Sunday, July 9, 2023

હિન્દુ શૂરવીર - ગોપાલ પાઠા

વીર દુર્ગાદાસ રાઠોડ હોય કે રાજા દાહિર હોય, જેમના પરમ બલિદાનોના લીધે આજે આપણાં હસતાં રમતાં પરિવારો બંધન મુક્ત અને પરમ શાંતિનું જીવન ગાળી રહ્યા છે તેવા વીરો અને વીરાંગનાઓને ભૂલાવી દેવાનું સામુહિક પાપ કરવા આપણે હિંદુઓ ટેવાઈ ગયા છીએ. બદ કિસ્મતે એક સમાજ તરીકે કૃતઘ્નતાનો દુર્ગુણ આપણે આત્મસાત કરી ચૂક્યા છીએ. અને એના પ્રાયશ્ચિત રૂપે જ આપણે દેશદાઝમાં આ શૂરવીર શ્રેણીમાં એવા પરમ બલિદાનીઓને યાદ કરીને અંજલિ આપીએ છીએ જેમના યોગદાન વગર આપણા આજના ભારતનું ભૂગોળ કૈક અલગ જ હોત. આજે આપણે વાત કરશું બંગાળના ઇતિહાસમાંથી જાણીજોઈને બાદ કરાયેલા વીર શિરોમણી યોદ્ધા ગોપાલ પાઠાની. 

ખાસ કરીને કલકત્તાના હિંદુઓ જ નહિ પણ સ્વયં કલકત્તા શહેરનું અસ્તિત્વ આ વિરાટ વ્યક્તિત્વને આભારી છે એમ કહેવામાં જરાક પણ અતિશયોક્તિ નથી. ભારતીય સ્વતંત્રતાના માત્ર એક જ વર્ષ પહેલાં 1946માં ઓગસ્ટમાં ઘટેલા અત્યંત જઘન્ય એવા બંગાળના Direct Action Day(સીધી કાર્યવાહી દિવસ) નરસંહાર કે જેના પહેલા બે દિવસ માત્રમાં (16મી અને 17મી)ના જ ઓછામાં ઓછા 10,000 હિન્દુઓના કત્લેઆમ, નાબાલિગ તેમ જ વયસ્ક હિન્દુ અબળાઓના ચીરહરણ અને બળાત્કારો બાદ બાકીના લાખો હિંદુઓને સંહારના કાળમુખમાંથી બચાવનાર અને પાકિસ્તાનના સ્થાપક જીન્નાહ અને બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી અને 'બંગાળના કસાઈ' તરીકે કુખ્યાત એવા સોહરાવર્દીના કલકત્તામાં હિંદુઓના સામુહિક નરસંહારના સયુંકત કાવતરાને એકલે હાથે નિષ્ફળ બનાવનાર સનાતની યોદ્ધો એટલે ગોપાલ પાઠા. હિન્દુ સમાજની કરુણાંતિકા એવી છે કે વર્તમાનમાં તેમની વિરુદ્ધ ખૂબ જ સક્રિય અને સફળતાથી આકાર લઇ રહેલા કાવતરાઓ (જમીન જેહાદ, લવ જેહાદ, UPSC જેહાદ કે  ધર્માંતરણ કે અન્ય ) હોય કે ભૂતકાળમાં થયેલા કાવતરાંઓ કે પછી એમાંથી એમને તારનાર પરમ શૂરવીર સનાતનીઓ હોય, સમાજમાં લોકોને કોઈ જાણકારી કે દરકાર જ હોતી નથી. [અને પછી જયારે 1990ના કાશ્મીરવાળી થાય ત્યારે સ્વજનોના કત્લેઆમના મૂક સાક્ષી બનવા અને છાતી પીટી પીટીને રોવા સિવાય કોઈ જ વિકલ્પ રહેતો નથી.] હજી ગયા મહિને જ મે 13ના ગોપાલભાઈની 110મી જયંતિ પસાર થઇ અને થોડા કોઈક બંગાળીઓ દ્વારા ઓનલાઇન સંદેશાઓ સિવાય દેશમાં ક્યાંય કોઈ જ ઉલ્લેખ નહોતો. વિધિની વક્રતા તો એ છે કે જે હિન્દુ અબળાઓને ગોપાલભાઈ અને તેમના સાથીઓએ મુસલમાનોના જુલમથી બચાવી તેમના જ બાળકો આગળ જતાં કમ્યુનિસ્ટ/વામપંથી ઇતિહાસકારો થયા અને તેમણે  ગોપાલભાઈ અને તેમની ભારતીય જાતીય બાહીનીને તારણહારના બદલે ગુંડા અને આતંકીઓ તરીકે વિદેશી સાહિત્યમાં અને પુસ્તકોમાં વર્ણવ્યા. 

1913 - 2005 (91 વર્ષ)

ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાયનો જન્મ 13 મેના રોજ કલકત્તાના બોબ બજારની મલન્ગા ગલીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર વ્યવસાયે કસાઈ હતો અને કલકત્તાના ભવાનીપુર વિસ્તારમાં માંસની દુકાન ચલાવતો હતો. એક ગુજરાતી તરીકે બ્રાહ્મણ પરિવાર અને વ્યવસાય માંસનો એ જાણીને મને ઘણું જ અચરજ થયું અને કદાચ તમનેય થાય. પણ ધ્યાન રહે કે પૂર્વી ભારતમાં જેવા કે બંગાળ, આસામ અને ઓરિસ્સામાં હિંદુઓ મોટી સંખ્યામાં માંસાહારી છે. માત્ર આપણા ગુજરાતમાં જ હિંદુઓ મોટી સંખ્યામાં શાકાહારી છે અને મૂળ વૈદિક આહાર પરંપરા જાળવે છે. ગોપાલ ક્રાંતિકારી અનુકુલ ચંદ્ર મુખોપાધ્યાયના કે જેઓ પ્રયાગરાજ યુનિવર્સીટી (અલાહાબાદ)ના જાણીતા ફિલોસોફીના અધ્યાપક હોવાની સાથે સાથે રાષ્ટ્રવાદી હતા તેમના ભત્રીજા હતા. અનુકૂલ ચંદ્રને 1964માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી બાળપણમાં ગોપાલે 'પાઠા' ( બંગાળીમાં નર બકરી) ઉપનામ મેળવ્યું, જ્યારે તેઓ મોટા થયો ત્યારે તેમણે માંસની દુકાન ચલાવવાની જવાબદારી લીધી. તેમના વ્યવસાયના ભાગરૂપે, તેમને નિયમિતપણે મુસ્લિમ વેપારીઓ સાથે વાતચીત કરવી પડતી હતી. ઈતિહાસકાર સંદિપ બંદોપાધ્યાય જેમણે મુખર્જીની મુલાકાત લીધી હતી તેમના જણાવ્યાનુસાર, પાઠાએ "મુસ્લિમો પ્રત્યે ક્યારેય દ્વેષ રાખ્યો ન હતો". પોતાના બ્રાહ્મણ સંસ્કારોને લીધે ગોપાલ પરગજુ અને ઉદાર સ્વભાવના માણસ હતા. પણ સાથે સાથે તેઓ બંગાળમાં મુસલમાનોના સંખ્યાબળના લીધે હિંદુઓની નબળી સ્થિતિથી વાકેફ હતા. તેમણે હિન્દુઓના રક્ષણાર્થે ભારતીય જાતીય બાહીની(વાહિની)ની સ્થાપના કરી હતી જેમાં આશરે 500-700 ખંતીલા અને પહેલવાનીનો શોખ રાખતાં હિંદુઓ જોડાયા હતા. 

જિન્નાહ અને હુસૈન સોહરાવર્દીનું ભયાનક કાવતરું 

જયારે દેશના ભાગલાની વાતો ચાલી રહી હતી ત્યારે પૂર્વ બંગાળ (હુગલી નદીની પૂર્વે આવેલો રાજ્યનો હિસ્સો ) માં મુસલમાનોની વસ્તી બહુમતીમાં હતી જે પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવાનું જિન્નાહ અને મુસ્લિમ લીગના અન્ય હેવાનોનું સ્વપ્ન હતું. પણ ઔદ્યોગિક એકમો અને વસાહતો આ વિસ્તારોથી ઘણાં જ પશ્ચિમ બાજુએ આવેલા હુગલી નદીની નજીક એવા કલકત્તા અને તેની આજુબાજુના હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા જેવા જિલ્લાઓમાં હતા. અને આ જિલ્લાઓમાં બિહાર અને ઓરિસ્સાથી રોજીરોટી અર્થે આવીને વસેલા હિન્દુ કર્મચારીઓની બહુમતી હતી. જિન્નાહ અને સોહરાવર્દી સુપેરે જાણતાં હતા કે માત્ર પૂર્વ બંગાળની જમીન મળવાથી પાકિસ્તાનને પગભર કરી શકાશે નહિ. એટલે એમની મંશા હતી કે આ નદી નજીકનો આખો ઔદ્યોગિક પટ્ટો યેનકેનપ્રકારેણ નવા બનવા જઈ રહેલા પૂર્વ પાકિસ્તાનનો હિસ્સો બને. પણ તકલીફ એ હતી કે જે વિસ્તારોમાં હિન્દુ બહુમતી હોય તે વિસ્તારોની પૂર્વ પાકિસ્તાનમાં વિલીનીકરણની માંગણી બ્રિટિશ સરકાર ફગાવી દેશે તે નક્કી હતું. આ બધું ધ્યાનમાં રાખીને ઔરંગઝેબને આદર્શ માનતો એવો જિન્નાહ અને સોહરાવર્દીએ એક ભયાનક કાવતરું રચ્યું. સોહરાવર્દી એ પોતાના મુખ્યમંત્રીના હોદ્દાનો ગેરફાયદો લઈને પોલીસ બેડામાંથી બિહારી હિન્દુઓની છટણી કરીને ત્યારના યુનાઇટેડ પ્રોવિન્સ (આજનું ઉત્તર પ્રદેશ)માંથી મુસલમાનો અને પઠાણોની ખૂબ મોટા પાયે ભરતી કરી. આ બે ધર્માન્ધ રક્તપિપાસુ મુસલમાન નેતાઓની યોજના જૂની અને જાણીતી તેમ જ સરળ હતી, પોલીસને નિષ્ક્રિય કરી નાખી હજારો હિંદુઓના ઠંડે કલેજે કતલ કરાવવા જેથી કરીને બાકીના લાખો હિંદુઓ જીવ બચાવવા સ્થળાંતર કરી જાય જેથી કરીને ઉપર જણાવેલ જિલ્લાઓમાં મુસલમાનોની બહુમતી હોવાનો દાવો કરીને એમને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે બ્રિટિશ સરકાર આગળ રજૂઆત કરી શકાય. એ પણ જાણી લેજો કે આવો રીતસરનો હિન્દુઓના નરસંહારનું ષડયંત્ર રચનારા અને અમલીકરણ પણ કરનારા આ લોકો ના પહેલા હતા ના છેલ્લા. હજી હાલમાંજ એમ કહી શકાય એવા 2019માં સમગ્ર મુંબઈ શહેરને પાણી પૂરા પાડતાં જળાશયોમાં ઝેરી રસાયણો ઉમેરી મોટાપાયે નરસંહાર કરવાના કાવતરાંનો પર્દાફાર્શ થયો હતો ખ્યાલ છે? ના હોય તો વાંચો અહીં.

આ પૂરી ચીવટથી અમલમાં મૂકાયેલા સુનિયોજિત કાવતરાં માટે શરૂઆતનો દિવસ પણ ઘણો સમજી વિચારીને નક્કી થયો હતો. 16મી ઓગસ્ટ, રમઝાનનો 18મોં દિવસ, મુસલમાનો માટે આ એ ઐતિહાસિક દિવસ છે જયારે પયગંબર મુહમ્મદનો બદ્રના યુદ્ધમાં કાફિરો વિરુદ્ધ પહેલો નિર્ણાયક વિજય થયો હતો જેના લીધે મક્કા ઉપરની ચઢાઈ શક્ય બની અને લોહિયાળ જંગ બાદ જીત મળી હતી. જીન્નાહનો તલવાર પકડીને ઉભેલો અને ઉન્માદી અને હિન્દુઓના જીવ લેવા આતુર એવા મુસલમાન બિરાદરોને જંગ માટે આહવાન કરતો હોય એવા ફોટા વાળા પોસ્ટરો આખાય કલકત્તામાં ફરતા થઇ ગયા હતા. મુસ્લિમ લીગના પ્રકાશન "The  Star  of  India" તથા અન્ય મુસ્લિમ પ્રકાશનોએ મુસલમાનોને આ ઐતિહાસિક દિવસની કથાનું સ્મરણ કરાવી, પયગંબરના પગલે પગલે ચાલીને કાફીરોના કત્લેઆમને અંજામ આપીને બંગાળને "Land of the pure" (પવિત્ર જમીન) માં તબદીલ કરવા હાકલ કરી. જે કોઈ પ્રદેશ કાફિરોથી મુક્ત થઇ જાય તે મુલ્લાઓના કુરાનના અર્થઘટન પ્રમાણે "Land of the pure" થઇ જાય. સૈયદ મુહમ્મદ ઉસ્માન કે જે કલકત્તાનો મેયર હતો તેના નીચેના કુખ્યાત શબ્દોવાળા ચોપાનિયા મુસલમાનોના દરેક મહોલ્લામાં વહેંચાઈ ગયા હતા. 

કાફિર ! તોદર ધોંગશેર આર દેરી નાઈ ! સર્બિક હત્યાકાંડો ધોતબેઈ!  

(અનુવાદ : કાફિર! તારો અંત દૂર નથી! તને ચીરી નાખશું ) 

મુસ્લિમ લીગના નેતાઓએ દરેક મસ્જિદના ઇમામોને આગ ઝરતાં ભાષણો 16મી ઓગસ્ટ જુમ્માની નમાઝ (એટલે કે 1946 16 ઓગસ્ટે શુક્રવાર હતો) પછી આપવા માટે  તૈયાર કરી આપ્યાં. તેમાં બંગાળની 'સફાઈ' કરવાના અને કાફિરોથી મુક્ત કરાવવાના સ્પષ્ટ આદેશો હતા. સોહરાવર્દી કે જે મુખ્યમંત્રી હતો તેણે સ્ટેજ પરથી ભાષણોમાં મુસલમાનોને ખાતરી આપી કે પોલીસ કે બ્રિટિશ લશ્કર તમારી આડે બિલકુલ નહિ આવે, મન ફાવે તેમ વર્તો અને તાકાત હોય એટલા હિંદુઓને મારી નાંખો. આ વાત પરથી યાદ આવ્યું કે આ પેલો હૈદરાબાદનો છછૂંદર ઓવેસી 15 મિનિટ માટે પોલીસ હટાવી લો તો હિંદુઓને 'બતાવી' દઈએની વાતો હવામાં નથી કરતો, આ લોકો જન્મજાત નિર્દોષોના હત્યાકાંડો રચવામાં અને અમલમાં મૂકવામાં માહિર છે અને એમની પાસે પેઢીઓથી ચાલ્યો આવતો વારસામાં મળેલો બહોળો અનુભવ પણ છે એટલે જ આમ જાહેરમાં બોલવાની હિમ્મત કરે છે.

1946માં કલકત્તાની 20 લાખ વસ્તીમાં 64% (12.8 લાખ) હિન્દૂ અને 33%(6.6 લાખ) મુસલમાન વસ્તી હતી. સોહરાવર્દી એ ધાર્યું હતું કે સદીઓના ઇસ્લામના આક્રમણનો સામનો કરીને શારીરિક તેમ જ માનસિક રૂપે ભાંગી પડેલા કાયર હિંદુઓ ધર્મ ઝનૂની અને લોહી તરસ્યા ઇસ્લામના સિપાહીઓનો પ્રતિકાર નહિ કરી શકે અને ચીભડાંની જેમ કપાઈ મરશે. એ માનતો હતો કે હિન્દુઓએ સ્વીકારી જ લીધું છે કે આપણે નબળાં અને મુલ્લા મજબૂત. અને થયું પણ એવું જ. જુમ્માની નમાજ પછી હજારોની ઉન્માદી મુસલમાન પ્રજા તલવાર, પ્રથમ વિશ્વ યુદ્ધના સમયની બંદૂકો, સળિયા, ધારિયાં, છરાં જે હથિયાર મળ્યું તે લઈને હિન્દુ દુકાનો, ધંધા અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળી. મૂર્ખ હિન્દુઓ હંમેશાની જેમ જ ઊંઘતા ઝડપાયા. શરૂઆત કલકત્તાના મધ્યમાં આવેલા એસ્પ્લાનડે બજાર વિસ્તારથી થઇ કે જ્યાં મુસ્લિમ લીગે ખૂબ મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું. ત્યાં હિન્દૂ માલિકીનો જાણીતી  શસ્ત્રો વેચતી દુકાન પર હુમલો કરીને તેના માલિક અને કર્મચારીઓ બધાના જ રીતસર માથા કાપી લીધા બાદ દુકાનમાંના શસ્ત્રો ચોરી લેવામાં આવ્યા. (રાજસ્થાનમાં કન્હૈયાલાલનું 2022માં માથું ઉતારી લીધું તું યાદ છે ને ? ) અને આ ઉન્માદી પ્રજાએ બંગાળે ક્યારેય પહેલાં નહોતો જોયો એવો નરસંહાર આદર્યો. માથું કાપી નાંખવું અથવા તો શોલે ફેશનમાં હાથ કાપી નાખવા એ તેમની સૌથી પ્રચલિત પદ્ધતિ હતી. અને પુરુષોના આ હાલ કર્યા બાદ સ્ત્રીઓની શું હાલત કરી હશે તે તમે સમજી શકો છો. સામુહિક બળાત્કાર કરીને મારી નાખવું અથવા તો જો ગમી જાય એને ગુલામ/વેશ્યા તરીકે ઘરે લઇ જવું એ ઇસ્લામના સિપાહીઓની SOP (Standard Operating Procedure ) હતી. ધ્યાન રહે આ કઈ 1000 વર્ષ જૂની વાત નથી, 100 વર્ષ જૂની વાતેય નથી. આ દેશને આઝાદ થયે જેટલા વર્ષ થયા માત્ર એટલી જ જૂની વાત છે. 

આ બધામાંય મુસ્લિમ બહુલ મેતીઆબરૂઝ વિસ્તારમાં લિચુબાગાનમાં આવેલી કેસોરામ કોટન મિલ્સમાં થયેલો હત્યાકાંડ સૌથી વધુ કંપાવનારો હતો. મુસ્લિમ લીગના એક નેતા સૈયદ અબ્દુલ ફારુકીની આગેવાનીમાં મુસલમાનોનું ટોળું મિલ્સના પ્રાંગણમાં ઘુસ્યું અને આશરે જે 600 ઓડિયા હિન્દૂ મજૂરો કામ કરતા હતા તે દરેકેદરેકનું માથું કાપી નાખવામાં આવ્યું. માત્ર બે માણસો કે જેમના હાથ કાપવામાં આવ્યા હતા અને તેમને અચેત પડેલા જોઈ મરી ગયેલા માની ટોળું પાછું વળી ગયું તેઓ આપવીતી કહેવા બચી ગયા. માત્ર 16મી અને 17મીના બે જ દિવસોમાં મુસલમાનોએ હજારો વધુ હિન્દુઓના ઢીમ ઢાળી દીધા. કોઈક સ્ત્રોતોમાં 4000નો આંકડો અપાય છે તો અન્ય સ્ત્રોતોમાં 20,000 સુધીનો આંકડો અપાય છે. જે સ્ત્રોતો વધુ આંકડા આપે છે તેમનો દાવો એવો છે કે 3500 તો આધિકારિક રીતે સ્મશાનમાં બાળવા લવાયા  હતા અને તદુપરાંત કેટ કેટલાયને મારીને ગંગામાં ફેંકી દેવાયા હતા. 

હિન્દુઓનું સ્થળાંતર : 

સોહરાવર્દીની યોજના મુજબ જ અણધાર્યા હુમલાથી હેબતાઈ ગયેલા હિન્દુઓએ પહેરેલ કપડે કલકત્તા છોડીને ભાગી જવાના મરણિયા પ્રયાસો આદરી દીધા. હાવડા સ્ટેશન પર જે મળે તે ટ્રેન પકડીને દેશમાં બીજે જ્યાં પણ ભાગી જઈ શકાય ત્યાં જતા રહેવા માટે બંગાળી હિન્દુઓના ધાડેધાડા આવવા માંડ્યા. કઈ કેટલાય પરિવારો જે નદી ઓળંગીને રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં ભાગી જવા પ્રયત્ન કરી રહ્યા હતા તેમની નાની નાની દેશી હોડી/હોડકાંઓ મુસલમાનો તેમની મોટી ટગ બોટની ટક્કરથી ઉંધી પાડીને ડૂબાડી દેતા જેમાં બેહિસાબ હિન્દૂ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો ડૂબીને મોતને શરણ થયા. સોહરાવર્દીની ગણતરી હતી કે 2 દિવસમાં તો કલકત્તા 'ખાલી' કરાવી લઈશું અને પછી માલ્દા, ઉત્તર અને દક્ષિણ પરગણા, હાવડા, હુગલી વગેરેમાં માર-કાટ ચાલુ કરશું. 

ગોપાલ પાઠાની દખલ 

1946માં 33 વર્ષના ગોપાલનું મન પોતાના શહેર કલકત્તાની તેમજ પોતાના હિન્દુ સમાજની દયનીય સ્થિતિ જોઈને વ્યથિત થઇ ઉઠ્યું અને તેણે આ હેવાનિયતનો મક્કમપણે સામનો કરવાનો નિર્ધાર કર્યો. 17મીની રાતે તેઓએ તેમના ભારતીય જાતીય બાહીનીના સદસ્યો કે જે પહેલા જણાવ્યા પ્રમાણે અધિકાંશ પહેલવાની/કુસ્તી/મલ્લયુદ્ધમાં રુચિ ધરાવતાં હિંદુઓ હતા તેમની સાથે બેસીને પ્રતિકાર કરવાની વ્યૂહરચનાઓ બનાવી. રાતોરાત હિન્દુ લુહારોએ પોતાની નાની નાની ભઠ્ઠીઓમાં આખી રાત કામ કરીને તલવારો અને અન્ય સૌથી ઝડપથી બની શકે એવા શસ્ત્રોનું નિર્માણ કર્યું. ગોપાલભાઈએ પ્રજા સાથે ગાંધીની જેમ શબ્દોની રમત કરી નહિ અને સાફ શબ્દોમાં બંગાળી હિન્દુ સમાજને પ્રતિકાર કરવા અને એકના બદલે 10 મારીને બદલો લેવા માટે પ્રેરણા આપી. બંગાળમાં અન્ય પ્રાંતોમાંથી આવેલ લડવા સક્ષમ હિંદુઓ જેવા કે બિહારી,ઓરીયા વગેરે પણ નેતૃત્વ  મળવાથી અચાનક લાગેલા આંચકામાંથી બહાર આવ્યા અને બદલો લેવા તૈયાર થયા. હિંદુઓ પાસે સંખ્યાબળ તો હતું જ, અભાવ હતો તો માત્ર હાકલ કરનાર અને જોશ પૂરનાર છત્રપતિ શિવાજી જેવા વીર સેનાપતિની. 

18મી ની સવારે આગલા બે દિવસ મુજબ જ મુસ્લિમ લીગ અને તેના અન્ય ભાગ જેવા કે મુસ્લિમ લીગ વિદ્યાર્થી પાંખ અને મુસ્લિમ નેશનલ ગાર્ડ વગેરેના આતંકીઓ બાકી રહી ગયેલા વિસ્તારોમાં 'અધૂરું' કામ પતાવવા આવ્યા. તેમને હિન્દુઓએ રાતોરાત અમલમાં મૂકેલ યોજના અને 'કાયર' હિંદુઓ દ્વારા પ્રતિકારનો સ્વપ્નમાંયે ખ્યાલ નહોતો. તેઓ જેવા હિન્દુ વિસ્તારોમાં દાખલ થતાં તેવો તેમના ઉપર અણધાર્યો હુમલો થતો અને કંઈક સમજે વિચારે એ પહેલા તેઓ કપરી સ્થિતિમાં મૂકાઈ જતા અને પીછેહઠ કરવી પડતી. જયારે સોહરાવર્દીને આ સમાચાર મળ્યા ત્યારે તે આંચકો ખાઈ ગયો. 16 અને 17ના દિવસે તે પોતે લાલબજારની કંટ્રોલ રૂમ પોલીસ ચોકીમાં બેસીને પોલીસ બેડામાં રહેલા બ્રિટિશ અને અન્ય અફસરો અને સિપાહીઓને વિસ્તારો અંગે ખોટી જાણકારી આપીને તેઓ ઇસ્લામના સિપાહીઓને જિહાદના કામમાં અડચણ ના બને તેનું ધ્યાન રાખતો. બે દિવસમાં કલકત્તામાં બાકીનું 'કામ' આટોપીને 20મીથી પોતાના આતંકીઓને અન્ય જિલ્લાઓમાં લઇ જવાના એના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું. 18મી ની સફળતા બાદ હિંદુઓમાં પોતાની સ્વબચાવની તેમજ લડવાની કાબેલિયતમાં વિશ્વાસ પાછો ફર્યો. 19મી એ તો મુસલમાનોના વળતાં પાણી ચાલુ થઇ ગયા, હવે ગોપાલ અને તેના હિન્દુ સંરક્ષક દળોએ મુસલમાન વિસ્તારોમાં ઘૂસીને 16મી અને 17મીએ હિન્દૂ વિસ્તારોમાં આતંક ફેલાવનારાઓને શોધી શોધીને મારી નાખવાની કવાયત આદરી. 20મી આવતાં તો મુસલમાનોમાં હિન્દુઓના આ અણધાર્યા આક્રમક હુમલાઓથી ભય પેસી ગયો. વળી કોમી તોફાનોના સમાચાર દિલ્લી સુધી પહોંચી ગયા હતા એટલે સોહરાવર્દી ઉપર મુખ્યમંત્રી તરીકે સ્થિતિને કાબુમાં લેવા માટે દબાણ વધી રહ્યું હતું.તેના માટે હવે પોતાની ખુરશી બચાવવા સુધી વાત આવી ગઈ હતી. 21મી એ તો બ્રિટિશ વાઇસરૉયે તેને મુખ્યમંત્રી પદ ઉપરથી દરખાસ્ત કરીને વાઇસરોય શાસન લાગુ કરી દીધું. જો હજી પણ સ્થિતિ ના સુધરે તો વાઇસરોય બંગાળમાંથી મુસ્લિમ લીગની સરકારને જ બરખાસ્ત કરી દે એવી સ્થિતિ હતી. પદની સાથે સાથે જો સરકાર પણ જાય તે  સોહરાવર્દી અને તેની પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાત. આ કારણસર સોહરાવર્દીએ તેના ખાસ એવા જી.જી. અજમેરી અને શેખ મુજીબુર રહેમાન (એજ બાંગ્લાદેશ વાળો) ને ગોપાલ પાઠા જોડે સંધિ કરવા મોકલ્યા. તેમણે જઈને ગોપાલભાઈને મુસલમાનો ઉપર થઇ રહેલા હુમલા બંધ કરાવવા વિનંતી કરી. ગોપાલભાઈએ શરત મૂકી કે પહેલા તમારા આતંકીઓ પાસે હથિયાર હેઠા મૂકાવો પછી જ હિંદુઓ મૂકશે. સોહરાવર્દીએ શરત માન્ય રાખી. પણ આ સંધિ થઇ ત્યાં સુધીમાં હિંદુઓ કરતાં મુસલમાન મૃતકોનો આંક વધી ગયો હતો અને સૌથી અગત્યની વાત કે હિંદુઓમાં લડી લેવાની અને જરૂર પડે મારી નાંખવાની પોતાની કાબેલિયત ઉપર આત્મવિશ્વાસ પરત ફર્યો. સદીઓથી મુસલમાન સામ્રાજ્યનો અંતહીન જુલમ સહેતી હિન્દુ પ્રજા આમ રાતોરાત ઉભી થઇ અને defense તો ઠીક offense mode માં આવી ગઈ એ કઇં જેવી તેવી વાત નહોતી. અંતે બ્રિટિશ અને ગોરખા લશ્કરની ટુકડીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી. 

આ હિન્દુ ઇતિહાસના દર્દનાક પ્રકરણના એકાદ વર્ષ બાદ પણ આઝાદી બિલકુલ પહેલા ગાંધી બંગાળના પ્રવાસ ઉપર હતા અને કારણકે બંગાળ સશસ્ત્ર  ક્રાન્તિકારીઓનો ગઢ ગણાતું હતું તે હિંદુઓને પોતાના હથિયાર તેમને સોંપી દેવા માટે માંગણી કરી રહ્યા હતા. એ પ્રસંગનો ગોપાલભાઈ એન્ડ્રુ વહાઈટહેડને આપેલા સાક્ષાત્કારમાં ઉલ્લેખ કરતાં કહે છે, "ગાંધીએ મને 2 વાર બોલાવ્યો પણ હું ના ગયો. ત્રીજી વાર કોંગ્રેસના કોઈ સ્થાનિક નેતાએ કહ્યું કઈ નહિ તો જઈને થોડાક હથિયાર સોંપી આવો. હું ત્યાં ગયો અને જોયું કે લોકો જામ થઇ ગયેલા, જૂના કટાઈ ગયેલા ટૂંકમાં વાપરી ના શકાય એવી સ્થિતિમાં હોય એવા જ હથિયારોં જમા કરાવે છે. પછી ગાંધીના સચિવે મને કહ્યું," ગોપાલ, તું તારા હથિયાર કેમ ગાંધીજી પાસે હેઠા મૂકતો નથી?"  

"આજ હથિયારોથી તો મેં મારા વિસ્તારની હિન્દુ સ્ત્રીઓના શીલની રક્ષા કરી છે. જયારે 1946માં કમનસીબે આ Great Bengal Killingsની વિભીષિકા થઇ ત્યારે ક્યાં હતા ગાંધીજી? હું તે (શસ્ત્રો )કોઈને નહિ સોંપું. બંદૂક તો શું, જો કોઈ એક ખીલીથી પણ મેં હિન્દુઓનું રક્ષણ કર્યું હોય તો એ ખીલી પણ હું જમા નહિ કરાવું.!!!"

જો ગોપાલ પાઠા ના હોત તો ?

કલકત્તાની 20 લાખની 66% હિન્દુ વસ્તીમાં 30% બહારના વિસ્તારોમાંથી આવીને વસેલા હિંદુઓ હતા કે જેઓ તે વિસ્તારના ભારત કે પાકિસ્તાનમાં વિલીનીકરણ માટેના લોકમતની કવાયતમાં ભાગ લઇ શકે નહિ. એટલે કે સ્થાનિક હિન્દુ વસ્તી જેઓ મત આપવા લાયક હતા તેઓ આશરે 9 લાખ હતા. વિશ્વના સંશોધકો જે જુદા જુદા નરસંહારોનું અધ્યયન કરે છે તેઓ જણાવે છે કે આવા વિપરીત સંજોગોમાં દર 100 લોકોની હત્યા થાય ત્યારે 4000 લોકો એટલે કે 40 ગણા લોકો સુરક્ષા માટે સ્થળાંતર કરે છે. આ ગણિત પ્રમાણે પહેલા બે દિવસમાં જે આશરે 10,000 હિન્દુઓના કતલ થયા તેનાથી 4,00,000 હિંદુઓ કલકત્તા છોડી ચાલ્યા ગયા હોત. તેથી સ્થાનિક હિન્દુઓની વસ્તી ઘટીને પાંચ લાખની આસપાસ આવી ગઈ હોત કે જે સ્થાનિક મુસલમાનોની 33% એટલે કે 6.6 લાખની વસ્તી કરતાં ઓછી થઇ જાત જેની લોકમતની કવાયતના પરિણામો ઉપર ગંભીર અસર પડત. તદુપરાંત સોહરાવર્દી અને જિન્નાહે રાતોરાત અન્ય પ્રાંતોમાંથી મુસલમાનોને હંગામી ધોરણે બોલાવી લોકમતમાં તેમની પાસે ખોટા મત નંખાવીને લોકમતના ધાર્યા પરિણામ લાવી વાઇસરોયને સોંપી કલકત્તાને પૂર્વ પાકિસ્તાનમાં ખેંચી લઇ જવાની ફૂલપ્રૂફ યોજનાની બ્લ્યુ પ્રિન્ટ બનાવી હતી. એટલે જ લેખના શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે કલકત્તા આજની તારીખેય ભારતનો હિસ્સો છે અને હિંદુઓ હજી પણ ત્યાં બહુમતીમાં છે તેનું એકમાત્ર શ્રેય વીર શિરોમણી ગોપાલ ચંદ્ર મુખોપાઘ્યાયને જાય છે. ગોપાલભાઈ 2005 સુધી (91 વર્ષ) જીવ્યા અને તેમણે કેટલાંય વર્ષો સમાજસેવામાં અને હિન્દુ સમાજની ઉન્નતિ માટે કાઢ્યા. 

સ્મૃતિ 

છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દૂ સંહતિ નામના એક સંગઠને ગોપાલભાઈ પાઠાની સ્મૃતિમાં 16મી ઓગસ્ટે વાર્ષિક રેલીનું આયોજન ચાલુ કર્યું છે. બંગાળી હિંદુઓ રહી રહીને ઇતિહાસનું પુનરાવર્તન થઇ શકવાની ગંભીર શક્યતાને જોતાં ફરી પોતાના ઇતિહાસ તરફ સમસ્યાના સમાધાન માટે જોતાં થયા છે. 2017માં થયેલી આ વાર્ષિક રેલીમાં કલકત્તામાં આશરે 10,000 યુવાન હિન્દુ યુવક અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલકત્તા શહેરની હાલની વસ્તીની સરખામણીમાં ભલેને થોડાજ, પણ હજીયે પોતાનો સાચો ઇતિહાસ જાણનારા અને તેને આવનાર પેઢી માટે જીવંત રાખવા મક્કમ બંગાળી હિંદુઓ હયાત છે. અને આ ખૂબ જ જરૂરી છે કારણકે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના કૂવા લઈને બેઠા હોવાથી મુસલમાનોનો એટલો બધો દબદબો છે કે વિકિપીડિયા ઉપરથી ગોપાલ પાઠાનું આખેઆખું પાનું જ ગાયબ કરી દેવાયું છે.  આપણે આપણા શૂરવીરોની વાતો જીવંત નહિ રાખીએ તો કોણ રાખશે? 

અમુક સત્યને વરેલા ઇતિહાસકારો પણ ગોપાલભાઈને પોતાના પુસ્તકોમાં તેમના બેજોડ કાર્ય બદલ તેમને છાજે એવું માન અને સ્થાન આપે છે. લેખક આશિષ વીગના પુસ્તક "Desire to see Sunrise Again" માંથી એક અંશ રજૂ કરું છું. 

જતાં જતાં...
શક્ય હોય ત્યાં લેખ-સંગત કોઈ નાના સારા વીડિયોની લિંક મૂકીએ છીએ. આજે ગોપાલભાઈ માટે બે લિંક મૂકું છું, પહેલી યુટ્યૂબનો ટૂંકો એક મિનિટનો વિડીયો છે જયારે બીજો આ જ વિષયવસ્તુ અંગે વિસ્તારથી વાત કરતો વિડીયો છે. આશા છે કે આ લેખ દ્વારા તમને આપણાં ગૌરવવંતા ઇતિહાસનું ભૂલાઈ ગયેલું પાનું હાથ લાગ્યાનો ભાવ આવશે અને આપ અન્ય લોકો સુધી લેખ પહોંચાડશો...જય શ્રી રામ, જય હિન્દ. 

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...