Posts

Showing posts from 2015

શું હનુમાન જીવે છે?

Image
લંકાના યુદ્ધ વખતની વાત છે. રાવણના જ્યેષ્ઠ પુત્ર ઇન્દ્રજીતે રામના સૈન્ય પર ખૂબ જ ભીષણ અને ઘાતક હુમલો કર્યો હતો. ઘણાં વીર યોદ્ધાઓ અને સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા. જયારે સેનાપતિ જામ્બ્વન રણ-મેદાનમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલો પ્રશ્ન કર્યો, " શું હનુમાન જીવે છે?"

એક સૈનિકે આ વાતનું માઠું લાગતાં  તરત  વળતો  પ્રશ્ન  કર્યો, "કેમ  તમે માત્ર  હનુમાનની  ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછ્યાં? તમે માત્ર એમની જ  ચિંતા  રાખો છો?"  જામ્બ્વને  તરત  ઉત્તર  આપ્યો કે  "જો બીજા બધા જ  મૃત્યુને ભેટ્યા હોય  અને માત્ર હનુમાન જીવિત  બચ્યાં હોય તો ય આપણે યુદ્ધ જીતી જઈશું, પણ જો હનુમાન વીરગતિ પામ્યા હોય  અને બાકી બધા જીવતા હોય તો ય આપણી હાર નક્કી છે"

હા, હનુમાનમાં એટલું બધું અપ્રતિમ અને અપાર શારીરિક બળ હતું કે એકલે હાથે રાવણની સેનાનો સંહાર કરી શકે પણ આ વાર્તાનો માત્ર શાબ્દિક (મૂળ અર્થ) નહિ પણ તેની પાછળનો સૂક્ષ્મ અર્થ (અથવા તો મર્મ) જાણવો અને સમજવો જરૂરી છે.

હનુમાન એ સમર્પણ, ત્યાગ અને દ્રઢતા ના પ્રતિકરૂપ છે. પૈસો/શક્તિ/વગ/પહોંચ/આવડત હોય કે ના હોય પણ જ્યાં સુધી સમર્પણ,…

આતંકી હુમલા ચાલુ..... અને સ્વ-રક્ષણના સાધનોની અછત પણ...

Image
27 જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુદાસપુર પંજાબમાં ૩ આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો તે યાદ છે? (ના હોય તો વાંધો નહિ હો, આ તો સદીઓ પૂરાણી આપણી રાષ્ટ્રીય નબળાઈ છે.) ૨-GPS, ૩-AK47, ૧૦-મેગેઝીન અને ૨ ચીની બનાવટના ગ્રેનેડ... ઓહોહોહો! આપણને હાનિ પહોંચાડવા પૂરતી તૈયારી કરીને અને સામગ્રી લઈને આવ્યા હતા... હવે જરા આપણા સુરક્ષા-કર્મીઓને (જે લડતાં લડતાં શહીદ થઇ ગયા તેમના) જો TV પર "લાઈવ" જોયા હોય તો યાદ કરો....લો થોડું યાદ કરાવું...

કઈ ધ્યાનમાં આવ્યું? ના બખ્તર, ના હેલ્મેટ... અરે ભાઈ, મુંબઈ પરના હુમલાને હજી ૭ જ વર્ષ થયા છે, અમે ભારતીયો કઈ આટલા જલ્દી સુધરીએ નઈ હોં! દુર્ભાગ્યની વાત છે કે આપણું લશ્કર અને પોલીસદળ આજે પણ અત્યંત જરૂરી ગણાતાં એવા શરીર કવચથી  (Body Armour) વંચિત છે.

ભારતીય લશ્કરની સ્થિતિ તો સૌથી વધુ દયનીય છે. રોજે સીમા પર પાકિસ્તાનીઓ સાથે ગોળીબારની આપ-લે કરતાં, કાશ્મીર અને ઇશાનના રાજ્યોમાં ખૂંખાર ત્રાસવાદીઓ જોડે લડતાં લાખો સૈનિકોના જીવ જોખમમાં છે. રક્ષા મંત્રાલયના આકંડાઓ પ્રમાણે છેલ્લાં ૩ વર્ષમાં પાકિસ્તાન સાથે થયેલા ૩૫૭ ગોળીબારોમાં ૧૭ સૈનિકો શહીદ થયા છે. હાલમાં સૈન્યને ઉપલબ્ધ હેલ્મ…

સ્વ-ધર્મ અને પર-ધર્મ

'ઘર વાપસી'...... કારણ વિનાનો વિવાદ.

Image
મા. ગો. વૈદ્ય દ્વારા,

ઉત્તરપ્રદેશના આગ્રા નગરમાં ૫૭ મુસલમાન પરિવારોએ ફરી પોતાનો મૂળ ધર્મ, હિંદુ ઘર્મ અપનાવ્યો. આ ઘટનાને લઈને સંસદમાં તથા મીડિયામાં કારણ વગર એક વિવાદ ઉભો થઇ ગયો. અનેક લોકોએ આ ઘટનાને, આ વિધિને 'ધર્માન્તર', 'ધર્મ પરિવર્તન', 'કન્વર્ઝન'નું નામ આપ્યું, પરંતુ આ ધર્મપરિવર્તન નથી. આ તો પોતાના જ સમાજમાં, પોતાના જ ઘરમાં આ લોકોનું પુનરાગમન છે. આ 'ઘરવાપસી' છે. ધર્મપરિવર્તન તો તેમનું સદીઓ/દાયકાઓપહેલાં જ થઇ ચૂક્યું હતું.

ઇસ્લામનો ભારતમાં તથા સંપૂર્ણ વિશ્વમાં પ્રસાર કઈ રીતે થયો છે તે બધાને ખબર છે. 'ઇસ્લામ' નો અર્થ 'શાંતિ' થાય છે એવું કહેવાય છે પણ ક્યાંય પણ ઇસ્લામનો ફેલાવો શાંતિપૂર્વક થયો નથી. સદીઓથી તલવારની ધાર પર જ ઇસ્લામનો પ્રસાર થયો છે.

વિચારવાની વાત એ છે કે પારસીઓને પોતાની જ જન્મભૂમિ છોડીને કેમ ભાગવું પડ્યું? રાજપૂત  મહિલાઓને જોહરની જ્વાળામાં કેમ બલિદાન આપવું પડ્યું? કાશ્મીર ઘાટીની ૫૦ લાખની મુસલમાન વસ્તીમાં ૪ લાખ હિંદુ પંડિત કેમ સમાઈ ન શક્યા? આ બધાએ જો ઇસ્લામ કબૂલ કર્યો હોય તો બચી ગયા હોત. આ ઈતિહાસ છે. 


કહેવાનો મતલબ એ છે કે આગ્રામાં …