Tuesday, September 15, 2020

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)


 મંદિર મારા અત્યંત રસનો વિષય છે અને આપણી સનાતન સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. આનંદ એ વાતનો છે કે વાચકોને પણ મંદિરો વિશે જાણવામાં ઘણી રુચિ છે. આજથી બે એક વર્ષ પહેલા કેરળના સબરીમાલા મંદિર વિશે લખાયેલા લેખને સારો પ્રતિસાદ મળ્યો હતો અને વાચકોની સંખ્યા દસેક હજાર સુધી પહોંચી હતી. આજે આપણે આંધ્ર પ્રદેશ સ્થિત ભારતના સુપ્રસિદ્ધ વિષ્ણુ મંદિર તિરૂપતિ વિશે જાણશું. ખરું પૂછો તો આ લેખના બે ઉદ્દેશ્ય છે, એક તો મંદિરની રોચક વાતો કરવી અને સાથે સાથે તેની હાલની સ્થિતિથી પણ આપ સૌને વાકેફ કરવા છે. 

તો ચાલો પહેલો ભાગ શરુ કરીએ.

તિરૂપતિ એવું મંદિર છે કે જો કોઈ હિન્દુ આ મંદિર વિશે અજાણ હોય તો મોટી નવાઈ કહેવાય. મંદિરની ખ્યાતિના ઘણાં કારણો છે. પહેલું કારણ એ કે આ હિન્દુઓના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે. બીજું આ એક એવું મંદિર છે કે જેના ઉપર આપણાં સોમનાથ કે અયોધ્યાની જેમ વિદેશી આક્રાંતાઓના હુમલા ક્યારેય થયા નથી. એટલે કે આ મંદિરની પવિત્રતા અક્ષુણ્ણ રહી છે. ત્રીજું કે સૌથી ધનાઢ્ય હિન્દૂ મંદિર તરીકે તિરૂપતિ વિશ્વ પ્રસિદ્ધ છે. આ ત્રીજા કારણ માટે આપણે તેલુગુ હિન્દૂ NRI ઓને ધન્યવાદ આપવા ઘટે. વળી આ એક જ મંદિર એવું છે જેને પ્રસાર માધ્યમો જેવા કે અખબારો અને ટીવી દ્વારા નિયમિત રીતે આવરી લેવામાં આવે છે. જોકે મોટે ભાગે ચેનલોને TRPમાં જ રસ હોય છે અને એટલે ફલાણાં ઉદ્યોગપતિએ આટલા કરોડનું દાન કર્યું અને ઢીંકણાએ આટલું સોનું દાન કર્યું એવા જ સમાચારો હોય છે. ખરેખર મંદિરને લગતી માહિતી તો હોય જ નહિ. 

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)

આંકડાઓમાં


  • 23,000 કર્મચારીઓ →  8,000 કાયમી, 15,000 હંગામી

  • વાર્ષિક અઢી કરોડ શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ (+ વાર્ષિક ઉત્તરોત્તર વધારો )

  • વાર્ષિક આવક અંદાજે 3100 કરોડ

    • 1230 કરોડ દાનપેટીમાં આવતું હૂંડિયામણ

    • 846 કરોડ ડીપોઝીટો/થાપણો પર વ્યાજની આવક

      • 12000 કરોડથી વધુની થાપણો

  • વાર્ષિક 450 જુદા જુદા ઉત્સવોનીઉજવણી

  • 11 શૈક્ષણિક સંસ્થાનો ચલાવવા
  • 3 હોસ્પિટલો ચલાવવી
  • 1 ગૌશાળા ચલાવવી

મંદિરનો ઇતિહાસ 

ઇતિહાસ માટે હું મિત્ર શ્રી ઐય્યરની ટીમે તૈયાર કરેલું ઇન્ફો-ગ્રાફિક્સ (અંગ્રેજીમાં ) રજૂ કરું છું.

અત્યાર સુધીની વાતો પહેલો ભાગ હતો, મારે બીજા ભાગ વિશે વિસ્તારથી વાત કરવી છે. આ બીજો ભાગ છે પ્રત્યક્ષ રીતે આ મંદિર ઉપર અને અપ્રત્યક્ષ રીતે આપણી હિન્દૂ સંસ્કૃતિ પર થઇ રહેલા સતત હુમલાઓ અંગે. સબરીમાલા ઉપરનો લેખ વાંચનારાઓને એકસરખી પેટર્ન દેખાશે અને ખ્યાલ આવશે કે દક્ષિણ ભારતમાં શું ચાલી રહ્યું છે. As usual, છાતી ઠોકીને કહું છું કે બીજા કોઈ ગુજરાતી છાપામાં કે લેખમાં કે ચેનલ પર તમને આ માહિતી નહિ મળે. 

એતો જગજાહેર વાત છે કે ખ્રિસ્તીઓની વટાળ/ધર્માંતરણ પ્રવૃત્તિ જો કોઈ રાજ્યમાં બેફામ ચાલતી હોય તો તે છે આંધ્ર પ્રદેશ. એ હદ સુધી કે આંધ્રથી ચૂંટાયેલા YSRCPના સાંસદ આ વાતનો ટીવી ઉપર જાહેરમાં સ્વીકાર કરે છે. 

https://twitter.com/TimesNow/status/1264962176902500355

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી એવી ઘટનાઓ બની છે કે જેના ઉપર ધ્યાન દેવાથી ખ્યાલ આવશે કે આપણા આ પ્રાચીન અને આર્થિક રીતે અતિ-સંપન્ન હિન્દૂ તીર્થ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો ખ્રિસ્તીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આપણે હિંદુઓ ભાષા આધારિત રાજ્યોમાં વહેંચાયેલા હોવાથી આ બધાં અંગે અજાણ છીએ. ભાષાઓ આપણી હિન્દૂ સંસ્કૃતિની વૈવિધ્યતામાં વધારો કરે છે પણ સાથે સાથે આપણી એકતાનો અમુક અંશે ભાગાકાર પણ કરે છે એ એક કડવી વાસ્તવિકતા છે. શક્ય છે કે માનો કાલે ઉઠીને ગાંધીનગરના આપણાં સ્વામિનારાયણ મંદિરમાં કે શ્રીનાથજીમાં કે અંબાજીમાં આવા કોઈ કારસ્તાનો થાય તો આપણી જેમ જ દક્ષિણના હિંદુઓ તે વાતથી અજાણ રહી જાય. અને આ ખંડિત એકતાનો વિરોધીઓ ફાયદો લેતા રહે. ચાલો ક્રમશ: વાત કરીએ.

ઉપર ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે 1983માં મંદિરના મુખ્ય મહંતને ભ્રષ્ટચારના આરોપો મૂકીને કાઢી મૂકવામાં આવ્યા ત્યાંથી વાતની શરૂઆત થાય છે. આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ચલ્લા કોન્ડાઇયાની આગેવાનીમાં 1984માં એક આયોગની રચના કરવામાં આવી. આયોગનો ઉદ્દેશ્ય તિરૂપતિ ટ્રસ્ટમાં ચાલતી સંભવિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરીને તેના પ્રશાસનમાં સુધારા સૂચવવાનો હતો. આ આયોગ એક્ટરમાંથી નેતા અને મુખ્યમંત્રી બનેલા અને ત્યારના પ્રસિદ્ધ એવા એન.ટી. રામારાવના શાસન દરમ્યાન રચાયું હતું. આ આયોગે 1200 પાનાંનો રિપોર્ટ મે 1986માં રજૂ કર્યો હતો જેનો તત્કાલીન સંત સમાજ દ્વારા ખૂબ વિરોધ થયો હતો. આ રિપોર્ટમાં 276 સૂચનો કરાયા હતા જે બધે બધાં જ રાજ્ય સરકારે સ્વીકારી લીધા હતા. આ સૂચનોમાં મુખ્ય મુદ્દાઓ કે જેના ઉપર સંત સમાજનો વિરોધ હતો તે નીચે પ્રમાણે છે.

  1. વારસાગત આચાર્ય પ્રથાનો અંત 
  2. દર્શનાર્થીઓ માટે વધુ સવલતોના નામે ટ્રસ્ટની જમીન વેચાણનો રાજ્ય સરકારને હક 
  3. તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ કે જે સ્વતંત્ર અને ધનાઢ્ય ટ્રસ્ટ છે તેને રાજ્ય સરકારના Endowments Commissionerate ની હેઠળ લાવવું.

સંત સમાજે ત્યારે વિજયવાડામાં રેલીઓ કાઢીને ખૂબ વિરોધ વ્યકત કર્યો હતો અને ખૂબ જ તાર્કિક અને સચોટ દલીલો રજૂ કરી હતી. દાખલા તરીકે શું ક્યારેય કોઈ આખા દેશમાં કોઈ પણ રાજ્ય સરકારે ક્યારેય એવો કાયદો કે વટહુકમ જાહેર કર્યો છે કે ડોક્ટરનો કે વકીલનો દીકરો/દીકરી બાપની કે માની પ્રેક્ટિસનો વારસદાર ના થઇ શકે ? હકીકતમાં ગેરરીતિઓના બહાનાની આડમાં મંદિર પ્રશાસનને રાજ્ય સરકાર અંતર્ગત લાવવા તેમજ મંદિરની આવક સરકારને હસ્તક થઇ જાય તેના બદ-ઈરાદાથી જ આ આયોગે રિપોર્ટ બનાવ્યો હતો. આ આયોગ મુખ્યમન્ત્રી દ્વારા મંદિરોનું પ્રશાસન સુધારવાના ઈરાદાથી રચવામાં આવ્યું હતું પણ તેમને અંધારામાં રાખીને રિપોર્ટમાં ખોટી રજૂઆતોના આધારે સૂચનો કરાયા હતા. દાખલા તરીકે માત્ર 69 મંદિરોના સર્વે દ્વારા રાજ્યના 34,000 મંદિરોના આચાર્યો અને તેમનું ભાવિ નક્કી કરાયું હતું. મોટા અને જાણીતાં મંદિરોને બાદ કરતાં તેલંગાણા વિસ્તારના નાના કોઈ પણ મંદિરોના આચાર્યોનો અભિપ્રાય લેવામાં નહોતો આવ્યો. 

ઊંડાણથી આ રિપોર્ટ વિશે  જાણવું હોય તો આ લિંક ઉપરનો રિપોર્ટ વાંચો. 
મૂળ આ દક્ષિણ ભારતની કુખ્યાત પેટર્ન છે કે બધાં જ રાજ્યોમાં સુઆયોજનના નામ પાર માત્ર અને માત્ર હિન્દુ મંદિરોને રાજ્ય સરકારો પોતાના હસ્તક રાખે છે. એટલે કે રાજ્ય માને છે કે માત્ર હિંદુઓ જ અણઘડ છે અને આપણને પોતાના ધાર્મિક સ્થળોનું નિયંત્રણ કરતાં આવડતું નથી. બીજા ધર્મોમાં બધા જ ચાણક્ય જેવા તીવ્ર બુદ્ધિમાન છે અને સરકારને તેમના ધાર્મિક સ્થળોમાં ચંચૂપાત કરવાની જરૂર લાગતી નથી. કેવું મજાનું આપણાં દેશનું 'સેક્યુલારિઝમ'. હકીકતમાં આ બધું માત્ર હૂંડીનાં પૈસા ચાઉં કરી જવા અને હિન્દુ આસ્થાને યોજનાબદ્ધ રીતે હાનિ પહોંચાડવાના ષડયંત્રો છે. તમને કદાચ થયું હોય કે આ બધામાં ખ્રિસ્તીઓ ક્યાંથી વચ્ચે આવ્યા? ઘણી વાર અમુક વસ્તુઓ પડદા પાછળ થતી હોય તો ધ્યાનમાં ના આવે. આ ચીફ જસ્ટિસ ચલ્લાએ પોતે ધર્માંતરણ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો કે કે નહિ તેની જાહેરમાં કોઈ જ માહિતી મળતી નથી. પણ આંધ્રમાં આ એક હકીકત છે કે વટલાયેલા લોકો, અને ખાસ કરીને જેઓ સરકારમાં જ કામ કરે છે તેઓ સરકારી વિધિ કરાવીને કાયદેસર પોતાનું નામ બદલાવતાં નથી કારણકે મોટા ભાગના ધર્મ પરિવર્તન કરનારાઓ દલિત એટલે કે અનુસૂચિત જાતિના લોકો છે અને જો તેઓ આધિકારિક રીતે પોતાનું નામ બદલી નાંખે તો તેમનું અનુસૂચિત જાતિનું પ્રમાણ જપ્ત થઇ જાય અને તેમને મળતાં સરકારી લાભો બંધ થઇ જાય. આ વાતનો નક્કર પુરાવો આ વસ્તી ગણતરીમાંથી મળતી માહિતીનું નીચેનું કોષ્ટક છે.

વર્ષવસ્તીટકાવારીફેરફાર
19418,13,0084.53%
197114,87,3645.37%વધારો
198111,47,2333.44%ઘટાડો
201106,82,6601.38%ઘટાડો

1971થી એવું તો શું થયું કે ખ્રસ્તીઓની વસ્તી ઘટવા માંડી અને 2011માં ઘટીને 1.38% થઇ ગઈ ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો ત્યારે આ રાજ્યમાં હતો પણ નહિ. કોઈ 'ઘર વાપસી' તો થઇ નહોતી રહી. થયું માત્ર એટલું કે આંધ્રના સંપૂર્ણ તટવર્તી વિસ્તારોમાં આખે આખા ગામેગામ "Christ Village" (એટલકે જ્યાં એક પણ સમ ખાવા પૂરતો  હિન્દુ કે મુસલમાન ના રહ્યો હોય એવું ગામ ) થઇ ગયા પણ લોકોએ હોંશિયારી કરીને સરકારથી પોતાનું ધર્માંતરણ છુપાડયું. હું નથી કહેતો, રાજ્યના સાંસદ જ કહે છે કે રાજ્યની 25% વસ્તી એટલે કે સવા કરોડ લોકો અમેરિકન ડોલર અને બ્રિટિશ પાઉન્ડની તાકાત અને દાદાગીરી ઉપર વટલાઈ ચૂક્યા છે.  

અને જો આ સંસદ સભ્ય (જે ભાજપના નથી ! ) ઉપર વિશ્વાસ ના હોય તો આ નીચે એક બીજો નક્કર પુરાવો છે. 

ગયા જ વર્ષે સપ્ટેમ્બર 2019માં નવા ચૂંટાયેલ ખ્રિસ્તી મુખ્ય મંત્રી જગન રેડ્ડી (હા, એણે પોતાનું નામ બદલ્યું નથી, ગરીબોને છેતરવાનો એનો જન્મસિદ્ધ અધિકાર છે ) એ માત્ર અને માત્ર એને વોટ આપીને સત્તામાં લાવનાર આ 25% પ્રજાના તુષ્ટિકરણ માટે થઈને એક વિચિત્ર યોજના બહાર પાડી કે રાજ્યના બધાં જ દેવળોના પાદરીઓને રાજ્ય સરકાર માસિક 5,000 રૂપિયાનું માનદ વેતન રાજ્યકોષમાંથી આપશે. જોરદાર સેક્યુલારિઝમ ! જયારે આનો વિરોધ થયો તો એણે કહ્યું કે સારું ચાલોને મંદિરના હિન્દુ આચાર્યોને પણ આપો. [બહુ ઉપકાર કર્યો!] હવે મજાની વાત એ છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં 1.38% ખ્રિસ્તી જયારે 90.87% હિંદુઓ છે. આ યોજનામાં 30,00 પાદરી અને 31,000 આચાર્યોને લાભ અપાશે. એટલે માત્ર 6 લાખની ખિસ્તીઓની વસ્તી માટે રાજ્યમાં 30,000 પાદરી અને દેવળો છે ?? દરેક દેવળમાં માત્ર 20 જ ખ્રિસ્તીઓ જાય છે ? અને લગભગ 5 કરોડની હિન્દુ પ્રજાના માત્ર 31,000 આચાર્યો છે? બધી આંકડાની રમત છે. તમે ને હું સાચા આંકડા નથી જાણતા, પણ એને તો વોટ અને સત્તા મળ્યા છે!! એને તો ખબર જ છે કે કેટલા Crypto-Christian (કાયદેસર નામથી હિન્દુ પણ ખાનગીમાં ધર્માંતરણ કરી ચૂકેલા ) છે અને કેટલા ચર્ચ/દેવળો છે. 

હાલમાં બહાર આવેલી વિવાદિત ઘટનાઓ : 

1) જૂન 2019માં આ જગન રેડ્ડીએ તેના કાકા સુબ્બા રેડ્ડીને ટ્રસ્ટના ચેરમેન પડે નિયુકત કરી દીધા. ટ્રસ્ટના નિયમાનુસાર કોઈ પણ બિન-હિન્દુ  વ્યકતિ આ પદ ઉપર નિમી શકાય નહિ. ઉહાપોહ થયો એટલે સુબ્બા રેડ્ડીએ માત્ર એટલું જ કહ્યું કે હું તો જન્મથી હિન્દુ જ છું. જન્મથી હશે પણ હજી છે કે નહિ એતો રામ જ જાણે.

2) ઓગસ્ટ 2019માં તિરૂપતિ મુખ્ય મંદિર સુધી યાત્રીઓને લઇ જતી બસની ટિકિટોની પાછળ ખ્રિસ્તીઓના યાત્રાધામ જેરુસલેમની જાહેરાતો છાપીને ટિકિટોનું વિતરણ કરાતું હોવાનું સમાચારોમાં આવ્યું છે.

3) તિરૂપતિ મંદિરની આજુ બાજુના વિસ્તારો તો ઠીક પણ મંદિરના પ્રાગણમાં ઉભા રહીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારાઓના વિડીયો યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના 'આશીર્વાદ' વગર તો વટાળ પ્રવૃત્તિ આ હદ સુધી પ્રસરે તે શક્ય જ નથી. 


4) 2018માં ટ્રસ્ટના બોર્ડ મેમ્બર તરીકે 'અનિતા' નામની ખ્રિસ્તી વિધાયકને ઉમેરવામાં આવી હતી. હિન્દુ ચૈતન્ય સમિતિના પ્રયત્નો બાદ તેને બોર્ડમાંથી કાઢવામાં આવી હતી. 

5) ટ્રસ્ટના નિયમો મુજબ ટ્રસ્ટમાં કામ કરતો દરેક કર્મચારી હિન્દુ ધર્મ પાળતો હોય તે ફરજીયાત છે. એક અંદાજ પ્રમાણે ઉપર જણાવેલ 23,000માંથી 2,000 એટલે કે આશરે 10% કર્મચારીઓ એવા છે જેઓ ખાનગીમાં ખ્રિસ્તી ધર્મ પાળે છે પણ સરકારી રેકોર્ડમાં 'હિન્દુ અનુસૂચિત જાતિ'ના છે. એટલે જ બોર્ડે જે 44 કર્મચારીઓને પોતાની સાચી ઓળખ છુપાવવા માટે નોકરીમાંથી કાઢી નાખવા અંગે નોટિસ ફટકારી હતી તે કર્મચારીઓએ ટ્રસ્ટ વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો હતો. અને 'માનનીય' કોર્ટે તેમાં પણ આ જૂઠ્ઠા કર્મચારીઓનો પક્ષ લીધો હતો. આપણું ન્યાય તંત્ર જોરદાર છે ! જે તંત્રે હિંદુઓને અયોધ્યામાં પ્રભુ રામની ઉપાસના માટે મંદિર પુનઃ બાંધી આપવા માટે 75 વર્ષ સુધી લટકાવી રાખ્યા એ તંત્ર પાસેથી આશા રાખે એમાં મારી ગણતરી ના કરશો. આ તો મોદી આવ્યા એટલે આ તંત્રમાં પરિવાર વાદની કૃપાથી બની બેઠેલા ન્યાયાધીશોને જખ મારીને નિર્ણય આપવો પડ્યો.

6) સપ્ટેમ્બર 2019માં તિરૂપતિ મંદિરની વેબસાઈટ ઉપરથી હિન્દુ પુસ્તકોના સ્થાને જીસસને લગતી ખ્રિસ્તી પુસ્તકો ડાઉનલોડ કરવા મૂકવામાં આવી હતી.

7) ડિસેમ્બર 2019માં ઉપર જણાવેલ ટ્રસ્ટના Crypto-Christian કર્મચારીઓએ મંદિરની અધિકૃત વેબસાઈટ ઉપર વેંકટેશ્વર સ્વામી (શ્રી કૃષ્ણ) ની જગ્યાએ જીસસની તસવીર લગાવી દીધી.    

જેટલું વધારે વાંચું અને લખું એમ મને પોતાને વધુ દુઃખ થાય છે...એટલે હવે અહીં જ પૂરું કરીએ. 

ટૂંકમાં, કાશ્મીર, કેરળ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, સાત ઉત્તર-પશ્ચિમના નાના નાના રાજ્યોમાં હિન્દુ કાં હાલમાં લઘુમતીમાં છે કાં લઘુમતી થવાની તૈયારીમાં છે. 29 માંથી 11 તો ગયા અને  'સર્વ ધર્મ સમાન'ની મૂર્ખામી ભરેલી માન્યતા પર વિશ્વાસ કરી બેસેલા સ્થાનિક હિંદુઓ હાથ ઘસતા રહી ગયા. હવે પોતાની મૂર્ખામીનું પરિણામ ભોગવે છે. તમને અને મને બીજા ધર્મ માટે દુભાવાના કે દ્વેષ નહિ હોય પણ તેમના મનમાં આપણાં માટે કેટલો તિરસ્કાર છે એ કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન કરો તો ખબર પડે. દાખલા તરીકે ખ્રિસ્તીઓના પાયાના મૂળ "10 સિદ્ધાંતો" [10 Commandments] વિશે જાણો છે? એમાંનો આ બીજા જ નંબરનો સિદ્ધાંત વાંચો. આ લોકો તમને અને મને ક્યારેય સ્વીકારી નહિ શકે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહેતાં હતા કે જયારે ધર્માંતરણ થાય છે ત્યારે મને એક હિંદુ ઓછો થયો તેના કરતાં એક હિન્દુ/જૈન વિરોધી વધ્યો એનું વધુ દુઃખ છે. આ બીજા નંબરનો સિદ્ધાંત ઇસ્લામ અને ખ્રિસ્તી બંને ધર્મમાં પાયાનો છે. એમના મનમાં જન્મથી જ [અથવા વટલાય કે તરત જ ]  આપણા એટલે કે મૂર્તિ-પૂજકો વિરુદ્ધ ઝેર ભરવાનું ચાલુ થઇ જાય છે. પાલઘરમાં બે હિન્દુ સાધુઓની નિર્મમ હત્યા કોણે કરી હતી અને કેમ કરી હતી થોડું જાણવા પ્રયત્ન કરજો. 

તામિળનાડુમાં અને પંજાબમાં પણ પૂરજોશમાં પ્રયત્નો ચાલુ છે. ત્યાં પણ આધિકારિક વસ્તીના આંકડાઓ અને સાચી સ્થિતિ અંગે સ્થાનિક લોકોને સંદેહ છે....અને જયારે આ વટાળનો વંટોળ આપણાં રાજ્યમાં આવશે ત્યારે આપણાં માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ હશે. પણ આપણે તો 'પડશે એવા દેવાશે'ની માનસિકતાવાળી પ્રજા....આમાં ને આમાં જ ક્યાં પડી જઈશું ખબરે નઈ  પડે...

જ્યાં સુધી ધર્મપ્રેમી લોકો રાજકારણમાં નહિ ઝંપલાવે અને રાજ્યોમાં શીર્ષ પદ ઉપર ના પહોંચે ત્યાં સુધી આનો કોઈ ઉપાય નથી. રાજકારણમાં ના પડીએ તો વાંધો નહિ પણ યોગીજી જેવા સાચા સંત-મહાત્મા કે જે આવી સ્થિતિ જોઈને મારા અને તમારા બાળકોના ભવિષ્ય માટે થઈને પોતાના સ્થાનિક રાજ્યના રાજકારણમાં ઝંપલાવી ચૂક્યા છે એમને તન-મન-ધનથી ટેકો કરીએ તોય ઘણું. 

સ્ત્રોત 

1) મંદિરની વાર્ષિક આવક 

2) આંધ્રમાં બેરોકટોક ધર્માંતરણ અંગે સાંસદનો વિડીયો 

3) જસ્ટિસ કોંડિયા રિપોર્ટ 

4) વસ્તી વિશેની વિગતો

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...