આજકાલ આ ચીનની વિશ્વને ભેટ એવા કોરોના [Covid-19] વાયરસની એવી વ્યાપક ભીતિ પ્રસરેલી છે કે જેના કારણે હું અને તમે ઘર-કેદ થઈને બેઠા છીએ. આટલો બધો નવરાશનો સમય મને એમ લાગે છે કે છેલ્લે 10માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ આપ્યા બાદ મળ્યો હતો. એવા નવરા ધૂપ હતા એ દિવસોમાં કે આખો દિ ભર તાપમાં વગર ટોપી પહેરે ક્રિકેટ ટીચ્યે રાખતા અને મા બિચારી લૂ લાગી જશે, ઘર ભેગા થાઓની નિરર્થક બૂમો પાડ્યે રાખતી. હવે અહીં તો ઠંડીમાં બહાર ક્રિકેટ ટીચવાનો વિકલ્પ પણ નથી, એટલે આપણે આપણા જૂના-જાણીતાં આ બ્લોગ ઉપર કૈંક લખવા આઈ ગયા. આ કોરોનાના ચક્કરમાં મને ખાતરી છે કે તમે આ લેખમાં પ્રસ્તુત સમાચાર ચૂકી ગયા હશો. આમ પણ આપણાં ત્યાં ટીવી/છાપાઓમાં મહત્વના સમાચારોને પ્રાધાન્ય આપવાનો રિવાજ નથી.
આજે આપણે વાત કરશું મોદી સરકારના રાજમાં લેવાયેલા મહત્વના અને મોટા નિર્ણયની કે જે ખરા અર્થમાં "મેક ઈન ઇન્ડિયા" [Make in India] ને સાર્થક કરશે.
રક્ષા મંત્રાલયે તારીખ 18/3/2020ના બુધવારે "માર્ક 1A " બનાવટના 83 સંપૂર્ણ સ્વદેશી એવા તેજસ યુદ્ધ વિમાનોનો સોદો મંજૂર કર્યો છે. 26,000 કરોડના ખર્ચે આ વિમાનોના નિર્માણનો સોદો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કાર્યાન્વિત કરશે. [નોંધ : અમુક સમાચાર વાળા 38000 કે 39000 કરોડ નોંધે છે. આ ગૂંચવણ એટલા માટે છે કારણકે સરકારે આંકડાઓ સ્પષ્ટ રીતે જણાવ્યા નથી. સરકારની આ અધિકૃત જાહેર નોંધ વાંચો એટલે ખ્યાલ આવશે.]
ભારતીય વાયુ સેના આ અગાઉ 40 તેજસ "માર્ક 1" બનાવટના 40 વિમાનોનો ઓર્ડર આપી ચૂકી છે જેમાંથી 16 વિમાનોની વાયુસેનાને સોંપણી થઇ ચૂકી છે. DAC [Defense Acquisition Council] એટલે કે સંરક્ષણ સંપાદન પરિષદે વધારાના 83 વિમાનોની મંજૂરી આપી હોવાથી HALની ફેક્ટરીઓ હાલમાં નિર્ધારિત ઉત્પાદન બાદ વધારાના ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી તેમની મહત્તમ ઉત્પાદન ક્ષમતા ઉપર કાર્યરત રહેશે.
"પહેલાના 40 વિમાનોની મંજૂરીની સફળતાને ધ્યાનમાં લેતા DAC તેમના કરતા તકનીકી રીતે વધુ આધુનિક એવા 83 માર્ક 1A વિમાનોનો સોદો HALને સોંપવાની દરખાસ્ત CCS [Cabinet Committee on Security] એટલે કે કેબિનેટ સુરક્ષા સમિતિ સમક્ષ રજૂ કરશે" એમ રક્ષા મંત્રાલયે જાહેર નોંધમાં જણાવ્યું છે.
"આ સોદાથી "મેક ઈન ઇન્ડિયા" [Make in India] ના કાર્યક્રમને ખૂબજ બળ મળશે કારણકે તેજસ આયોજન, વિકાસ અને નિર્માણ એમ દરેક તબક્કામાં પૂર્ણપણે ભારતમાં વિકસિત હોવાથી HAL ઉપરાંત ઘણાં નિજી ક્ષેત્રના સ્થાનિક ઉદ્યોગોને વેગ મળશે." એમ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું.
HAL વાયુસેનાને પ્રત્યેક વિમાન 310 કરોડના ભાવે આપશે. સોદાની વિગતો પ્રમાણે વિમાનોની સોંપણી [delivery] સોદાના 36 માહ બાદ શરુ થશે. એટલે માનો કે CCS આ પ્રસ્તાવને 2020ના મધ્ય સુધીમાં મંજૂર કરે તો પહેલા વિમાનની સોંપણી આશરે 2023ના મધ્યમાં થશે.
HALની ફેક્ટરીઓ હાલમાં નિર્ધારિત ઉત્પાદન લક્ષ્ય પૂરું કર્યા બાદ જયારે આ 83 વિમાનોનું નિર્માણ કાર્ય હાથમાં લેશે તો આશરે 2028 સુધીમાં બધા જ વિમાનોનું નિર્માણ કાર્ય પૂરું થશે. એટલે કે 2028માં ભારતીય વાયુ સેનામાં તેજસ માર્ક 1 ની 2 ટુકડીઓ (40 વિમાનો) અને તેજસ માર્ક 1Aની ચાર ટુકડીઓ (83 વિમાનો) સેવામાં હશે. તે બાદ અટકળો એવી છે કે HAL તેજસ માર્ક 2ના નિર્માણ માટે સુસજ્જ થશે.
અડાના (ADA) વડા ગિરીશ દેવધરે જણાવ્યું હતું કે માર્ક 1A એ માર્ક 1 અને માર્ક 2 વચ્ચેનું વચગાળાનું મોડલ વિમાન છે અને માર્ક 2 વધુ મોટા અને વધુ સક્ષમ વિમાનો હશે. ADA (Aeronautical Development Agency) એટલે કે વિમાન-વિજ્ઞાન વિકાસ સંસ્થા એ ભારતનું એક રતન છે જેનો ઓછાઓને ખ્યાલ છે.
ગમ્મત : ADAનું કાયદેસર ઉપરોકત ગુજરાતી નામાંકરણ કરનાર હું પહેલો જ છું. :)
સામાન્ય રીતે યુદ્ધ વિમાનોમાં ત્રણ શ્રેણીઓ હોય છે, હળવા, મધ્યમ અને ભારે. બંને માર્ક 1 અને માર્ક 1A હળવી શ્રેણીના વિમાનો છે જે અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક (GE ) નિર્મિત F-404 એન્જીનો ઉપર ચાલે છે જયારે માર્ક 2 એ મધ્યમ શ્રેણીનું વિમાન હશે જે GEના F-414 એન્જીનો ઉપર ચાલશે.
દેવધરે જણાવ્યું કે ઇંધણ અને શસ્ત્રો સહિત માર્ક 1 અને માર્ક 1A નું મહત્તમ "ટેક-ઓફ" એટલે કે ઉડ્ડયન વજન ક્ષમતા 13.5 ટન એટલે કે 13,500 કિલો છે જયારે માર્ક 2ની ક્ષમતા 17.5 ટન અથવા 17,500 કિલો હશે. એટલે કે માર્ક 2 વધુ ઇંધણ અને વધુ શસ્ત્રો ધારણ કરી શકશે. જેથી તેજસની શસ્ત્ર વહન ક્ષમતામાં 85%નો વધારો થશે. વાયુસેના માટે આ સમાચાર "દિવાળી આવી" જેવો આનંદ પ્રેરે એવા છે.
રક્ષા મંત્રાલયે HALને માર્ક 1Aમાં પાંચ નવી સંચાલન ક્ષમતાઓ ઉમેરવાનો આદેશ આપ્યો છે જેમાં “active electronic scanned array” (AESA) રડારનો [આનું ગુજરાતી કરો જોઈએ!] સમાવેશ થાય છે. આ રડાર વિવિધ કામગીરીઓ એકસાથે બજાવી શકતા હોવાથી યુદ્ધમાં તેજસ શત્રુઓના સમકક્ષ વિમાનો કરતાં ચઢિયાતા પૂરવાર થશે. માર્ક 1A ની પહેલી ટુકડીના નિર્માણમાં ઇસરાયેલથી આયાત કરેલા એલ્ટા AESA રડાર લગાવવામાં આવશે જયારે પછીની ટુકડીઓમાં DRDO દ્વારા નિર્મિત "ઉત્તમ" AESA રડાર લગાવવામાં આવશે. તેજસના પ્રોટોટાઇપ એટલે કે પરીક્ષણ માટેના મોડલ ઉપર બેસાડીને 'ઉત્તમ' રડારના 11 ઉડ્ડયન પરીક્ષણો થઇ ચૂક્યા છે અને આ રડારના ઉત્પાદનની સૈદ્ધાંતિક મંજૂરી માટે હજુ બીજા 2 વર્ષ સુધી પરીક્ષણો ચાલશે એમ DRDO જણાવે છે.
આ ઉપરાંત તેજસ માર્ક 1A માં ઇઝરાયેલી જ બનાવટના એલ્ટા SPJ [Self-Protection Jammers] એટલે કે સ્વ-રક્ષા માટેના જામર લગાવેલા હશે કે જે તેજસ તરફ ધસી આવતી મિસાઈલોની નિયંત્રણ પ્રણાલીને ખોરવી નાખવાનું કામ કરશે. વિમાનની પાંખોની નીચે લગાવવામાં આવતા આ SPJ વિમાનની સ્વ-રક્ષા પ્રણાલીઓનો હિસ્સો હોય છે. માર્ક 1A માં વધુ માહિતીને નિયંત્રિત કરી શકે એવું આધુનિક ઉડ્ડયન નિયંત્રણ માટેનું કમ્પ્યુટર હશે.
આડવાત : એક ઇલેકટ્રોનિકસ એન્જિનિયર તરીકે આપણા સ્વ-દેશી વિમાનોમાં flight control computer systems માટે કયું કમ્પ્યુટર અને કયા પ્રકારની ગોઠવણ છે એ જાણવાની ઉત્સુકતા છે. પણ મોટે ભાગે આ બધું અત્યંત ગુપ્ત હોય છે જે સામાન્ય પ્રજા માટે જાણવું શક્ય નથી..કૈંક જાણવા મળે તો કેજો.
જતા જતા : યોગ્ય લાગે તો આ લેખની લિંક કશેક મૂકજો, મોદી સાહેબ જે ખરેખર અમાપ દેશ-સેવા કરે છે એને જન-જન સુધી પહોંચાડો. બાપડો રાત-દિ એક કરે છે આપણી આવતી પેઢીઓ માટે. મળ્યા ત્યારે, રામ રામ.

No comments:
Post a Comment