પ્રસ્તાવના
આપણે આજથી થોડાક વર્ષ પહેલા દેશદાઝ ઉપર ગુરુ શ્રી ગોવિંદ સિંહના પિતા અને શીખોના નવમા ગુરુ શ્રી તેગ બહાદુરના પરમ બલિદાન અને તેમને મળેલા "બહાદુર " અને "હિન્દ કી ચાદર " વિશે વિસ્તારથી કરી હતી. આજે એજ કડીને આગળ વધારતાં આપણે ગુરુ ગોવિંદ સિંહ અને તેમના ચાર પરમ બલિદાની પુત્રો વિશે વાત કરશું.
આપણા દેશનું અને સંસ્કૃતિનું ખરેખર દુર્ભાગ્ય છે કે દેશની યુવા પેઢી જેવો ડિસેમ્બર મહિનો આવે કે તરત જ નકલી સફેદ દાઢી અને લાલઘૂમ પોશાક પહેરીને ફરતા બેડોળ સાન્ટા જોડે ફોટા પડાવા કૂદાકૂદ કરે છે પણ એમાના કોઈને પૂછીએ કે ભાઈ ચાર શહેજાદાઓ કોણ હતા તો તેમના મોઢા ઉપર તમને તરત જ મોટું પ્રશ્નાર્થ ચિન્હ જોવા મળશે. ચાલો આ વાત જવા દઈએ અને વિષય પર આવીએ. 21થી 26 ડિસેમ્બરનું અઠવાડિયું એ "સાકા સરહન્દ" નું એટલે કે ચાર શહેજાદાઓની શહાદતનું અઠવાડિયું છે જે આપણાં ઇતિહાસની એક ખૂબ જ પ્રચંડ પરાક્રમની ગાથાનું પણ સાથે સાથે શોકમય પ્રકરણ છે. આપણો હિન્દુ ઇતિહાસ એક સે બઢકર એક એવી અકલ્પનીય અને અવિસ્મરણીય શૌર્યગાથાઓથી ભરેલો પડ્યો છે. શોપિંગ મોલમાં પેલી નાના બાળકોની ગેમ હોય છે ને કે જેમાં એક ત્રિપાંખી રોબોટિક હાથને કન્ટ્રોલ કરીને બાળકો એમનું મનગમતું સોફ્ટ ટોય ઉપાડે, એમ આપણે બસ ઇતિહાસમાં હાથ નાંખીએ એટલી જ વાર. એવી એવી કથાઓ વાંચવા અને જાણવા મળે કે મને આ ધર્મ અને દેશ પ્રેમને સુદ્રઢ કરતું બાળપણનું એક ગીત યાદ આવી જાય છે. જો પહેલા ના સાંભળ્યું હોય તો અહીં નીચે સાંભળો.
ગુરુ શ્રી ગોવિંદ દાસ
નવમા શીખ ધર્મગુરુ શ્રી તેગ બહાદુરનાના દીકરા એટલે કે ગુરુ શ્રી ગોવિંદ દાસ શીખોના છેલ્લા (દસમા ) ગુરુ હતા. ગોવિંદસિંહજીનો જન્મ માતા ગુજરીની કૂખે 22 ડિસેમ્બર 1666માં પટણા બિહારમાં થયો હતો. જ્યાં તેમણે જીવનના પહેલા ચાર વર્ષ વિતાવ્યા તે સ્થાને આજે પટણામાં આજે વિશાળ શ્રી પટણા સાહિબ ગુરુદ્વારા હયાત છે. ત્યારબાદ પરિવાર સહિત તેઓ માર્ચ 1672માં પંજાબ પધાર્યા. જુલ્મી ઔરંગઝેબના ફરમાન ઉપર શીખો અને હિન્દુઓના રક્ષક અને મુઘલોના કાળ એવા તેમના પિતા ગુરુ શ્રી તેગ બહાદુરની શહાદત બાદ માત્ર 9 વર્ષની ઉંમરે 29 માર્ચ 1676માં તમને ગુરુની ગાદીએ બેસાડવામાં આવ્યા હતા.
ગુરુનો પરિવાર
- બાબા ઝુઝાર સિંહ (માર્ચ 15 1691)
- બાબા જોરાવર સિંહ (જાન્યુઆરી 9, 1697)
- બાબા ફતેહ સિંહ (ફેબ્રુઆરી 17, 1699)
ખાલસા પંથની સ્થાપના
આનંદપુરમાં એક વિશાળ જાહેરસભામાં ગુરુએ પોતાની તલવાર ઉગામી અને સત્તાવાહી સ્વરે સભાને સંબોધીને કીધું
"મારે એક માથું જોઈએ છે, છે એવું કોઈ જે આપી શકે ?"
સભામાં એકદમ ભય પ્રસરી ગયો અને બધાં સુન્ન થઇ ગયા. અમુક ક્ષણો બાદ ગુરુએ ફરી ઊંચા સ્વરે કીધું,
"મારે એક માથું જોઈએ છે, છે એવું કોઈ જે આપી શકે ?"
એનો એજ સન્નાટો.ગુરુએ ત્રીજી વાર માંગણી કરી."મારે એક માથું જોઈએ છે, છે એવું કોઈ જે આપી શકે ?"
ત્યારે લાહોરના એક ખત્રી ભાઈ દયા રામ આગળ આવ્યા અને બોલ્યા, "ગુરુજી, મારું મસ્તક આપની સેવામાં હાજર છે." ગુરુજી તેમને તંબુની અંદર લઇ ગયા અને અંદરથી એક મોટા ઘા અને કઈંક વજનદાર વસ્તુ (મસ્તક?) ભોંય ઉપર પડવાનો અવાજ આવ્યો. ગુરુજી લોહી નીતરતી તલવાર સાથે બહાર આવ્યા અને ફરી એજ માંગણી.
"મારે બીજું માથું જોઈએ છે, છે એવું કોઈ જે આપી શકે ?"
સભામાં લોકો સ્તબ્ધ થઇ ગુરુને જોઈ રહ્યા. અમુક ક્ષણો બાદ ગુરુએ ફરી ઊંચા સ્વરે કીધું,
"મારે બીજું માથું જોઈએ છે, છે એવું કોઈ જે આપી શકે ?"
એનો એજ સન્નાટો.ગુરુએ ત્રીજી વાર માંગણી કરી."મારે બીજું માથું જોઈએ છે, છે એવું કોઈ જે આપી શકે ?"
ત્યારે દિલ્હીથી આવેલા એક જાટ ભાઈ ધરમ દાસ આગળ આવ્યા અને બોલ્યા,"ગુરુજી, મારું મસ્તક આપની સેવામાં હાજર છે." ગુરુજી તેમને તંબુની અંદર લઇ ગયા અને ફરી અંદરથી એક મોટા ઘા અને કઈંક વજનદાર વસ્તુ (મસ્તક?) ભોંય ઉપર પડવાનો અવાજ આવ્યો. ગુરુજી લોહી નીતરતી તલવાર સાથે બહાર આવ્યા અને ફરી એજ માંગણી.
હવે સભામાં ચડભડ શરુ થઇ અને અમુક લોકો ગુરુને રોકવા માતા ગુજરીને બોલાવા ચાલ્યા.
ત્રીજીવારની માંગણીમાં જગન્નાથ પુરીથી આવેલા ભાઈ હિમ્મત ચાંદ આગળ આવ્યા અને પોતાનું શીશ ગુરુને ધર્યું. અને જાણે આ ક્રમ અટકી જ રહ્યો નહોતો. ગુરુએ હવે ચોથા મસ્તકની માંગણી કરી. હવે અમુક લોકો ઉભા થઇ સભા છોડી ભાગવા લાગ્યા જ્યારે અન્ય નજરો અને માથું નમાવી શૂન્યમનસ્ક થઇ ઉભા રહ્યા, તેમને એવું લાગવા માંડ્યું કે આજે કોઈ બચશે નહિ. આ વખતે દ્વારકાથી આવેલા મોહકામ ચાંદ આગળ આવ્યા. એજ સિલસિલો ચાલ્યો. ગુરુએ પાંચમી વખત મસ્તકની માંગણી કરી અને બિદાર(કર્ણાટક)થી આવેલા ભાઈ સાહિબ ચાંદ કે જે વ્યવસાયે હજામ હતા તે આગળ આવ્યા. ગુરુ તેમને તંબુમાં લઇ ગયા અને એજ ક્રમ. થોડીવાર પછી ગુરુ પાંચેય વ્યક્તિઓને જીવંત અને કુશળ મંગળ સ્થિતિમાં બહાર લઈને આવ્યા અને ઘોષણા કરી કે આ "પંચ પ્યારે" આજથી "ખાલસા" છે અને તેમને પોતાની મૂળ અટકો પડતી મૂકાવી "સિંહ" ની અટક આપવામાં આવી. તેઓ હિન્દૂ અને શીખ સમાજના લડવૈયા છે. ત્યારબાદ ગુરુજીએ આ પંચ પ્યારેને આદેશ આપ્યો કે તેઓ તેમને પણ " ખાલસા " ની દીક્ષા આપે. પાંચેય ભાઈઓ સમજી જ ના શક્યા કે તેઓ વળી શું ગુરુને દીક્ષા આપે. આમ ગુરુએ ગુરુ-શિષ્યનો ભેદ દૂર કરી સમરસતાનો સંદેશ આપ્યો. ગુરુ પોતે છઠ્ઠા ખાલસા બન્યા અને આજથી તેઓ ગોવિંદદાસ મટીને ગોવિંદસિંહ બન્યા.
ગોવિંદસિંહજી એ જ શીખોના જાણીતાં પાંચ પ્રતીકો કે જે 'ક' થી શરુ થાય છે તે ખાલસા પંથના અનુયાયીઓ માટે અનિવાર્ય હોવાનું જાહેર કર્યું. એ પાંચ પ્રતીકો છે, કેશ, કાંસકો, કડું, કિરપાણ અને કચ્છો.
ખાલસા પંથનો વિસ્તાર અને આનંદપુરના યુધ્ધો.
ખાલસા પંથની સ્થાપનાના ટૂંકા સમયમાં લોકોના ધાડેધાડાં આનંદપુર આવવા લાગ્યા અને પોતાને ખાલસા તરીકે સમર્પિત કરવા લાગ્યા અને થોડા જ દિવસમાં આશરે 80,000 સ્ત્રી-પુરુષોએ ખાલસા પંથ અપનાવ્યો. સ્ત્રીઓને પોતાની મૂળ અટક છોડી "કૌર"ની અટક આપવામાં આવી. આ સામાજિક ચળવળ અને ફેરફાર જોઈને નજીકના પહાડી રાજાઓએ સ્થિતિની નોંધ લીધી. તેમાં તેમને ગુરુ ગોવિંદ સિંહ એક સશસ્ત્ર સેના ઉભી કરીને એક રાજકીય તાકાત તરીકે ઉભરાતાં લાગ્યા અને એમાં તેમને તેમની નિજ સત્તાને જોખમ દેખાયું. આનંદપુર જે રાજ્યને આધીન હતું તેવા બિલાસપુરના રાજાના નેજા હેઠળ પહાડી રાજાઓએ વર્ષ 1700 થી 1704 સુધીમાં એક નહીં, બે નહીં, પૂરા પાંચ વાર આનંદપુર ઉપર ચઢાઈ કરી અને ગુરુની વધતી વગ અને ખાલસા પંથ ઉપર લગામ લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
આનંદપુર માટેનું છઠ્ઠું યુદ્ધ અને પલાયન
ત્યારબાદ પોતાની અસફળતાઓથી અકળાઈને પહાડી રાજાઓએ દિલ્હીના મુઘલ શાસક અને ગુરુના કુટુંબના તેમજ શીખોના પૈતૃક દુશ્મન એવા ઔરંગઝેબને સાથ આપવા મનાવ્યો. ઔરંગઝેબે વઝીર ખાનની આગેવાનીમાં મુઘલ લશ્કર મોકલ્યું અને 1705ના મે મહિનામાં આનંદપુર ઉપર છઠ્ઠી વખત ચઢાઈ કરી અને શહેરને ઘેરો ઘાલ્યો. તેમની યોજના શીખોને તેમનાં અનાજ-પાણી ખૂટી જાય ત્યાં સુધી ઘેરી રાખવાનો હતો. તેઓ પૂરા સાત મહિના એટલેકે 1705માં ડિસેમ્બર સુધી ઘેરો ઘાલીને બેસી રહ્યા. શીખોના પુરવઠા ખાલી થઇ રહ્યા હતા સાથે સાથે મુઘલોની ધીરજ પણ ખૂટી રહી હતી. એટલે વઝીર ખાને નવી ચાલ ચાલી. ગુરુને ઔરંગઝેબના મહોર વાળો પત્ર મોકલવામાં આવ્યો કે જો ગુરુ અને તેમના શીખો આનંદપુર છોડીદે તો તેમને સલામતીથી અહીંથી જતા રહેવાનો મોકો આપવામાં આવશે. પોતાના પિતાનું રીતસર ધડ ઉપરથી માથું ઉતારનાર ધર્માન્ધ ઔરંગઝેબથી ગુરુ ગોવિંદસિંહ રગેરગ વાકેફ હતા અને તેમને પૂરી શંકા હતી કે આમાં પણ તેની કોઈ ચાલ છે. પણ 7 મહિનાની ઘેરાબંદીથી શીખોના પણ અનાજ-પાણી ખૂટી ગયા હતા અને આ શરત સ્વીકારવા અને જોખમ લેવા સિવાય કોઈ ઉપાય નહોતો. 6 ડિસેમ્બર 1704ની રાતે ગુરુ પોતાના સમગ્ર પરિવાર સહિત આનંદપુરના કિલ્લામાંથી નીકળ્યા અને જ્યારે તેઓ સરસા નદી પર કરી રહ્યા હતા ત્યારે કપટી મુઘલોએ તેમના પર અણધાર્યો હુમલો કર્યો. જે ઘાતકી ઔરંગઝેબે પોતાના બાપને જેલમાં નાંખી, સગા ભાઈઓને સત્તા માટે મોતને ઘાટ ઉતારી દીધા હતા તે કોઈ પણ સંધિની શરતોનું પાલન કરશે એ શક્ય જ નહોતું. બાબા અજિત સિંહ(17) અને બાબા ઝુઝાર સિંહ(14) ઉપરાંત માત્ર 40 શીખ લડવૈયાઓ સાથે ગુરુ ભાગીને ચમકૌરના કિલ્લા સુધી પહોંચ્યા.
બાબા અજિત સિંહ (17) અને બાબા ઝુઝાર(14) સિંહની શહાદત
બાબા અજીતસિંહ મુઘલો ઉપર કાળ બનીને ત્રાટકતાં હોય તેનું માનચિત્ર. |
चिड़ियों से मैं बाज लडाऊ ,
गीदड़ों को मैं शेर बनाऊ ,
सवा लाख से एक लड़ाऊ ,
બાબા ફતેહ સિંહ(7) અને બાબા જોરાવર સિંહ(9) ની શહાદત
બાકીના શીખ લડવૈયાઓ અને ગુરુનો પરિવાર નદી પર કરતાં નાસભાગમાં છૂટો પડી ગયો. માતા સુંદરી અને માતા સાહિબ કૌર સરસા નદી પાર કરી હેમખેમ મોરિંદા પહોંચી ગયા. ગુરુના માતાજી ગુજરીજી તેમના નાના બે પુત્રો ફતેહ સિંહ(7) અને જોરાવર સિંહ(9) સાથે નદી પર કરી ખેરી (આજની તારીખે સહેરી) સુધી પહોંચી ગયા જ્યાં ગુરુના કોઈ ભૂતકાળના ગંગુ નામના રસોઇયાએ તેમને આશરો આપ્યો. ઇતિહાસમાં માતા ગુજરી અને ગુરુના 2 શાહજાદાઓની બાતમી મોરિંદાના ગવર્નરને કોણે આપી તેના ઉપર મતભેદો છે. કોઈ કહે છે કે ગંગુએ જ ઇનામની લાલચમાં દગો કર્યો તો કોઈ કહે છે કે માતા ગુજરીના જ કહેવાથી ગંગુએ તેમની ગામમાં હોવાની વાત ગામના સરપંચને કરી હતી જેથી ગામના લોકોનો સહકાર મળે પણ વાત કોઈના દ્વારા પૈસાની લાલચે મોરિંદાના ગવર્નર અને ત્યાંથી સરહન્દના વાઇસરોય નવાબ વઝીરખાન સુધી પહોંચી અને માતા ગુજરી અને બંને શાહેબજાદાઓની 21મી ડિસેમ્બરની સવારે ધરપકડ થઇ. મુઘલ સિપાહીઓએ તેમને સરહન્દ લઇ જતી વખતે જે લશ્કરી છાવણીમાં ત્રણેને ભૂખ્યા,તરસ્યા અને વગર ગરમ ધાબળાએ ઠંડીમાં ઝૂઝતા 22 ડિસેમ્બરની રાત્રે રાતવાસો કરવા રાખ્યા હતા ત્યાં આજેય કોતવાલી સાહિબ નામે ગુરુદ્વારા આવેલું છે. 23મીના દિવસે ત્રણેયને નવાબ વઝીરખાન સમક્ષ હાજર કરાયા. પોતાના વિશ્વાસઘાત કરવા છતાં આનંદપુરથી ગુરુ ગોવિંદસિંહ પકડમાંથી છટકી ગયા હોવાથી ધૂઆંપૂંઆ વઝીરખાન નાના શાહેબજાદાઓ અને માતા ગુજરીની ધરપકડથી ખુશ હતો. તેણે બંને શહેજાદાઓને જીવ વ્હાલો હોય તો ઇસ્લામ કબૂલ કરવા કહ્યું. બંને શાહજાદાઓએ હસીને વઝીરખાનની માંગણી ફગાવી દીધી. એક ઘડી થોભીને વિચાર કરી જુઓ કે કેવા પિશાચી વૃત્તિના મુઘલો હતા (આજેય ભારતમાં તેમના વંશજો છે, લાખો છે, રખે એમ માનતા કે આ માત્ર ભૂતકાળની વાતો છે) કે જેઓ 7 અને 9 વર્ષના બાળકોને ધર્મ પરિવર્તન માટે ડરાવી રહ્યા હતા. આ ઉંમરે બાળકોને ધર્મની શું સમજ હોય? અને કેવા વિરલા હતા એ ગુરુના પુત્રો કે જેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર માંગણી ફગાવી દીધી. વઝીરખાને તેમને મૃત્યુદંડની સજા ફરમાવી. ત્યાં હાજર મલેરકોટલાના નવાબ મહમંદ ખાનના આગ્રહ ઉપર વઝીરખાને શહેજાદાઓને પોતાના નિર્ણય ઉપર વિચાર કરવા સમય આપ્યો અને ત્રણેને "ઠંડા બુર્જ" માં કેદ કર્યા. 2 દિવસના સમય બાદ, શાહજાદાઓ પોતાના નિર્ણય ઉપર અડગ રહેતા 25મી ડિસેમ્બરે વઝીરખાને બંને શહજાદાઓને દીવાલમાં જીવતા ચણી દેવાનો આદેશ આપ્યો. લોકવાયકા છે કે જ્યારે ચણાઈ રહેલી દિવાલની ઊંચાઈ તેમની છાતી સુધી આવી ત્યારે તે કાચી દિવાલ પડી ગઈ અને બંને કુમારોને ફરી એક રાત માટે નજીકમાં જ દાદી ગુજરી સાથે ઠંડા બુર્જમાં કેદ કરવામાં આવ્યા. 26 ડીસેમબરે તેમને ફરી દિવાલમાં ચણવામાં આવ્યા અને આ વખતે દિવાલ પૂરી ચણાઈ ગઈ. નજીકમાં જ જયારે માતા ગુજરીને સમાચાર મળ્યા ત્યારે તેમણે ત્યાંને ત્યાં જ પ્રાણ ત્યજી દીધા. તે દિવાલની જગ્યા, તે ઠંડો બુર્જ જ્યાં ત્રણેને ત્રણ રાત માટે ભૂખ્યા તરસ્યા ઠંડીમાં મરવા માટે રાખવામાં આવ્યા હતા તે સ્થાને આજે ફતેહગઢ સાહિબ ગુરુદ્વારા આવેલું છે. સરહિંદના એક મોટા વેપારી દિવાન ટોડરમલે બીજા દિવસે ત્રણેય મૃતકોના મૃત શરીર સન્માનપૂર્વક લેવડાવીને તેમના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા.
No comments:
Post a Comment