મૂળ લેખક : અજય શુક્લા,
ભાષાનુવાદ : દેશ-દાઝ.
ચિત્ર :Broadsword બ્લોગના સૌજન્યથી.
આપણે રક્ષા-મંત્રાલય(MoD, Ministry of Defense) ના આભારી છીએ કે જે ભારત ઈલેક્ટ્રોનિક્સ લીમીટેડ(BEL)ની ઓર્ડર બુક તેમણે જ ભરેલી રાખવી જોઈએ એવી જૂનવાણી માન્યતાને પરિણામે આપણા દેશના લશ્કરને શત્રુઓ સામે રાત્રિ-યુદ્ધ લડવા માટે અક્ષમ/વિકલાંગ બનાવે છે. અરે, પેલા જિહાદીઓ જે સીમા ઓળંગીને જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસી આવે છે તેમની પાસેથી આપણા લશ્કરને અપાતાં રાત્રિ-યુદ્ધમાં જોઈ શકાય એવા NVD(Night Vision Devices) કરતાં વધુ સારી ગુણવત્તાના NVD જપ્ત થયેલ છે. ચિંતાની વાત તો એ છે કે આ નિરાશાજનક પરિસ્થિતિ બદલવાના કોઈ સંકેત નથી. કારણ? રક્ષા-મંત્રાલય લશ્કરને જરૂર છે તે ધોરણો પ્રમાણે નહિ પણ BELની ઉત્પાદન ક્ષમતા પ્રમાણેના ટેન્ડર બહાર પાડવા જઈ રહ્યું છે.
સૂચિત MoD ટેન્ડર ૪૫,૦૦૦ NVD માટે હશે, જે પ્રારંભિક ખરીદી બાદ હજારો કરોડ રૂપિયાના કરારમાં પરિવર્તિત થશે. BELએ MoDને ત્રીજી પેઢીના ગણાતા NVD કે જેની લશ્કરને તાતી જરૂરિયાત છે તેના ધારા-ધોરણોમાં કાપ-કૂપ કરવા જણાવ્યું છે. NVDની ક્ષમતાની ગણતરી ફોમ(FOM-Figure of Merit)ના આંકથી થાય છે. લશ્કરે ૧૭૦૦થી વધુ ફોમ ધરાવતાં સાધનોની માંગણી કરી છે. BELની માંગણી છે કે ટેન્ડરમાં ૧૪૦૦થી વધુના ફોમના NVDનો ઉલ્લેખ થાય કારણકે તેઓ ૧૭૦૦થી વધુ ફોમના સાધનોનું પૂરતી સંખ્યામાં ઉત્પાદન કરવા અક્ષમ છે.
૧૪૦૦ ફોમવાળા સાધનો(ચશ્માં) પહેરીને સૈનિક પરોઢે કે ઢળતી સાંજે આછા પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકે છે અને ચંદ્રના પ્રકાશની હાજરીમાં ચશ્માં સહિત કંઇક અંશે જોઈ શકે છે. ૧૬૦૦થી વધુ ફોમવાળા સાધનોથી સૈનિક માત્ર તારાઓના પ્રકાશમાં પણ સ્પષ્ટ જોઈ શકે છે. ૧૭૦૦થી વધુ ફોમવાળા ચશ્માંથી સૈનિક અમાવાસની રાત્રે કે વાદળછાયા આકાશના ગાઢ અંધકારમાં કે જંગલમાં પણ સ્પષ્ટ જોઈ શકે છે, જે ભારતીય થળસેનાની માંગણી અને જરૂરિયાતને સુસંગત છે.
આ માંગણીને ધ્યાનમાં રાખીને બે ભારતીય ઉત્પાદન એકમો -- BEL અને ટાટા પાવર (SED) એ -- બંને એ MoDની SCAPCC(Services Capital Acquisition Plan Categorisation Committee)ને ખાતરી આપી કે તે આ ૧૭૦૦થી વધુ ફોમવાળા NVDના ઉત્પાદન માટે સક્ષમ છે. હકીકતમાં BEL જુઠું બોલતી હતી કારણકે હવે તેઓ પાછલે બારણે MoDના અધિકારીઓને ટેન્ડરમાં સુધારો કરવાની વિનંતી કરી રહ્યા છે કે જેથી તેઓ પણ ટેન્ડર ભરી શકે.
MoDએ બે-બે વાર મારા અને તમારા ટેક્સના પૈસા BELને આપીને, વિદેશી ઉદ્યોગ એકમો સાથે કરાર કરીને ટેકનોલોજી હસ્તગત કરવા પ્રયત્ન કર્યા બાદ પણ BEL નિષ્ફળ રહ્યું છે.૧૯૯૦માં ડચ કંપની ડેલ્ફ્ટ(Delft)એ સંયુક્ત ભાગીદારી હેઠળ બીજી પેઢીની તકનીકની આપ-લે કરી હતી અને કંઇક કારણસર ભાગીદારી રદ્દ કરી હતી. હજી ૨૦૧૦-૨૦૧૧માં MoDએ ફ્રેંચ કંપની ફોટોનીસ(Photonis)ને, ૧૨૫૦થી વધુ ફોમવાળા સાધનોની ટેકનોલોજીની હસ્તગત કરવા ૧૦૦ કરોડ રૂપિયા આપ્યા હતાં. BEL ફરી તકનીક શીખવામાં નિષ્ફળ રહી. ના તો તેઓ શીખી શક્યા ના તેમની પાસે ઉપલબ્ધ ટેકનોલોજીમાં સુધારો લાવી શક્યા.
હવે સ્થિતિ એવી છે કે MoD પાસે ફરી ટેકનોલોજી હસ્તગત કરવા માટે વેડફવા માટે નાણા નથી એવું નથી પણ હવે એ વિકલ્પ નકામો છે. કારણકે આધુનિક NVD ટેકનોલોજી વહેંચવામાં હવે કોઈ પણ દેશને રસ નથી.અમેરિકા, કે જેની ITT અને L-3 જેવી કંપનીઓની આ વિજ્ઞાનમાં આગળ પડતી છે તેમને અમેરિકાની સરકાર ૧૨૫૦થી વધુ ફોમવાળા સાધનોની નિકાસની મંજૂરી આપતી નથી. હા, પણ અમેરિકન સરકાર પાકિસ્તાનની થળસેના કે જે અવિકસિત વિસ્તારોમાં તાલિબાન સામે લડવાનો દાવો કરે છે એમને જરૂર નિકાસ કરવાની છૂટ આપે છે. અને કડક કરાર અંતર્ગત અમેરિકાની સેના તે સાધનો પાકિસ્તાન અન્ય કોઈને આપતું નથી તેની દેખરેખ રાખે છે. ભારત સરકાર આવા કરારવાળા સાધનો ક્યારેય નહિ સ્વીકારે.
BELના જૂના ફ્રેંચ ભાગીદાર ફોટોનીસ પણ હવે આ ટેકનોલોજીની વહેંચણી નહિ કરી શકે કારણે અમેરીકન કંપનીઓ ફોટોનીસને ખરીદી લેવાની ફિરાકમાં છે. એક વાર ખરીદાઈ ગઈ કે તરત જ તેમના પર પણ અમેરિકન સરકારના નિયમો લાગુ પડી જશે. Reutersનો અહેવાલ આવ્યો છે કે અમેરિકન બેંક Rothschildની આગેવાની હેઠળ ફોટોનીસ વેચવાની વાટાઘાટો ચાલુ છે.
BELની તંગ પરિસ્થિતિ જોતાં લશ્કરી વડાઓએ આ સાધનો બીજી દેશી(અને ખાનગી) કંપની ટાટા પાવર પાસેથી જ ખરીદવા અનુરોધ કરેલ છે. લશ્કરના ઉચ્ચ અધિકારીઓ એ વાતથી ખુશ છે કે ટાટાએ જર્મન કંપની હાર્ડર ડીજીટલ(Harder Digital) સાથે જોડાણ કરેલ છે જે ૧૭૦૦થી વધુ ફોમવાળા સાધનોની ટેકનોલોજી વહેંચવા અને ભારતમાં ઉત્પાદન કરવા રાજી છે. જર્મન સરકારે સંરક્ષણ ક્ષેત્રે ભારતના મજબૂત ભાગીદાર બનવાના ઇરાદાથી તેની કંપનીને આ ટેકનોલોજી વહેંચવા મંજૂરી આપેલ છે. તદુપરાંત જર્મન સરકાર અમેરિકાની જેમ વપરાશ પર દેખરેખ રાખવાની પણ કોઈ માંગણી નથી કરી રહી. તેઓ માત્ર બાહેંધરી માંગે છે કે આપણે આ ટેકનોલોજી અન્ય કોઈ દેશ સાથે નહિ વહેંચીએ.
ટાટા પાવરે MoDને લેખિતમાં ઊંડાણથી વિગતો સાથે જણાવ્યું છે કે તેઓ લશ્કરની જરૂરિયાતને પહોંચી વળવા સુસજ્જ છે. હાલમાં જ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ બહાર પડેલ ટેન્ડરોમાં ત્રીજી પેઢીના NVDના ધારા-ધોરણોનો ઉલ્લેખ થયેલો હોઈ, રક્ષા-મંત્રાલય માટે BEL માટે થઈને ધોરણોમાં કાપ-કૂપ કરવું અઘરું છે. દાયકાઓથી MoDના શેતાન બાળક જેવા BELએ આયાતી ટેકનોલોજી પર "ભારત"નો સિક્કો મારીને સ્વદેશીના નામે અને દેશની લશ્કરી સુસજ્જતા અને સ્વ-નિર્ભરતાના ભોગે ભારે નફા સાથે જલસા જ કર્યા છે. કદાચ બદલાતાં રક્ષા-મંત્રાલય અને 'નહિ-ચલાવી-લઈએ'નું વલણ રાખનાર લશ્કર સાથે જતે દિવસે પરિસ્થિતિ બદલાય.....