ પયગંબરના અવસાન બાદ તેમના અનુગામી અંગે બે મત  ઉભા થયા. ત્યાંથી ઇસ્લામના બે ફાંટા થયા. આ બે ફાંટા છે, સુન્ની અને શિયા. આ બંને વચ્ચે ફરક એ છે કે મોટા ભાગના ત્યારના મુસલમાનો એ મતના હતા કે મુહંમદના સસરા અને મિત્ર અબુ બકરને મુહંમદે અનુગામી નીમ્યા છેએમને  માનનારા વર્ગનો ફાંટો સુન્ની કહેવાયો. જયારે એક વર્ગ એવું માનતો હતો કે મુહંમદે તેના પિતરાઈ ભાઈ તેમ જ જમાઈ (?!)  એવા અલી ઈબ્ન અબી તાલિબને અનુગામી નીમ્યા છે. અલીને અનુગામી માનનારા શિયા કહેવાયા.  દુનિયામાં 90% મુસલમાનો સુન્ની છે અને માત્ર 10% જેવા શિયા છે.  આપણાં દેશમાં ઠેક-ઠેકાણે દર વર્ષે  'તાજીયા ' ના જુલુસ નીકળે છે એ જોયા છે? ઇસ્લામિક કેલેન્ડરના પહેલા અને પવિત્ર મહિના મોહર્રમના દસમાં દિવસે આ જુલૂસમાં માતમ મનાવનારાઓ શિયા છે  જેઓ મુહંમદ પૈગંબરના પૌત્ર હુસૈન ઈબ્ન અલીના મોતના શોકમાં પોતાની જાતને ઘાતક હથિયારોથી ખૂબજ જખ્મી કરે છે. મને બાળપણમાં એમના છાપામાં ફોટાઓ જોઈને પણ અરેરાટી થતી હતી.એમાં 7-8 વર્ષના બાળકો પણ હોય છે. નાના છરાઓનો ઝૂડો બનાવીને એને ફંગોળીને પોતાની જ  પીઠ ઉપર વાર કરે. એક-બે વાર નહિ, પોતે જ લોહી-લુહાણ થઇ જાય ત્યાં સુધી કરે. આવો માતમ સુન્નીઓ મનાવતા  નથી. સુન્નીમાં હનફી પંથને માનવા વાળા સૌથી વધુ સંખ્યામાં છે. એટલે ટૂંકમાં દુનિયામાં આજની તારીખે 7.7 અબજની દુનિયાની વસ્તીમાં જે 1.8 અબજ મુસલમાનો છે એમાંથી 1.5 અબજ સુન્ની છે અને એમાંય મોટા ભાગના હનફી છે.

અરબી શબ્દ "શરિયા " નો મૂળ અર્થ થાય છે "માર્ગ". એટલે કુરાનના સંદર્ભમાં શરિયા એટલે ખુદાએ બતાવેલો માર્ગ. જોકે સામાન્ય વ્યવહારમાં શરિયાનો અર્થ ઇસ્લામિક કાયદો કે કાનૂન  એમ કરવામાં આવે છે. એટલે કુરાનના સંદર્ભમાં શરિયા એટલે ખુદાનો કાયદો કે કાનૂન. હવે જ્યાં સુધી પયગમ્બર મુહંમદ જીવિત હતા ત્યાં સુધી તો તેમણે ખુદાના 'દૈવી" નિયમોનું (જેનું સંકલન એટલે કુરાન)  તત્કાલીન મુસલમાનો માટે અર્થઘટન  કરી આપ્યું પણ એમના અવસાન બાદ વધુ ભણેલા અને સમજદાર/ વિશેષજ્ઞ મુસલમાનો ઉપર આ દૈવી નિયમોની સ્પષ્ટતા કરવાની જવાબદારી આવી.કુરાનના આ "દૈવી" નિયમો સ્પષ્ટ નહોતા કે વિશેષજ્ઞો પણ એકમત થઈને એનું અર્થઘટન કરી શકે એટલે 11મી સદીના અંતની આસપાસ ચાર જુદા જુદા વ્યકતિઓએ જુદું જુદું અર્થઘટન કર્યું અને અર્થઘટન કરનારાઓના નામો પરથી સુન્ની-ઇસ્લામના જે ચાર પંથ થયા તે  છે હનફી,  માલિકી, શાફી  અને હંબલી. બીજા પણ ઓછા અંશે ફેલાયેલ પંથો છે જેવા કે સલાફી, ઝાહીરી વગેરે. પણ આ પંથોની મુખ્ય પંથોમાં ગણતરી થતી નથી. આ પંથોમાં કુરાનની આયતોના અર્થઘટનમાં ફેર છે અને ઘણાં  ફરક રમૂજી છે. દાખલા તરીકે સ્ત્રીઓએ કપડાં  કેમ પહેરવા એ અંગે એમના મત જુદા જુદા છે. હનફી અને માલિકી પંથ એમ કહે છે કે સ્ત્રીઓએ હાથ અને મોઢાને બાદ કરતાં  પૂર્ણ શરીર ઢાંકવું જોઈએ અને શાફી  અને હંબલી પંથ (કે જે ખૂબ જ રૂઢિચૂસ્ત છે ) કહે છે કે હાથ અને મોઢા સહીત આખું શરીર ઢાંકવું.


આ બધાં  જ પંથોમાં એક સામ્યતા છે કે તેમણે  મુસલમાનો માટે જીવનકાર્યોને પાંચ નૈતિક વિભાગોમાં વહેંચ્યા છે. પંથ પ્રમાણે કયું કાર્ય આ પાંચમાંથી કયા વિભાગમાં આવે છે એમાં ભિન્નતા હોઈ શકે.

1) ફરજીયાત
2) કરવા યોગ્ય
3) તટસ્થ અભિગમ (કરવું ના કરવું વ્યક્તિ ઉપર)
4) કરવા અયોગ્ય
5) પ્રતિબંધિત

જો તમને મારી જેમ ઓફિસોમાં રજૂ થતાં ચાર્ટ જેવા રિપોર્ટમાં રસ પડતો હોય તો આ નીચેની છબિમાં આ ચાર પંથ વિશે ઘણી વિગત આપેલી છે.

આડ વાત : ઇસ્લામના આ કુરઆનમાં જણાવાયેલા આ "દૈવી" નિયમો શું છે?  નિયમો કે જે ફરિશ્તા (દેવદૂત - દેવનો દૂત, અલ્લાહનો દૂત )  જીબરિલે(Angel Gabriel) ઇ.સ. 610થી 632ના સમયગાળામાં મક્કા નજીક "હિરા" નામની ગુફામાં મુહંમદ  પૈગમબરને  કહ્યા.

આ ઉપરાંત ઇસ્લામના પાંચ મુખ્ય સ્તંભ છે. ગમે તે પંથનો હોય પણ દરેક મુસલમાન આ પાંચ બાબતોને સ્વીકારીને એને આધીન જીવન ગાળે છે. આ પાંચ બાબતો નીચે પ્રમાણે છે.

1) શહાદા  : મુસલમાનના મુખ્ય મતની  શપથ કે ઘોષણા. જેમ બ્રાહ્મણો જનોઈ દરમ્યાન કે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લેતા અમુક નિયમો પાળવાનું વચન આપે એના જેવું.

શહાદા  આ પ્રમાણે છે...

લા ઇલાહા ઇલ્લલ્લાહ, મુહમ્મદુન રસુલુલ્લાહ  

અર્થ : અલ્લાહ એકમાત્ર પરમેશ્વર છે [બીજો કોઈ ભગવાન નથી ] અને મુહંમદ અલ્લાહના રસૂલ છે. રસૂલ  એટલે અલ્લાહનો પૈગામ (સંદેશ) લાવનાર - પૈગમ્બર.

2) નમાઝ  - રોજિંદી પાંચ નમાઝ  અદા  કરવી.

3) જકાત - ધર્મ અર્થે દાન - જે મુસલમાનોની આવક અમુક લઘુત્તમ મર્યાદા  (કે જેને નિસાબ કહે છે) કરતાં ઉપર હોય  તેમણે  પોતાની આવકના ઓછામાં ઓછું 2.5% નું દાન કરવું.

4) ઉપવાસ/રોજા  - પવિત્ર માસ દરમ્યાન કુરાનના નિયમો પ્રમાણે રોજા  રાખવા.

5) હજ  - જીવનમાં શક્ય હોય તો ઓછામાં ઓછી એક વાર હજ કરવી.

હવે મૂળ વિષય પર આવીએ.

પરિચય : 
દારુલ ઉલૂમ  દેવબંદ એ ઉત્તર પ્રદેશના સહારનપુર  જિલ્લમાં આવેલા નાનકડાં  શહેર દેવબંદ સ્થિત ભારતનું જ નહિ પણ દુનિયાભરનું સર્વાર્ધિક પ્રચલિત અને દુનિયાભરના મુસલમાનો ઉપર પકડ અને પ્રભાવ ધરાવતું એક વિશાળકાય મદરેસા સંકુલ છે જેને 2017માં 150 વર્ષ પૂરા થયા. પોસ્ટમાં સૌથી પહેલો ફોટો આ સંકુલનો છે.  મદરસો એટલે માત્ર અને માત્ર મુસલમાન બાળકો માટે બનેલી શાળા/વિદ્યાલય. આની સ્થાપના મુહમ્મદ કાસિમ નાનોત્વીએ અને હાજી આબિદ  હુસૈને 1866માં ઇસ્લામના સુન્ની ફાંટાના હનફી વિચારધારાના વિસ્તાર હેતુથી કરી હતી. એક સ્થાપકના નામમાં જે 'નાનોત્વી' જોડાયેલું છે એ એમના મૂળ ગામ નાનોતિનું સૂચક છે અને તેઓ મૂળ તલવારની ધાર પાર વટલાયેલા 'ગુજજર' પરિવારના વંશજ હતા.[12] આજની તારીખે અધિકૃત રીતે ભારતમાં 3000 થી વધુ મદરેસાઓમાં (અને અનધિકૃત બીજા કેટલાય) તથા વિદેશના મદરેસાઓમાં આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી શૈક્ષણિક માહિતી પ્રમાણે ભણાવાય છે.

ઉપરનો ફકરામાં  "દુનિયાભરના મુસલમાનો ઉપર પકડ અને પ્રભાવ ધરાવતું" એ શબ્દો વાંચીને ઘણાં  લોકોની ભ્રમરો ઉંચકાશે, અવિશ્વસનીય લાગશે.  આમે આપણાં ત્યાં પોતાના લોકો જે વાત કરે એને લોકો જલ્દી સ્વીકારતા નથી એટલે જ આ નીચેનો એક લેખનો ટુકડો વાંચો.આ લેખકે તો દેવબંદને ઇસ્લામ જગતનો 'ધ્રુવનો તારો ' અને 'ઇસ્લામનો ગઢ'ની ઉપમા આપી છે. એશિયાના 50 કરોડ મુસલમાનો ઉપર તેમનો પ્રભાવ છે.



એટલે વાત એમ છે કે આ 'કોઈક' કોઈ જેવી તેવી સંસ્થા નથી. દુનિયાભરમાં એનો ડંકો  વાગે છે. તમને અને મને આપણી અજ્ઞાનતાના લીધે એમના વિષે બહુ ખબર નથી એ અલગ વાત છે. ત્યાં આજની તારીખે પણ અફઘાનિસ્તાન , ઈરાન, બર્મા , ઇન્ડોનેશિયા, મલેશિયા, તુર્કી  ઉપરાંત આફ્રિકાના મુસલમાન બહુલ દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. [આ માહિતી સંસ્થાની અધિકૃત વેબસાઈટ ઉપરથી લેવામાં આવી છે.] એટલે આગળ વધીએ એ પહેલાં એટલું સમજો કે આ  સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવતાં ફતવાઓની અસર માત્ર ભારતમાં જ નહિ પણ ભારતની સીમાઓથી ક્યાંય દૂર સુધી ફેલાયેલી છે અને એમને સ્વીકારનારો/માનનારો વર્ગ અત્યંત વિશાળ છે. જેમ આજના હિંદુઓ પોતાના ધાર્મિક પ્રશ્નોને કે રોજિંદી જીવનના પ્રશ્નો લઈને સદગુરૂ જગ્ગી વાસુદેવ કે પંડિત શ્રી રવિશંકર કે મોરારિ બાપુ કે રમેશભાઈ ઓઝા કે અવધેશાનંદજી એવા જુદા જુદા પંથના ધર્માચાર્યો પાસે જાય એમ મુસલમાન સમાજના લોકો આ સંસ્થામાંથી સ્નાતક થયેલા મૌલવીઓ કે મૌલાનાઓ પાસે જાય છે. અને ઘણી વાર સામાન્ય મુસલમાનોના સવાલોના જવાબમાં જ આ ફતવા બહાર પાડવામાં આવે છે.

દેવબંદનો અભ્યાસક્રમ :

દેવબંદ સુન્ની ઇસ્લામના સૌથી વધુ ફેલાયેલા ચાર પંથમાંનો  એક એવા હનફી ઇસ્લામના નિયમો અને રિવાજો પ્રમાણેની બાળકોને તાલીમ આપે છે.આ હનફી  પંથ કે વિચારધારાની શરૂઆત  ઈ. સ. 767 ની આસપાસ કુફા, ઇરાકમાં અબુ હનીફા નામના વ્યકતિએ કરી હતી.

અહીં 18મી  સદીમાં સ્થાપિત દરસ -એ-નિઝામીના અભ્યાસક્રમ પ્રમાણે ભણાવાય છે જેમાં મુખ્યત્વે કુરાન , હદીસ અને તેના ઉપરના ભાષ્ય ઉપરાંત મુહંમદનું જીવન ચરિત્ર, અરબી ભાષા, તેનું વ્યાકરણ અને સાહિત્ય તેમ જ ફારસી ભાષા શીખવાડાય છે.અભ્યાસક્રમની જુદી જુદી શ્રેણીઓ છે.

1) નાઝીરા  - પ્રાથમિક શ્રેણીમાં 5 વર્ષના અભ્યાસમાં ઉર્દુ, હિન્દી, ફારસી અને અંગ્રેજી ભાષા શીખવાડાય છે.
2) હિફઝે  કુરાન - આમ 2થી 4 વર્ષમાં આખું કુરાન મોઢે કરાવાય છે.
3) ફઝીલત - આ અનુ -સ્નાતક (post-graduate) શ્રેણીનો અભ્યાસ છે કે જે 8 વર્ષનો હોય છે અને આ પૂર્ણ કરનારને "મૌલવી"ની ઉપાધિ (Degree) મળે છે. આ ઉપાધિ મળ્યા બાદ જ વ્યક્તિ મોટા ભાગના મસ્જિદોમાં મૌલવી તરીકે નિમાઈ શકે છે.
4) છેલ્લો Ph. D. શ્રેણીનો અભ્યાસ છે જે પૂર્ણ કરનારને "મુફ્તી"ની ઉપાધિ આપવામાં આવે છે.

જો તમે વાંચતા વાંચતા અહીં સુધી પહોંચ્યા હો તો તમને ધન્યવાદ. પણ કદાચ તમને થતું હશે કે યાર તે પોસ્ટની શરૂઆત ક્યાં કરી હતી અને આ બધું વચ્ચે શું વધારાનું ભર્યું છે. મૂળ વાત પાર આવને. તો ચાલો હવે વાત કરીએ કે આ ઉપર જણાવેલ અભ્યાસક્રમ જે 150 વર્ષથી લાખો  નહિ બલ્કે કરોડો મુસલમાનોને અહીં-તહીંના નાના -મોટા સુધારા સાથે ભણાવવામાં આવ્યો છે એનું પરિણામ શું આવ્યું છે...

તમે West Point નું નામ સાંભળ્યું છે? ભારતમાં જેમ NDA(National Defense Academy) અથવા IMA (Indian Military Academy) સર્વશ્રેષ્ઠ  લશ્કરી તાલીમની સંસ્થાઓ ગણાય છે તેમ, તેમના કરતાં ક્યાંય વધુ જૂની અને જાણીતી અને દુનિયાની સર્વશ્રેષ્ઠ લશ્કરી તાલીમ સંસ્થા એટલે અમેરિકાની West Point. આ West Point માં એક કેન્દ્ર છે જે Combating Terrorism Center (CTC ) તરીકે ઓળખાય છે, તેની સ્થાપના 2001માં અમેરકા ઉપર થયેલા 9/11ના હુમલા બાદ કરવામાં આવી હતી. આ કેન્દ્ર દુનિયાભરના આતંકવાદી હુમલાઓ અને ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખે છે. આ કેન્દ્રે 2009ના નવેમ્બર મહિનાના તેના રિપોર્ટમાં દેવબંદ ઉપર ખૂબ વિસ્તારથી માહિતી પ્રકાશિત કરી હતી. આ આખો રિપોર્ટ અંગ્રેજીમાં અહીં ઉપલબ્ધ છે પણ હું વાચકો માટે તેના મુખ્ય મુદ્દાઓનો અનુવાદ કરી રહ્યો છું. આ લેખના NRI લેખક શ્રી લવ પુરી સાહેબ ન્યુ યોર્ક યુનિવર્સીટીના ફૂલ -બ્રાઇટ વિશેષજ્ઞ છે અને તેઓ 2006માં યુરોપિયન કમિશનનો એશિયામાં માનવાધિકાર અને લોકશાહી ઉપર અધ્યયન માટે પુરસ્કાર મેળવી ચૂકેલ છે.




રિપોર્ટના મુખ્ય મુદ્દા 

  • 1866માં શરુ થયેલી આ સંસ્થા દારૂલ ઉલુમ દેવબંદના 100 વર્ષ જયારે 1967માં પૂરા થયા ત્યાં સુધીમાં સંસ્થામાંથી કુલ 7417 મૌલવીઓ ભણીને બહાર નીકળ્યા છે જેમાંથી 3795 ભારતીય, 3191 પાકિસ્તાની અને 431 અન્ય દેશોમાંથી હતા. અન્ય દેશોમાં ચીન, મલેશિયા અને અફઘાનિસ્તાનનો  સમાવેશ થાય છે. 
  • સંસ્થાના જયારે 100 વર્ષ પત્યા ત્યારે 1967માં તેની દુનિયાભરમાં કુલ 8934 શાળાઓ (મદરેસાઓ) હતા. આજની તારીખે તો આ આંકડો ઘણો વધારે છે. પણ પાક્કો આંકડો મળતો નથી.
  • 1947માં ભારતના ભાગલા બાદ સંસ્થામાંથી સ્નાતક થયેલા ઘણાં ખરા મૌલવીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા જેને લીધે ઉપર 3191 નો આંકડો પાકિસ્તાન માટે આપેલ છે. 
  • દુરંદ સીમા રેખાની બંને બાજુ (પાકિસ્તાન અને અફઘાનિસ્તાન) માં વસતા પશ્તુનોમાં આ દેવબંદી ઇસ્લામ સૌથી વધુ પ્રચલિત છે. 
  • જાણીતા પશ્તુન નેતા અબ્દુલ ગફાર ખાને દેવબંદી અભ્યાસક્રમ પ્રમાણેની ઘણાં સ્થાનિક દેવબંદી મદરેસાઓ ચાલુ કર્યા  હતા.
  • અફઘાનિસ્તાનના તાલિબાનીઓ મૂળ દેવબંદી ઇસ્લામ ભણેલા છે. સાઉદી અરબના હસ્તક્ષેપના કારણે અફઘાનિસ્તાનના દેવબંદી ઇસ્લામમાં વહાબી ઇસ્લામ (કે જે સૌથી કટ્ટર ઇસ્લામી  પંથ ગણાય છે) ના વિચારો ભેળવી દેવામાં આવ્યા છે.
  • તાલિબાનનો એક વખતનો નાયક મુલ્લાહ ઓમર દેવબંદી મદરેસામાં ભણ્યો હતો. તે 2013માં ક્ષય (TB) રોગના લીધે મર્યો.
  • મોટા ભાગના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનના કમાન્ડરો દેવબંદી ઇસ્લામ ભણેલા હોય છે. પાકિસ્તાન સ્થિત તાલિબાન જૂથ તેહરીક-એ-તાલિબાન તરીકે ઓળખાય છે. 
  • 1990ની આસપાસથી ભારત સરકારે વિદેશથી દેવબંદમાં ભણવા આવતાં  વિદ્યાર્થીઓની ખૂબ જ સઘન તપાસ આદરી છે અને બહુ બધી ચકાસણી કર્યા બાદ અમુક ગણતરીનાને જ વિસા  આપવામાં આવે છે. ભારત સરકારને ચિંતા છે કે પાકિસ્તાન/અફઘાનિસ્તાનથી આવતાં વિદ્યાર્થીઓ કે જે ત્યાં દેવબંદીમાં ભળી ગયેલી વહાબી વિચારધારાને અનુસરે છે તે આ સંસ્થામાં ભણતા ભારતીય મુસલમાન વિદ્યાર્થીઓને ધાર્મિક ઉન્માદ અને કટ્ટરતા તરફ દોરી જશે.

2007માં બ્રિટનમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલમાં એમ જણાવ્યું છે કે ત્યારે બ્રિટનમાં સ્થિત 1350 મસ્જિદોમાંથી 600 મસ્જિદો દેવબંદી ઇસ્લામ ભણેલા મૌલવીઓ ચલાવે છે. એમ પણ કહેવાયું છે કે આ દેવબંદી ઇસ્લામ એક ખૂબ જ રૂઢિચૂસ્ત ઇસ્લામનો પ્રકાર છે જે મુસલમાનોને અન્ય સમુદાયો સાથે હળવા-મળવા તેમજ સામાજિક સંબંધ રાખવા ઉપર પ્રતિબંધની તરફેણ કરે છે. અને તે વખતે એટલે 2007માં, 80% મૌલવીઓ કે જે બ્રિટનમાં જ ઇસ્લામનો અભ્યાસ કરીને મૌલવી બને છે તે બધાં જ દેવબંદી ઇસ્લામના અનુયાયીઓ છે.

આડ વાત : તમે લંડનના  [ કે યુરોપના શહેરોના જેવા કે પેરિસ કે જર્મની કે બીજા ઘણાંય ] "No-Go Zones" વિશે  સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો Youtube છે જ. તે છતાંય આ નીચે એક લિંક મૂકું છું. હા પાછું તમને એવું ના લાગે કે ગપગોળા હાંકુ છું. એટલે ફરવા જવાનો વિચાર કરતાં  હો તો સરખી તપાસ કરીને હોટલ બુક કરજો.



 હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે "આપણે શું?" 

આ હજી આજ અઠવાડીયાના સમાચાર વાંચ્યા કે નહિ? આ ૧૦ મહાનુભાવો શું અને ક્યાંથી ભણ્યા હતા ?


આપણાં હિંદુઓ ભોળા અને ભલા બહુ ને ભાઈ, એટલે અમુક મને ખાનગીમાં કહે કે અરે ભાઈ કોઈ ધર્મમાં આવું મરવા-મારવાની વાતો ના હોય, આ તો અમુક લોકોએ કુરાનમાંથી ખોટો અર્થ કાઢ્યો છે અને ધર્મને બદનામ કરે છે. આવું બોલનારા એ લોકો છે જેમણે જીવનમાં ક્યારેય કુરાન વાંચ્યું તો જવા દો, હાથમાંય પકડ્યું નથી. આવા ભોળા અને અજ્ઞાનતાથી ભરેલા લોકો માટે અમુક જાણીતાં લેખકોએ સરસ ટ્વીટ મૂક્યા છે.

પણ હું બરાબર જાણું છું મારા હિન્દુ ભાઈ બહેનોને. હજીય વાત મગજમાં નહિ ઉતરે. કહેશે, અરે પણ આ લખનારા તો સંક્રાંત (હિંદુ) અને ફ્રાન્સિસ્કો ( ઈસાઈ) છે. એટલે આ નીચેનો મૂળ પાકિસ્તાનના પણ હાલમાં અહી અમેરિકામાં વસતાં ભાઈ જાવેદ અહમદ ઘમીદીને સાંભળો. એમના જેવા ખરા અર્થમાં વિચારશીલ, પ્રગતિશીલ મુસલમાનોની તાતી જરૂર છે જેઓ પોતાના સમાજમાંની બદીઓ વિશે જાહેરમાં બોલવાની અને સુધારા સૂચવવાની હિંમત રાખે છે. બાકી એ સમાજમાં, સમાજની વિરુદ્ધ જનારને સીધે સીધો 'પતાઈ' દેવામાં આવે છે. આ જાવેદભાઈ પાકિસ્તાનના અન્ય એક પ્રગતિશીલ અને જાણીતાં વ્યક્તિ તારેક ફતહ (કેનેડા સ્થિત) અને આપણાં ભારતના આરીફ મુહંમદ ખાન સાહેબની શ્રેણીમાં આવે છે.


છેલ્લે છેલ્લે,

જો કોઈ એમ કહેતો હોય કેઆપણો તો બેઠો છે ને "હિન્દૂ હૃદય સમ્રાટ"!!! આપણે શું ચિંતા? આવા લોકો માટે એક ખાસ નાનું પ્રેસન્ટેશન બનાવ્યું છે....


અને હજીયે મન સ્વીકારવા તૈયાર ના હોય તો એક માત્ર આ એક નીચેનો વિડીયો જોઈ લે.[ઈચ્છા રહી હોય તો આવા બીજા નેતાઓના વિડિયો  પણ બતાવીશ ] આ શ્રીમાનને તો આપ ઓળખતાં જ હશો. સાહેબના સારામાં સારા મંત્રીઓમાંના એક છે. આ સાહેબ રોજ સવારે એમની પ્રાર્થનામાં "શહાદા" બોલે છે....આ લોકો કરશે હિન્દુઓની રક્ષા...વાહ રે ભારતનું લોકતંત્ર.


નીચેની કડીઓ અમુક ચિત્ર-વિચિત્ર ફતવાના  સમાચારોની છે...
  1. https://gujarati.news18.com/news/national-international/saharanpur-darul-uloom-release-a-deoband-fatwa-on-muslim-women-bangles-743282.html
  2. https://www.bbc.com/gujarati/india-48821840
  3. https://www.divyabhaskar.co.in/news/NAT-deoband-fatwa-on-abortion-1840626.html
  4. http://jaihinddaily.in/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%B2-%E0%AA%89%E0%AA%B2%E0%AB%81%E0%AA%AE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE/
  5. https://zeenews.india.com/gujarati/india/fatwa-of-darul-uloom-it-wrong-to-hug-each-other-on-the-day-of-eid-50847
  6. http://sandesh.com/muslim-women-social-me/
  7. https://www.akilanews.com/Main_news/Detail/2018-11-05/150484

સ્ત્રોત :

Monday, June 17, 2019

तजिंदर भाई साब के वीडियो का प्रत्युत्तर

तजिंदर भाई साब,

नमस्कार |

आप का ये नीचे की लिंक पर उपलब्ध वीडियो देखा | मन तो ये था की मैं भी वीडियो के माध्यम से ही आपको उत्तर दूँ पर ढंग का वीडियो बनाना, उस में फेर-बदल/सुधार करना, उपलोड करना वगैरा वगैरा | उसके मुकाबले ये ब्लॉग जल्दी और आसानी से लिखा जा सकता है तो फिर यही सही |  हमारा प्रत्यक्ष मिलना हुआ नहीं पर मुझे इस बात का आनंद है की हम दोनों ट्विटर पर एक-दूसरे को फोलो करते है और अधिक आनंद इस बात का है उस वक्त से फोलो करते है जब आप के पास 'ब्लू टिक' नहीं हुआ करता था, आप ना ही भाजपा के आधिकारिक संवाददाता थे और ट्विटर नया नया हुआ करता था |




वैसे शुरुआत मैं ही यह बात स्पष्ट करना जरुरी है की गुजराती होने के नाते जब गुजरात के बाहर लोग मोदीजी  को जानते तक नहीं थे तब से मै मोदीजी का समर्थक रहा हूँ | यह बात की मेरे इस ब्लॉग पर उपलब्ध पुराने लेख पुष्टि करते है | आप ८-१० साल पुराने लेख खोज सकते है | वो मेरे जैसे NRG (Non-Resident Gujarati) ही थे जिन्होंने अपने तन-मन और धन से मोदी जी का प्रधान-मंत्री जी के तौर पर देशभर में प्रचार किया, उनके द्वरा किए गए गुजरात के विकास की बात हर जगह की , हर रोज की, महीनो नहीं सालों तक की | चाहे वो हमारी अमेरिका ऑफिस का कोंफरंस रूम हो या पेरिस एअरपोर्ट का वेइटिंग लाउन्ज | और तब जाके हमने मोदीजी को २०१४ में देश के प्रधान मंत्री के रूप में पहलीबार पाया था | तो कृपया लेख के अंत में मेरे लिए कोई भी धारणा बांधते वक्त इस हकीकत तो संज्ञान में लीजिएगा |

मै ये बहस में नहीं जाना चाहता की मोदीजी इस योजनओं के द्वारा जिस राजनीति (तुष्टिकरण की ) का हमेंशा से विरोध करते आए है उसी और खुद चल पड़े है या नहीं | मेरा आशय बस एक समर्थक के नाते कुछ बातों पर आपका अभिप्राय जानना है | थोडा भूतकाल में जाकर शुरुआत करते है |

१) अवैध गौ-मांस के व्यापार पर चुप्पी 

मोदी जीने सार्वजनिक निवेदन देकर "गौ-रक्षको" की बड़ी तीखी आलोचना की और राज्य-सरकारों को उन के साथ सख्ती से पेश आने का निवेदन किया |उनका वीडियो निचे लिंक पर उपलब्घ है | ध्यान से देखिए, मोदी जी के आवाज में जो आक्रोश और गुस्सा गौ-रक्षको के प्रति दिख रहा है ऐसा गुस्सा और आक्रोश "Beef Mafia" के लिए की जिनकी वजह से गाँवों में गौ-रक्षको को हथियार उठाने पड़े है वो तो कभी नहीं देखा | अरे तजिंदर भाई साब, गुस्सा तो छोडिए आज तक मोदी जी ने इन "Beef Mafia" का कभी सार्वजनिक तौर पर उल्लेख भी नहीं किया है |




अलवर राजस्थान और पूर्वी उत्तर प्रदेश में Beef Mafia के गेंग इतने बेख़ौफ़ है की पुलिसवालों तक को गोली मार देते है | सारे देश को और आपको भी पता है की अवैध गौ-मॉस के इस धिनौने व्यापार के पीछे अधिकतर कौन सी 'कौम' जिम्मेदार है | जब आप प्रधान-मंत्री के तौर पर इस बात पर अब तक चुप्पी साधे बैठे हो तो फिर गौ-रक्षको को बदनाम करने की पीछे आप की क्या मजबूरी है ?  गौ-रक्षको के मुद्दे पर भी आपने चुप्पी रखनी थी? गलत कहा?

२) गिरिराज सिंह जी के एक ट्वीट पर आपत्ति और कई ज्यादा संगीन अपराधो पर चुप्पी

अभी कुछ दिन पहेले ही भाजपा के सांसद गिरिराज सिंह जी के एक ट्वीट पर पार्टीने आपत्ति जताई और उन्हें ऐसे निवेदनो से दूर रहने को कहा |उनका ट्विट सही था या गलत इसकी चर्चा में नहीं करता पर जो भी सांसद खुलकर कुछ बात बोले उस पर प्रतिक्रिया दी जाती है, चेतावनी दी जाती है |



पर उसी सप्ताह में जब की गिरिराज सिंह को चेतावनी दी गई थी तब अलीगढ से नाबालिग और मासूम ३ साल की ट्विंकल शर्मा के साथ जिस वैशीपन और नराधमता की चरमसीमा का किस्सा बाहर आया उसमें आप ने फिर से चुप्पी साध ली | जब अखलाक मरा था तब तो आपने आक्रोश व्यक्त किया था, नहीं किया था ? फिर क्या वजह है ? क्या इसीलिए की अलीगढ वाले किस्से में मुजरिम समुदाय विशेष से है ? चुप्पी तो अखलाक के वख्त भी रखी जा सकती थी |

३) मुख़्तार अब्बास नकवी द्वारा गिरिराज सिंह जी के लिए अभद्र भाषा का प्रयोग 

 अभी पिछले हफ्ते ही "आपकी अदालत" के टीवी साक्षत्कार कार्यक्रम में नकवीजी ने गिरिराज सिंह जी को "फालतू प्राणी" कहकर अपमानित किया | ये नकवी साहब वो शक्सियत है जो २०१९ का चुनाव ना लड़ें ना जीते  | पिछली बार राज्यसभा तक मनोनीत करे जाने पर पहुंचे है | इसके बावजूद वो एक जनता के चुने गए और उनके सहयोगी और केबिनेट मंत्री जे लिए ऐसी भाषा का प्रयोग करते है वो क्या बताता है ? उनको कही ना कही पार्टी से समर्थन प्राप्त है वरना वो ऐसे शब्द प्रयोग ना करते |  [वीडियो में ३१ मिनट से सुने ]





क्यूँ गिरिराज सिंह को निशाना बनाया जा रहा है ? क्यूँ की वो खुलकर ऐसी बातों का विरोध करते है जिनका सम्बन्ध तुष्टिकरण की राजनीति से है ?

तजिंदरभाई साब,

में चाहता हूँ की जो ये बाते है उनका सही उत्तर मिले | इसीलिए ये आप को लिखकर भेज रहा हूँ | आप के उत्तर की प्रतीक्षा रहेगी |

धन्यवाद |
देश-दाज़ |

Thursday, June 13, 2019

હિન્દુ શૂરવીર - જસ્સા સિંહ આહલુવાલિયા : હિંદુ સ્ત્રીઓના તારણહાર

ભાઈ જસ્સા સિંહ આહલુવાલિયા  ( ૩ મે ૧૭૧૮ - ૨૨ ઓક્ટોબર ૧૭૮૩)

તમારામાંથી કેટલાને મારી જેમ આખો દિ સમાચાર વાંચવાની કુટેવ છે ? આના લીધે ઘણી મુશ્કેલીઓ થાય છે. જેમ કે બધું વાંચીને અને જાણીને દુખી થવું અને બીજાઓને જણાવીને એમનેય દુખી કરવા. હમણાં હમણાં બે દિવસમાં ઉપરા-ઉપરી દેશના જુદા જુદા ભાગોમાં નાની નાની હિંદુ બાળકીઓ ઉપર કુકર્મ કર્યાના એટલા બધાં સમાચાર વાંચ્યા કે મગજ ખરાબ થઇ ગયું. એક તો સમાચાર અને વિગતો જ એટલી ભયંકર હતી કે મગજ ખરાબ નાં થાય તો બીજું શું થાય. પણ એના કરતાં વધુ ખરાબ એટલે થયું કે હવે તો હિંદુ સમાજને આટલી પીડાજનક વાતથી પણ ફરક નથી પડતો. નિર્ભયા કેસની જેમ કોઈ સમાચારોમાં કે ટીવી ઉપર ઉહાપોહ નહિ, કોઈ Candle March નહિ કશું જ નહિ. ટ્વિન્કલ શર્મા નામની બાળકી હજુ ૩ વર્ષની પણ નહોતી અને એની સાથે આ જઘન્ય ગુનો આચરવામાં આવ્યો. હિંમત હોય તો Google કરીને એના કેસની વિગતો વાંચજો. મારે અહી લખીને મારી અને તમારી પીડા વધારવી નથી. પણ આના પરથી મને વિચાર આવ્યો કે શું આપણો સમાજ હંમેશાથી જ આવો નિષ્ઠુર રહ્યો હશે. ત્યારે ટ્વીટર પર આ એક નીચેનો સંદેશ વાંચ્યો....

મને થયું કે વાત તો સાચી છે પણ આ વાતને તો હજારો વર્ષોનો સમય થઇ ગયો છે અત્યારનું શું.એનો તો જવાબ નથી મારી પાસે પણ આ અંગે શોધતાં શોધતાં ઇતિહાસની એક બીજી નાની વાત હાથ લાગી ગઈ જે આપણને  કોંગ્રેસની મહેરબાનીના લીધે શીખવાડવામાં નહોતી આવી...

ચાલો આ પોસ્ટના મૂળ વિષય પર આવીએ. ભાઈ જસ્સા સિંહનું નામ આ પોસ્ટનું ટાઈટલ વાંચ્યા પહેલાં તમે વાંચ્યું કે સાંભળ્યું હોય તો તમને ધન્યવાદ છે.

પાણીપતનું ત્રીજું યુદ્ધ :
૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના રોજ, દિલ્હીથી આશરે ૧૦૦ કિ.મી. દૂર ઉત્તરમાં પાણીપતમાં મરાઠા અને અફઘાનીસ્તાનના રાજા અહમદ શાહ અબ્દાલી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. અહમદશાહ ને ભારતના સ્થાનિક મુસલમાન રાજા શુજા-ઉદ-દૌલા (અવધનો નવાબ) અને સ્થાનિક  ગંગા-યમુના પ્રદેશના અફઘાન રોહિલ્લા પઠાણ નજીબ-ઉદ્-દૌલાનો ટેકો પ્રાપ્ય હતો.આ યુદ્ધ ૧૮મી સદીનું સૌથી લોહીયાળ અને ભયાનક યુદ્ધ ગણાય છે કે જે એક જ દિવસમાં સૌથી વધુ જાનહાનિ થઇ હોવાનો વિક્રમ ધરાવે છે.

અહમદશાહ અબ્દાલીની આગેવાનીમાં આગળ વધી રહેલું જિહાદી અફઘાની સૈન્ય
મરાઠાઓનો સંહાર :

શૂરવીર મરાઠાઓ સદાશિવરાવ ભાઉની આગેવાનીમાં ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સૈનિકો સાથે અફઘાનો સામે ઝઝૂમ્યા હતા. તેમની સાથે આશરે ૨,૦૦,૦૦૦  જેટલા બિન-લડાકુ નાગરિકો હતા કે જેમાં સૈનિકોના કુટુંબના બાળકો/સ્ત્રીઓ અને અન્ય સભ્યો હતા કે જેઓ ઉત્તર ભારતમાં પવિત્ર હિંદુ તીર્થ-સ્થાનોની જાત્રા માટે સાથે નીકળ્યા હતા.

અહમદશાહ અબ્દાલી (કે જે દુરાની સામ્રાજ્યનો રાજા હતો)નું સૈન્ય બમણા કરતાંયે વધુ હતું. તેની પાસે લાખથી વધુ સૈનિકો હતા.  યુદ્ધની વિગતોમાં નથી જવું પણ અંત એવો આવ્યો હતો કે મરાઠાઓની હાર થઇ હતી અને યુધ્ધમાં બધાં જ મુખ્ય સેનાધ્યક્ષો જેવા કે વિલાસરાવ ભાઉ, સદાશિવરાવ ભાઉ, જાંકોજી શીંદે, ઈબ્રાહીમ ખાન ગાર્દી વગેરે વીરગતિ પામ્યા. આંકડાઓ વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે પણ બંને બાજુ થઈને આશરે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સૈનિકો મરણ  પામ્યાં. જેમાં અડધોઅડધ ધર્મ કાજે બલિદાનની વેદી ઉપર ચઢી ગયેલા જાંબાઝ મરાઠા સૈનિકો હતા. યુદ્ધ વિષે જાણવામાં રસ હોય તો આ લીંક ઉપર વિકિપીડિયા ઉપર સારી જાણકારી છે --> પાણીપતનું ત્રીજું યુદ્ધ

મરાઠા હારના કારણો : 

હારના કારણોમાં મુખ્યત્વે મરાઠાઓને બીજા કોઈ રાજા-રજવાડાંઓનો ટેકો નહોતો તે ગણી શકાય. રાજપૂત, જાટ, શીખ કોઈએ મરાઠાઓને ટેકો નહોતો કર્યો. કહે છે કે મરાઠાઓએ રાજપૂતોની આંતરિક બાબતોમાં દખલગીરી કરી હતી અને તેમના જીતેલા અમુક રાજપૂતોના પ્રદેશ ઉપર ભારે કર અને દંડ લાગુ કર્યો હતો. તેવી જ રીતે જાટના પ્રદેશો ઉપરના હુમલાઓના લીધે તેમણે સુરજ મલ જેવા જાટ રાજાઓનો ભરોસો ખોયો હતો. ટૂંકમાં મરાઠાઓની અમુક ખોટી ગણતરીઓ અને ભૂલોના લીધે તેમણે તેમના કરતાં વધુ મોટા અને સશકત સામ્રાજ્યનો એકલે હાથે સામનો કરવાનો વારો આવ્યો હતો.

દુર્રાની પાસે મરાઠાઓ કરતાં સંખ્યાબળ અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતું સૈન્ય હતું. સંયુક્ત અફઘાન સૈન્ય મરાઠાઓ કરતાં ઘણું વધારે મોટું હતું. મરાઠા પાયદળ યુરોપી ઢબે સુવ્યવસ્થિત ગોઠવાયેલ હતું અને તત્કાલીન શ્રેષ્ઠ ગણાતી તોપો સૈન્ય પાસે હતી પણ તે ઝડપી અફઘાન સૈન્યની સાપેક્ષમાં સ્થિર એક જ જગ્યાએ રહેતી હતી. મરાઠાઓના હળવાં બખ્તરવાળા અશ્વદળ કરતાં ભારે બખ્તર ધરાવતું અફઘાન અશ્વદળ વધુ અસરકારક હતું.[૪૨] અબ્દાલી સામે લડવા કોઈપણ હિંદુ રાજાએ સહાય ન કરી. અબ્દાલીના મિત્ર શાસકો નજીબ, શુજા અને રોહિલ્લાઓ ઉત્તર ભારતને વધુ સારી રીતે જાણતા અને સમજતા હતા. અબ્દાલી પોતે રાજદ્વારી કુનેહ ધરાવતા હતા અને તેનું પ્રદર્શન તેમણે હિંદુ શાસકો જેમ કે જાટ અને રાજપૂત સાથે સમજુતી કરી અને જુના વિરોધિ અવધના નવાબને ધર્મના નામે અપીલ કરી પોતાની છાવણીમાં લાવીને કર્યું હતું.[૪૩]
વધુમાં, મરાઠા સરદારો વચ્ચે આંતરિક ઝઘડાઓ વારંવાર થતા હતા. દરેકને પોતાનું સ્વતંત્ર રાજ્ય ઉભું કરવાના મનસૂબા હતા અને તેઓ એક જ દુશ્મન સામે લડવા તૈયાર નહોતા.[૪૪] તેમાંના કેટલાક ગોળ લડાઈ અથવા આમને સામને લડવાને બદલે છાપામાર યુદ્ધ લડવાના હિમાયતી હતી.મરાઠાઓ તેમની રાજધાની પૂનાથી આશરે ૧,૫૦૦ કિમી દૂર એકલા લડી રહ્યા હતા.[૪૫]

આ ઉપરાંત સાથે રહેલા ૨,૦૦,૦૦૦ નાગરિકોની રક્ષા કરવાની અને લડવાની  બેવડી જવાબદારીના લીધે મરાઠા સૈન્ય વહેચાઈ ગયું હતું જે આમેય સંખ્યા બળની દ્રષ્ટિએ અફઘાની સૈન્ય કરતાં નાનું હતું.



પારંપરિક પોશાકમાં મરાઠી દીકરીઓ.

લડાઈ બાદનો નરસંહાર

અફઘાન અશ્વદળ અને ભાલા ધારી સૈનિકોએ પાણીપતની શેરીઓમાં આતંક મચાવ્યો અને હજારો મરાઠા સૈનિકો અને નાગરિકોની હત્યા કરી.[૫][૬] પાણીપતની શેરીઓમાં આશરો લેનાર સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવી અફઘાન છાવણીમાં મોકલી દેવાયાં. ૧૪ વર્ષથી વધુ વયના પુરુષ બાળકોને તેમની માતા અને બહેનો સામે માથું વાઢીને હત્યા કરવામાં આવી. જે અફઘાન સરદારોએ લડાઈમાં પોતાના સગા-સંબંધી ગુમાવ્યા હતા તેમને પાણીપત અને આસપાસના વિસ્તારોમાં કાફર હિંદુઓની હત્યા કરવા છૂટ આપવામાં આવી.[૪૮] અફઘાન છાવણીની બહાર કપાયેલાં માથાંઓથી વિજય ટેકરા ઉભા કરાયા. શુજા-ઉદ્-દૌલાના દિવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતાં કહ્યું છે તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો.[૫][૬] બોમ્બે ગેઝેટના પત્રકાર હેમિલ્ટન અનુસાર લડાઈના દિવસે પાણીપત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં થઈને આશરે ૫,૦૦,૦૦૦ લાખ મરાઠા સૈનિકો અને નાગરિકો હાજર હતા અને બીજા દિવસે આશરે ૪૦,૦૦૦ બંદીઓની હત્યા કરવામાં આવી. ભાગી રહેલ અનેક મરાઠા સ્ત્રીઓ બળાત્કાર અને અપમાન સહેવાના ડરના કારણે પાણીપતના કૂવાઓમાં કૂદી આપઘાત કર્યો.[૪૮]

સિયાર-ઉત્-મુતાખરીની અનુસાર:[૪૮]
નાખુશ બંદીઓને લાંબી કતારમાં કૂચ કરવા ફરજ પડાઈ અને કેટલુંક સુકું અનાજ અને પાણીના ઘુંટ બાદ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.જે બાળકો અને સ્ત્રીઓ જીવિત રહ્યા તેમને ગુલામીમાં ધકેલવામાં આવ્યા- જેની સંખ્યા આશરે ૨૨,૦૦૦ હતી અને તેમાં ઘણા ઉચ્ચ હોદ્દો ધરાવતા જમીનદારો હતા. તેમને અફઘાનિસ્તાન ગુલામ તરીકે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી. તમામ કેદીઓને બળદગાંડા, ઊંટ અને હાથીઓ પર વાંસના પિંજરામાં અફઘાનિસ્તાન મોકલવાની વ્યવસ્થા થઇ હતી.[૪૮]

ઐતિહાસિક બચાવ : 
1761ના એપ્રિલમાં જયારે અહમદશાહ ૨૨,૦૦૦ ગુલામ સ્ત્રીઓ અને દીકરીઓ સાથે પાછો જવા કાબુલનો પ્રવાસ ખેડી રહ્યો હતો ત્યારે તેના સૈનિકો પાછા ફરતાં લાંબી સફર દરમ્યાન તેમની સાથે બળાત્કાર ઉપરાંત અવર્ણનીય જુલમ અને યાતનાઓ આપતાં હતા. અત્યાર સુધી શીખ મિસલો (શીખ શબ્દ કે જેનો અર્થ થાય છે રજવાડાંઓ )એ આ યુધ્ધમાં કોઈ સક્રિય ભૂમિકા નિભાવી નહોતી અને દૂર જ રહ્યા હતા.અબ્દાલી પાછો ફરી રહ્યો હતો ત્યારે ૧૨ શીખ મિસલોની સરબત્ત ખાલસા તરીકે ઓળખાતી દ્વિ-વાર્ષિક બેઠક અમૃતસરમાં યોજાઈ રહી હતી. બચીને ભાગી છૂટેલા મરાઠી નાગરિકો ત્યાં જઈ પહોંચ્યા અને આખી આપવીતી કહી અને કેવી રીતે અહમદશાહ ૨૨,૦૦૦ સ્ત્રીઓ અને દીકરીઓ સાથે પરત ફરી રહ્યો છે તે અંગે વાત કરી અને મદદ કરવા આજીજી કરી. અમાનવીય વર્તનની વાતો સાંભળી શીખ સરદારોનો રોષ/ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તેમણે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે શીખ રજવાડાંઓ સ્ત્રીઓની રક્ષા કરશે.

શીખોએ નાની નાની ટુકડીઓમાં વહેંચાઈને પરત ફરી રહેલા સૈન્ય ઉપર પાછળથી હુમલો કરવાની યોજના ઘડી. પરત ફરી રહેલા અબ્દાલીના કાફલામાં ગુલામ સ્ત્રીઓને સૌથી છેલ્લે રાખવામાં આવી હતી. જસ્સા  સિંહની આગેવાનીમાં શીખ સ્વયંસેવકોની ટુકડીઓએ સતલજ નદી પાસે ગોઈન્દવાલમાં અહમદશાહના કાફલા ઉપર ઓચિંતા  હુમલા  કર્યા. હજી તો કંઈ સમજે, કળ  વળે અને પ્રત્યુત્તર આપવા સંગઠિત થાય એ પહેલા તો શીખો ગુલામ બનાવેલી બહેન/દીકરીઓને લઈને પરત ફરી ગયા.

મોટા ભાગના હુમલા મધરાતે કે જયારે અફઘાની સૈનિકો ઊંઘતા હોય અને આગલાં યુદ્ધોનો થાક ઉતારતાં  હોય ત્યારે અથવા તો તેઓ વિજયના મદ માં અને દારૂના નશામાં ચૂર હોય ત્યારે કરવામાં આવ્યા. એમના કાફલામાં  રાતે શીખોના ઓચિંતા હુમલાની ફડક પેસી ગઈ હતી અને અંગ્રેજી "12 O' clock" એ મૂળ અફઘાનીઓની આ ગભરાટની ટીખળ/મજાક કરતી ઉક્તિ હતી જેને આપણે હિન્દુઓએ આજની તારીખે શીખોની જ મજાકનું સાધન બનાવી દીધું.

હજી  તો આટ -આટલી પીડા ઓછી હોય એમાં અમુક મરાઠી પરિવારોએ આ સ્ત્રીઓનો પાછો પોતાના કુટુંબોમાં અસ્વીકાર કર્યો. ઘણાંય  શીખ સૈનિકોએ આ સ્ત્રીઓ સાથે લગન કરી એમને સહારો આપ્યો.

દેશની દીકરીઓ સન્માન કાજે પોતાનાથી ક્યાંય વધુ શક્તિશાળી વિદેશી આક્રાંતા સામે પરિણામની પરવાહ કર્યા  વગર યુધ્ધે ચઢી જનાર અને સફળ થનાર સાહસિક અને ધર્મ-પ્રેમી શીખ જસ્સા સિંહ જેવી વાત દુનિયાના ઇતિહાસોમાં ક્યાંય મળે તો જણાવજો. આ પ્રસંગ બાદ જુસ્સા સિંહ એ ઉત્તર ભારતના ઘેર ઘેર પ્રચલિત નામ થઇ ગયું. અને છ મહિના બાદ ભરાયેલી શીખોની "સરબત્ત  ખાલસા " સભામાં તેમની
 સર્વાનુમતે 12 શીખ રજવાડાંના વડા  એટલે કે "જથેદાર" તરીકે પસંદગી થઇ. અતિ-પ્રભાવશાળી અને લોકચાહિતા ગુજરાતી લોક-કલાકાર રાજભા ગઢવીના શબ્દોમાં કહું તો આ બધું વાંચીએ જાણીએ તો ખબર પડે કે વિચાર તો કરો આપણે સનાતનીઓ (હિન્દૂ કે જૈન જે શીખ) કોના વંશજ છીએ.

અબ્દાલી તૂટેલા ઘમંડ અને યુદ્ધમાં કપાયેલા નાક સાથે કાબુલ પાછો પહોંચ્યો. તેણે  આ યુદ્ધ બાદ જીવન પર્યન્ત ચાંદીનું નકલી નાક પહેર્યું હતું! જોકે તે શાંત બેસે એવો માણસ નહોતો. પૂરો શેતાન હતો અને 1762માં  બદલો લેવા પાછો આવ્યો હતો. તેણે  ભારત પર કુલ સાત વાર હુમલાઓ કર્યા  હતા તેમનો આ 1762નો અમૃતસર પરનો 6ઠો  હુમલો હતો જેમાં હજારો  શીખો વીરગતિ પામ્યા અને જતાં  જતાં તે શીખોના અતિ-પવિત્ર એવા હરિમંદિર સાહિબને ખૂબ નુકસાન પહોંચાડતો ગયો.  શીખો ફરી બેઠા થયા, હરિમંદિરને તેના કબ્જામાંથી છોડાવ્યું અને તેને ફરી પાછો કાબુલ ભાગી જવા વિવશ કર્યો. એ વાર્તા અને ઇતિહાસ પણ ઘણો લાંબો છે, પણ તે ફરી ક્યારેક.....

રસ પડ્યો હોય અને આ મહાન શીખ સરદાર ભાઈ જુસ્સા સિંહ વિષે વધુ જાણવું હોય તો આ નીચેના વિડીયો અને સંદર્ભોથી શરૂઆત કરો....



સંદર્ભો :
1. http://www.indiandefencereview.com/spotlights/the-forgotten-hero-of-punjab-jassa-singh-ahluwalia/ 
2. http://www.tribuneindia.com/2009/20090503/spectrum/main3.htm
3. https://en.wikipedia.org/wiki/Jassa_Singh_Ahluwalia
4. http://www.rediff.com/news/column/250-years-on-battle-of-panipat-revisited/20110113.htm
5. https://en.wikipedia.org/wiki/Third_Battle_of_Panipat 
6. https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B2%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88
7. http://malicethoughts.blogspot.com/2016/02/when-sikhs-rescued-maratha-women.html


Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...