એક સૈનિકે આ વાતનું માઠું લાગતાં તરત વળતો પ્રશ્ન કર્યો, "કેમ તમે માત્ર હનુમાનની ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછ્યાં? તમે માત્ર એમની જ ચિંતા રાખો છો?" જામ્બ્વને તરત ઉત્તર આપ્યો કે "જો બીજા બધા જ મૃત્યુને ભેટ્યા હોય અને માત્ર હનુમાન જીવિત બચ્યાં હોય તો ય આપણે યુદ્ધ જીતી જઈશું, પણ જો હનુમાન વીરગતિ પામ્યા હોય અને બાકી બધા જીવતા હોય તો ય આપણી હાર નક્કી છે"
હા, હનુમાનમાં એટલું બધું અપ્રતિમ અને અપાર શારીરિક બળ હતું કે એકલે હાથે રાવણની સેનાનો સંહાર કરી શકે પણ આ વાર્તાનો માત્ર શાબ્દિક (મૂળ અર્થ) નહિ પણ તેની પાછળનો સૂક્ષ્મ અર્થ (અથવા તો મર્મ) જાણવો અને સમજવો જરૂરી છે.
હનુમાન એ સમર્પણ, ત્યાગ અને દ્રઢતા ના પ્રતિકરૂપ છે. પૈસો/શક્તિ/વગ/પહોંચ/આવડત હોય કે ના હોય પણ જ્યાં સુધી સમર્પણ, ત્યાગ અને દ્રઢતા આ ત્રણ ગુણોનું ભાથું આપણી પાસે હોય ત્યાં સુધી જીવનમાં ગમે તેવી વિકટ/અસહ્ય/અશક્ય પરિસ્થિતિ અને તકલીફોથી આપણે સફળતાપૂર્વક લડી લઈને હેમખેમ પાર ઉતરી જઈએ. આ ગુણો હોવા એટલે હનુમાન આપણી પાસે હોવા સમાન છે. જ્યાં સુધી હનુમાન આપણામાં છે ત્યાં સુધી બધું જ શકય છે.
દુનિયાની સૌથી વધુ જૂની, લાંબી અને લયબદ્ધ કાવ્યરચના તે આપણું રામાયણ. એમાં જ આખી સૃષ્ટિનું જ્ઞાન છે, પ્રેમથી વાંચો અને વંચાવો.... જય હનુમાન. જય શ્રી રામ.