Monday, July 29, 2013

૨૧મી સદીની આધુનિક અને સુખી હિંદુ પ્રજા

હેરીસ ગાર્ડીનરના ન્યુ યોર્ક ટાઈમ્સ તારીખ ૨૬ મે, ૨૦૧૩ના પ્રકાશિત થયેલા લેખથી પ્રેરાઈને...
 "શ્રી માતાજી ગૌશાળા"

દિલ્હી : જેમ  જેમ રાત જામે અને અંધકારના ઓળા ઊતરે તેમ તેમ આ મહાનગરની સૂમસામ સડકો પર વિશાળ બેઘર વસ્તીમાંથી સહેલો 'શિકાર' શોધવા માટે ટોળીઓ સક્રિય થઇ જાય છે. પાછલા કેટલાક વર્ષોમાં ટ્રકોમાં ઉઠાંતરીના આવા હજારો બનાવો બન્યા છે.

પોલીસ  પણ પહેલાં કરતાં વધુ પહેરો અને ચોકીદારી કરે છે અને ટ્રકોને રોકવા માટે આડશો પણ ઉભી કરે છે. અરે, ખાસ પોલીસ-દળના 'દબંગ'  જવાનો આ ટોળીઓને રંગે હાથે પકડવાના આશયથી ઓળખ છુપાવીને ટોળીઓમાં જોડાય પણ છે. પણ આ નિર્દયી અપહરણકારો અટક્યા નથી અને ભોગ બનનાર - કમનસીબ ગાયોને સંજોગો બદલવાના કોઈ અણસાર/સંકેત દૂર દૂર સુધી દેખાતો નથી. ગાયો 'પવિત્ર' છે અને એમનો એક ખાસ 'હોદ્દો' છે એ વાત વિસરાતી જઈ રહી છે અને તેમનું માંસ અને ચામડા માટે ઠંડા કલેજે કત્લ થઇ રહ્યું  છે.

ગાયોની 'ઉઠાંતરી' એ દિલ્હીની એક વણ-વર્ણવેલી અને વણસતી સમસ્યા છે.જેમ જેમ સુખ/સમૃદ્ધિ વધી રહ્યાં છે તેમ તેમ પશ્ચિમનું આંધળું અનુકરણ કરનાર આપણાં સમાજના એક નવા 'હિંદુ' વર્ગને ગૌ-માંસના સ્વાદનો ચસ્કો લાગી રહ્યો છે. દર વર્ષે આશરે ૪૦,૦૦૦ ગાયોને આવી રીતે પકડીને દિલ્હીની આજુ-બાજુના ગામોમાં આવેલા કતલખાને મોકલવામાં આવે છે.

આમાંની ઘણી ગાયો દિલ્હીની નાની સ્થાનિક ડેરીઓ જે રોજિંદુ દૂધ પૂરું પાડે છે તેનો હિસ્સો છે પણ ગાય-પાલકોને ગોવાળો જમીન અને સગવડના આભાવે રાત્રે ચરવા અને લોકોના એઠવાડ ઉપર નભવા છૂટી મૂકી દે છે. તે ઉપરાંત 'ઘરડી' ગાયો કે જે દૂધ આપવા અક્ષમ થઇ ચૂકી છે તેમને પણ રસ્તાઓ ઉપર મરવા માટે છૂટી મૂકી દેવામાં આવે છે -જેનો આ ટોળીઓ ભરપૂર લાભ ઉઠાવે છે.

પોલીસ આપણા હિંદી સિનેમામાં બતાવે તેમ પાછળ પણ પડે છે પણ આ લબરમૂછીયાઓ બિન્ધાસ્ત ટ્રકો પોલીસની ગાડીને ઠોકી દે છે અને આડશો/અવરોધોને અથડાવી-તોડીને નાસી છૂટે છે. અરે, આ નપાવટો તો બિચારી નિર્દોષ ગાયોને આવી રહેલી પોલીસ વાનના માર્ગમાં ધક્કો મારીને ફેંકી દે છે - અને પોલીસ પોતાનો અને ગાયનો અકસ્માત ટાળવા અને તેમની અડફેટે આવીને ગાયનું મૃત્યુ ના નીપજે(અને પાપમાં ના પડે અ ઈરાદે) તે માટે એકદમ જ દિશા બદલી લે છે. (ગાડી ફંગોળાઈ જવાનું જોખમ લઈને)

"મુખ્યત્વે તેઓ આવી રણીધણી વિનાની વિચારતી ગાયોને નિશાન બનાવે છે, પણ તે ઉપરાંત તેઓ સ્કૂટરો અને મોટર-સાઈકલોની પણ ચોરી કરે છે." પોલીસ અફસર ભીષમ સિંઘે મુલાકાત દરમ્યાન જણાવ્યું. તેઓએ હાલમાં જ એક સ્ત્રીનું પણ અપહરણ કર્યું હતું ને જઘન્ય સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

આ હકીકતમાં આપણા બદલાયેલ સમાજનું અને તેના નિંદનીય ચરિત્ર્ય-પતનનું  ચિત્રણ છે. માંસાહાર- ખાસ કરીને મરઘીનું માંસ તો હવે હિંદુઓમાં પણ સ્વીકાર્ય બની ગયું છે. અમેરિકાના ખેતીવાડી મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ભારત બ્રાઝીલને પાછળ પાડી દુનિયાનો સૌથી મોટો ડેરી ઉદ્યોગ, સૌથી મોટો પશુપાલક દેશ અને સૌથી મોટો ગૌ-માંસ નિર્યાત કરનાર દેશ બની ચૂક્યો છે. (મારું માનો તો દરેક હિંદુ પુરુષને બંગડીઓ પહેરવો. હું મારા જીવનની સઘળી બચત હોંશે-હોંશે આ બંગડીઓ ખરીદવા માટે હોમી દઈશ. અરે મારા કપડાં પણ વેચી દઈશને બાપુની જેમ પોતડી પહેરીને ફરીશ. કાંતો પછી મારી બચતમાંથી તલવારો ખરીદો અને આ નપુંસક હિંદુ પ્રજાને ઉઠાડો)

મોટા  ભાગની નિકાસ ભેંસના માંસની કરવામાં આવે છે કારણકે ભેંસ ક્યાં 'પવિત્ર' છે! એકલા આંધ્ર પ્રદેશમાં ૩૧૦૦ ગેર-કાયદેસર કતલખાનાઓ છે, અને માત્ર ૬ પરવાનો આપેલા કાયદેસર. (ખ્રિસ્તી મુખ્ય પ્રધાન YSR ના રાજમાં રાજ્યમાં કતલખાનાઓનો રાફડો ફાટી નીકળ્યો!!) રાજ્યના ૬૪ તાલુકાઓમાં દર વર્ષે હજારો ગાયોની બેરોકટોક કતલ માટે લે-વેચ થાય છે. અને આ બધું ત્યારે કે જયારે ભારતના ઘણાં રાજ્યોમાં ગાયની હત્યા કે ગૌ-માંસ પોતાના કબજામાં હોવું સજાપાત્ર ગુનો છે.

ઘણું ખરું ગૌ-માંસ ભેંસના માંસના નામે વેચીને ઢાંક-પીછેડો કરવામાં આવે છે. દિલ્હીમાં તો આવા ખાસ 'દલાલો' છે જે ગૌ-માંસ ક્યાંથી અને ક્યારે વેચાતું લઈ શકાય તે જાણે છે અને તેમના સેલ-ફોનના નંબરોની ખાનગીમાં આપ-લે કરવામાં આવે છે. આમનું રેકેટ/નેટવર્ક 'ડ્રગ-માફિયાઓ'ને ટક્કર મારે તેવું છે. તદુપરાંત મુસલમાનો અને 'દલિતો' સૌથી વધુ ગૌ-માંસ આહાર કરે છે. સરકરી આંકડા પ્રમાણે ગરીબો પણ વધુને વધુ માંસાહારી થઈ રહ્યાં છે, તેમની સંખ્યામાં ૨૦૧૦થી ૨૦૧૨માં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે.

૨૮  વર્ષીય અનુજ અગ્રવાલ આમ તો ચુસ્ત શાકાહારી  હિંદુ પરિવાર જન્મ્યોને ઉછર્યો પણ જ્યારથી કોલેજ-કાળમાં મિત્રો સાથે ચિકન(મરઘીનું માંસ) ચાખ્યું ત્યારથી સ્વાદ ઊતર્યો નથી. હવે તો તે બધાં જ પ્રકારનું માંસ ખાય છે.  "એકવાર માંસ ખાધા પછી માણસ પાછો ફળાહાર અને શાકાહાર તરફ જઈ શકે નહિ!" -એવું અનુજનું કહેવું છે.

"ગાયો હવે માત્ર વેપાર અને પૈસા કમાવાનું માધ્યમ છે, ધર્મનું નહિ" - આંધ્ર પ્રદેશ સ્થિત પ્રાણીઓના ઉદ્ધાર માટેની સંસ્થા કરુણાના વડા જણાવે છે. "બધી જ ગાયોનો અંત કતલખાને આવે છે, ખૂબ જ દુ:ખદ વાત છે"

ગૌ-માંસ સર્વ-સામાન્ય બની ગયું છે એવું નથી. આજે પણ કરોડો હિંદુઓ માટે ગાય પૂજનીય છે અને વિરોધ-પક્ષમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી જે દેશનો બીજો સૌથી મોટો રાજકીય પક્ષ છે તે ઘણાં સમયથી ગૌ-હત્યા અંગેના કાયદાને વધુ મજબૂત કરવાની જોરદાર માંગણી કરી રહ્યો છે.

આજે  પણ કેટલાય ઘર-માલિકો માંસાહારીઓને ઘર ભાડે આપતાં નથી.

દિલ્હીની વાત પર પાછા જઈએ તો ગયા વર્ષે પોલીસે ૧૫૦ આવા "ગૌ-અપહરણ"-કારીઓને પકડ્યા હતા.  આ વર્ષે પણ હાલ સુધીમાં આવા કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ સિંઘે જણાવ્યું.

આ  ચોરો સામાન્ય રીતે એક ટ્રકમાં એક રાતે  ૧૦ ગાયોને ઉપાડી જાય અને દર ગાયે લગભગ ૫૦૦૦ રૂપિયા લેખે એક રાતનો વકરો ૫૦,૦૦૦ રૂપિયા થાય --જે ગરીબ માણસ માટે અધધધ કહેવાય.  જ્યાં મનમોહનના રાજમાં બે ટંક રોટલીના ફાં-ફાં હોય ત્યાં ગરીબ માણસને ક્યાંથી દોષ દેવો?

ઉત્તર પ્રદેશમાં એક ભલો માણસ જે પોલીસની સહાય કરતો હતો તે બળાપો કાઢે છે કે આવામાં પકડાયેલા લોકો ૧૦-૧૫ દિવસમાં પૈસા કે લાગવગ( કે બંને) ના જોરે છૂટી જાય અને ફરી પાછા એજ ધંધે લાગી જાય.

આ વાતોથી વ્યથિત થયેલા દિલ્હીના અમૂક હિન્દુઓએ દિલ્હી મહાનગરની હદની બહાર ગૌ-શાળાઓ શરૂ કરી છે. તેમાંની એક "શ્રી માતાજી ગૌશાળા" ૪૨ એકરમાં પથરાયેલી છે જ્યાં હજારો ગાયોને રક્ષણ આપવામાં આવે છે. ઘણી વાર મદદ મોડી પહોંચે છે. જેમકે  ગૌશાળાના નિયામક શ્રી બ્રિજેન્દ્ર શર્મા, કે જેમની ઓફીસમાં ભગવાન શ્રી કૃષ્ણનું વાછરડાને બાથમાં લેતું મોટું ચિત્રજી છે, એ વિડીયો બતાવીને આપેલા દાખલા પ્રમાણે ગેર-કાયદેસર કતલખાને  જતી ટ્રકોને રોકવામાં આવે પણ ગાયો ગરમી અને પાણીના અભાવે મૃત્યુ પામી ચૂકી હોય છે.

"ભારતમાં ગાયોની સામાજિક અને ધાર્મિક પ્રતિષ્ઠા પર આક્રમણ થઇ રહ્યું છે " એમ તેમણે જણાવ્યું. વર્ષે ૫૪ લાખ ડોલરની અમેરિકા સ્થિત હિન્દુઓની સહાયથી ચાલતી આ ગૌશાળા આ આક્રમણનો પ્રતિકાર કરવામાં મદદરૂપ થશે એમ તેમણે જણાવ્યું.

મધ્યાહનના ભોજન સમયે અહીં મૂંગા અબોલ પશુ-પ્રેમીઓ એકઠા થાય છે અને પ્રેમાળ દદ્રશ્યો સર્જાય છે. "સખી સખી" એમ અભિષેક બૂમ પાડે છે અને મોટા શીંગડાવાળી એક ગાય આગળ આવે છે અને અભિષેક પ્રેમથી એને નાક પર ચુંબન કરે છે અને ગાય પણ તેનો ગાલ ચાટીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે!!

1 comment:

  1. પશ્ચિમનું આંધળું અનુકરણ કરનાર આપણાં સમાજના એક નવા 'હિંદુ' વર્ગને ગૌ-માંસના સ્વાદનો ચસ્કો લાગી રહ્યો છે.

    Sadly Very True!

    ReplyDelete

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...