Posts

Showing posts from June, 2014

ભારતના સર્વાધિક ઊંચા શિખર-રત્નો

Image
શું તમે જાણો છો કે દુનિયાના ૪૫ સૌથી ઊંચા શિખરો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા છે?  આજે વાત કરશું ભારતના ૧૨ સર્વાધિક ઊંચા શિખરોની કે જે દુનિયાના ૧૦૦ સૌથી ઊંચા શિખરોની યાદીમાં શામેલ છે. સ્વાભાવિક છે કે આ બધાં જ ઉત્તર અથવા ઇશાન ભારતમાં સદૈવ સુશોભિત અને દૈદીપ્યમાન એવા હિમાલયની વિશાળ પહાડોની શૃંખલાનો હિસ્સો છે જે હરહમેંશ બરફાચ્છાદિત રહે છે.

નીચેની યાદી ભારતના સૌથી ઊંચા શિખરથી ઉતરતા ક્રમમાં છે અને સાથે સાથે કૌંસમાં દુનિયાભરમાં તેની ઊંચાઈનો ક્રમ આપેલ છે. 

૧) કાંચન-જંઘા - (૨૮,૧૬૯ ફૂટ, ૮૫૮૬ મી.) (દુનિયાભરમાં ત્રીજો)


કાંચન-જંઘા ભારતના સિક્કીમ રાજ્યના  ઉત્તર છેવાડે નેપાળ સાથેની આંતરાષ્ટ્રીય સીમા પર આવેલ છે. કાંચન-જંઘા એ પાંચ ટોચ/શિખરોનો સમૂહ છે અને ત્યાંની સ્થાનિક ભાષામાં તેના નામનો અર્થ "બરફમાં પાંચ ખજાના" એવો થાય છે. આ પાંચ ખજાના એટલે જ આ પાંચ શિખરો. આમાંના ૩ શિખરો(મુખ્ય,વચલું અને દક્ષિણી) ભારતની હદમાં આવેલ છે. જયારે બાકીના બે નેપાળમાં આવેલ છે. અમુક લોકો તે વિસ્તારમાંથી મળી આવતા સોનું, ચાંદી, રત્નો( હીરા-માણેક વગેરે ), ધાન અને પવિત્ર ધાર્મિક પુસ્તકોને એ પાંચ ખજાના તરીકે ગણાવે છે. આ …